Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૪૦ ] શ્રીદત્તા સ્ત્રીનું વૃત્તાંત.
[૫ ૫ મું કરીને મુનિએ તે દુઃખી અબળાને ધમ ચક્રવાલ નામને તપ બતાવી કહ્યું કે-“હે દુઃખી સ્ત્રી! દેવગુરૂના આરાધનમાં લીન થઈને તારે છે અને ત્રણ રાત્રિના ક્રમથી સાડત્રીશ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીને બચ્ચાંની જેમ ફરીવાર તને આ ભવ પ્રાપ્ત થશે નહીં.” મુનિ મહારાજનાં વચનને માન્ય કરીને શ્રીદત્તા પિતાને ગામ ગઈ અને ત્યાં જઈને ધર્મચક્રવાળ તપને આરંભ કર્યો. તે તપના પ્રભાવથી તેણે પારણામાં પૂર્વે સ્વપ્નમાં પણ કદિ નહીં જોયેલું અને સારી દશારૂપ નાટકની પ્રસ્તાવના રૂપ સ્વાદિષ્ટ ભજન પ્રાપ્ત કર્યું. ત્યારથી ધનાઢય લેકના ઘરમાં સારું કામ કરવાનું મળતાં તેને દ્વિગુણ અને ત્રિગુણ મૂલ્ય અને ઉત્તમ વસ્ત્રો પ્રાપ્ત થવા માંડ્યાં, જેથી થોડા સમયમાં શ્રીદત્તા કાંઈક સકિંચના થઈ એટલે દેવગુરૂની પૂજા યથાશક્તિ વિશેષ કરવા લાગી. એક દિવસે તેના ઘરની ભીંતને એક જીર્ણ પ્રદેશ પવન વિગેરેના વેગથી પડી ગયો. તેમાંથી સુવર્ણાદિક ધન નીકળી આવ્યું. તે ધનથી તેણે તપની સમાપ્તિમાં ચૈત્યપૂજા અને સાધુસાવીને પ્રતિલાભિત કરવા પૂર્વક મોટું ઉઘાપન (ઉજમણું) કર્યું. તપસ્યાને છેલ્લે દિવસે તેણીએ કેઈ સાધુનાગને માટે દિશાઓમાં જેવા માંડયું, ત્યાં માસક્ષપણના પારણાને માટે ફરતા સુવ્રતમુનિ તેના જેવામાં આવ્યા. પિતાના આત્માને ધન્ય માનતી શ્રીદત્તાએ પ્રાસુક અનાદિકવડે તેમને પ્રતિલાભિત કર્યા અને પછી નમસ્કાર કરીને આહંત ધર્મ વિષે પૃચ્છા કરી. મુનિએ કહ્યું-“હે શુભા! ભિક્ષાને માટે ગયેલા મુનિ કેઈ ઠેકાણે પણ ધર્મદેશના કરે એ અમારે આચાર નથી. તેથી હે ભદ્ર! જે તારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તે મારા ઉપાશ્રયમાં ગયા પછી ચોગ્ય સમયે ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને મુનિ પિતાને સ્થાનકે ગયા. લાવેલા આહારવડે માસક્ષપણનું પારણું કરી તે મુનિવર્ય સ્વાધ્યાય કરતા હતા, ત્યાં નગરીના લેકે અને શ્રીદત્તા વંદના કરવાને આવ્યા. વાંદીને સર્વે ગ્ય સ્થાને બેઠા, એટલે મુનિએ પ્રસન્ન વાણીથી આ પ્રમાણે ધર્મદેશના આપી.
- “આ સંસારમાં રાશી લાખ નિમાં ભટકતો ભાવી પ્રાણી દૈવગે અંધ જેમ ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે, તેમ માનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે તેમાં સર્વ તિષમાં “ચંદ્રની જેમ સર્વ ધર્મમાં પ્રધાન શ્રી સર્વજ્ઞકથિત ધર્મ પ્રાપ્ત થ ઘણે દુર્લભ છે, તેથી તે “ધર્મમાં સમક્તિપૂર્વક યત્ન કરે છે જેથી સંસારી જીવ લીલામાત્રમાં આ સંસારવારિધિને “ તરી જાય.” આ પ્રમાણેની દેશના સાંભળી શ્રીદત્તાએ સુવ્રતમુનિને નમસ્કાર કરી સમકિતપૂર્વક સાક્ત ધર્મને સ્વીકાર્યો. પછી સુવ્રતમુનિને વંદના કરી સર્વ પુરલેક અને શ્રી દત્તા હર્ષ પામતા પિતાપિતાને સ્થાનકે ગયા.
કેટલાક કાળ સુધી આહંત ધર્મને સારી રીતે પાળતી શ્રીદત્તાને કઈ કર્મના પરિણામથી મનમાં આ સંકલ્પ ઉત્પન થયે કે “અગર જો કે આ શ્રી જિનધર્મનું ફળ મોટું કહેવાય
૧ દ્રવ્યવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org