Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે ]. ધનશ્રીને સ્વયંવર
[૨૪૩ અમ્યાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી બાકી રહેલા ભપગ્રાહી કર્મને ખપાવી કનકક્કી મોક્ષપદને પ્રાપ્ત થઈ
વિવિધ ભોગ ભોગવતા વાસુદેવ અને બલભદ્ર દેવતાની પેઠે સુખે કાળ નિગમન કરવા લાગ્યા. બલદેવ અપરાજિતને વિરતા નામે એક સ્ત્રી હતી, તેનાથી સુમતિ નામે એક પુત્રી થઈ. એ બાળા બાલ્યવયથી જ સર્વજ્ઞકથિત ધર્મની અનુરાગી, જીવાજીવાદિ તત્વને જાણનારી; વિવિધ પ્રકારનાં તપ-અનુષ્ઠાનને આચરનારી, અખંડ દ્વાદશવિધ શ્રાવકવતને ધરનારી અને શ્રી જિનપૂજા તથા ગુરૂની ઉપાસનામાં તત્પર થઈ. એક વખતે સુમતિ ઉપવાસના પારણને માટે બેસતી હતી તેવામાં દ્વાર તરફ દષ્ટિ કરતાં એક મુનિને આવતા જોયા. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિવાળા તેમજ જાણે સાક્ષાત્ ધર્મ હોય તેવા તે મુનિને પોતાના સ્થાળમાં રહેલા અત્તથીજ પ્રતિલાભિત કર્યા. તે સમયે તત્કાળ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ થયા. મહાત્માને આપેલું દાન કેટાનકેટીગણું થાય છે. મુનિએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો. નિસંગ સાધુઓ પવનની જેમ એક ઠેકાણે રહેતા નથી. રનવૃષ્ટિના ખબર સાંભળી બલભદ્ર અને વાસુદેવ ત્યાં આવ્યા, અને તે જોઈને બંને વિસ્મય પામ્યા. “આ સુમતિનું ચરિત્ર આશ્ચર્ય રૂપ છે' એમ તેઓ કહેવા લાગ્યા, અને “આ પ્રભાવિક બાળકોને યોગ્ય વર કેણું થશે?” એમ ચિંતા કરવા લાગ્યા. પછી પિતાના ઈહાનદ મંત્રીની સાથે વિચાર કરી તે બાળકોને સ્વયંવર કરવાને દઢ નિશ્ચય કર્યો. વાસુદેવની આજ્ઞાથી વિજયાદ્ધમાં રહેનારા સર્વ વિદ્યાધર અને મનુષ્યના રાજાઓ સ્વયંવરમાં આવવા લાગ્યા. વાસુદેવના સેવકેએ તેમની આજ્ઞાથી ઇંદ્રનું સભાગ્રહ હોય તે એક સહસ્ત્ર રત્નસ્તંભવાળ ક્ષિતિના મંડનભૂત મંડપ ર. તેમાં ફણપતિની ફણાના માણિકયની શ્રેણી હોય તેવી બ્રાંતિ આપનારાં રત્નમય સિંહાસને રચાવ્યાં. વાસુદેવની આજ્ઞાથી તે ઉપર રાજાઓ અને શરીરની શોભાથી કામદેવ જેવા વિદ્યાધરના કુમારે આવીને બેઠા. પછી દિવ્ય વસ્ત્રો અને રત્નનાં અલંકારને ધારણ કરનારી, વિચિત્ર રચનાથી રચેલા ખુશબેદાર વિલેપનથી અલંકૃત થયેલી, મસ્તક પર ચંદ્રના બિંબ જેવું શ્વેત છત્ર ધરનારી, સમાન વયની સખીઓથી પરવારેલી અને સુવર્ણ દંડવાળી પ્રતિહારીએ બતાવેલ માર્ગે ચાલતી બલભદ્રની કન્યા વરમાળા હાથમાં લઈને ત્યાં આવી. આસપાસ દેવતાઓની પેઠે બેઠેલા વિદ્યાધર રાજાઓની વચ્ચે આવીને સુમતિએ સમુદ્રને લક્ષમીની જેમ સ્વયંવરમંડપને અલંકૃત કર્યો. જાણે નીલકમળની માળાને રચતી હોય તેમ એ મૃગાક્ષીએ મુગ્ધ દષ્ટિવડે સ્વયંવરમંડપનું અવલોકન કર્યું. તે સમયે રસમય માણિજ્યસ્તંભથી શોભિત, ગગનમાં સૂર્યમંડળની જેમ લટકતું અને રત્નમય સિંહાસન વિરાજિત દેવીએ અધિષ્ઠિત એક સુંદર વિમાન અકસ્માત મંડપના મધ્યમાં પ્રગટ થયું. રાજકન્યા સુમતિ, આવેલા રાજાઓ અને વિદ્યાધરના પતિએ અતિ વિસ્મયથી વિકસિત નેત્રે તેને જોવા લાગ્યા. તેઓના જોતજોતામાં તે તે વિમાનમાંથી ઉતરી મંડપના મધ્યમાં એક સિંહાસન પર તે દેવી અધિષિત થયા. તેમણે દક્ષિણ ભજા ઉંચી કરી સુમતિ કન્યાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org