Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૪૪]
બલભદ્રની પુત્રી સુમતિનું વૃત્તાંત [ પ પ મું કહ્યું-“મુગ્ધ ધનશ્રી ! પ્રતિબોધ પામ, પ્રતિબંધ પામ, પૂર્વભવનું સ્મરણ કર. સાંભળ! પુષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વ ભરતક્ષેત્રના મધ્ય ખંડને વિષે વિશાળ સમૃદ્ધિવાળું શ્રીનંદન નામે નગર છે. તે નગરમાં શરણાથી જનેનું, રક્ષણ કરવામાં અહર્નિશ આલસ્ય રહિત મહેંદ્રના જે મહેંદ્ર નામે રાજા હતા. તે રાજાને પ્રાણથી પણ અતિ વલ્લભ અનંતમતિ નામે એક અનંત ગુણપાત્ર રાણ હતી. એક વખતે અનંતમતિ રાણીએ સુખે સુતા સુતાં રાત્રીના શેષભાગે પિતાના ઉસંગમાં બે સુગંધી અને નિર્મળ માળા અવલેકી. તે સ્વપ્નનું વૃત્તાન્ત રાજાને જણાવતાં રાજાએ કહ્યું કે “હે દેવિ! આ સ્વપ્નના સૂનથી તમારે નિર્દોષ બે દુહિતા થશે.” અનુક્રમે સમય આવતાં તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો. તેમાં પહેલી હું કનકશ્રી અને બીજી તું ધનશ્રી એવા નામની આપણે બે બહેન હતી. આપણે બને પરસ્પર પ્રીતિથી સાથે મોટા થયા, સાથે કલાકલાપ ભણયા અને સાથે યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે આમતેમ ક્રીડા કરતાં આપણે સ્વેચ્છાએ દેવતાની વિશ્રામભ્રમિરૂપ ગિરિ પર્વત નામના પર્વત પર આવી ચડ્યા. ત્યાં સ્વાદિષ્ટ ફળ અને સુગંધી પુષ્પને ચુંટતી આપણે બન્ને વનગિરિની દેવીઓ હોય તેમ ફરવા લાગી. એમ ફરતાં ફરતાં એક મનહર એકાંત પ્રદેશમાં અતિ સમતાથી શેભિત નંદનગિરિ નામના મુનિ આપણા જોવામાં આવ્યા. મુનિના દર્શનથી હર્ષ પામીને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક આપણે વંદના કરી. મુનિએ “ધર્મલાભ” રૂપ આશિષ આપીને આપણને બંનેને હૃદયને આનંદકારક દેશના આપી. તે ધર્મદેશના સાંભળીને આપણે બંનેએ અંજળી જોડી વિજ્ઞપ્તિ કરી કે “જે અમારામાં રેગ્યતા હોય તે અમને યોગ્યતા પ્રમાણે ધર્મોપદેશ આપે. નંદનમુનિએ આપણુ ગ્યતા વિચારી આપણુ બંને રમણીઓને બાર પ્રકારને શ્રાવકને ધર્મ સંભળા એટલે આપણે તે સ્વીકારી લીધું. મુનીંદ્રને વંદના કરીને આપણે બંને પિતાને ઘેર આવી તે ધર્મને સાવધાનપણે પાળવા લાગી.
એક દિવસે આપણે બને કૌતુકથી ક્રિીડાપર્વત, સરિતા, વાપિકા અને વિવિધ વૃક્ષાથી વ્યાપ્ત એવા અશોક વનમાં ગઈ. ત્યાં સરિતાને તીરે આપણે વિવિધ ક્રીડા કરતી હતી. તેવામાં ત્રિપુર નગરને સ્વામી વીરાંગ નામને એક યુવાન વિદ્યાધર આપણને હરી ગયે. પરંતુ તેની વશ્યામલિકા નામની શુભાશયવાળી સ્ત્રીએ કેશરીસિંહથી મૃગલીની જેમ આપણને બંનેને છોડાવી મૂકી. ત્યાંથી ભીમાટીમાં નદીને કાંઠે વંશની જાળમાં આપણે શાપષ્ટ દેવીની પેઠે આકાશમાંથી પૃથ્વી પર પડી. પિતાની આવી મરણાંત આપત્તિ જાણીને શુભ ભાવનાવાળી આપણે નવકારમંત્ર પરાયણ થઈ અનશનવ્રત ગ્રહણ કર્યુંત્યાંથી હું કનકથી મૃત્યુ પામીને સૌધર્મ દેવકના પતિની નવનિકા નામે અમહિણી થઈ. તું ધનશ્રી મૃત્યુ પામીને કુબેર લેકપાળની મુખ્ય દેવી થઈ અને ત્યાંથી ચ્યવીને અહીં બળભદ્રની સુમતિ નામે પુત્રી થઈ છે. જ્યારે આપણે દેવલોકમાં હતાં, ત્યારે આપણે સકેત કરેલ હતું કે જે અહીંથી પ્રથમ ચવે તેણે આવીને બીજીને અહંત ધમને બોધ કરો. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org