Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ ] વાસુદેવને જન્મ.
| [ ૨૨૯ કરે તેમ વસુંધરા દેવીએ ગર્ભ ધારણ કર્યો. તે મહાદેવીએ ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રીવત્સના ચિન્હવાળા, વેતવર્ણવાળા, પૂર્ણ અવયવવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનાર એક સુંદર પુત્રને જન્મ આપ્યું. પુત્રના જન્મથી તિમિતસાગર રાજા પાર્વણુ ઇદુના ઉદયથી સાગરની જેમ હર્ષ પામે. પિતાએ બારમે દિવસે બાર સૂર્ય જેવી કાંતિવાળા તે પુત્રનું અપરાજિત નામ પાડયું. પુત્રને જોતાં, ચુંબન કરતાં, આલિંગન કરતાં અને ઉત્સંગમાં બેસારતાં મહારાજા, ધનને પ્રાપ્ત કરનારા નિર્ધનની જેમ કદિપણ વિરામ પામતા નહતા. ત્યાર પછી કેટલેક કાળે સુસ્થિતાવર્ત વિમાનમાંથી ચ્યવીને શ્રીવિજયને જીવ અનુદ્ધરા દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી અનુદ્ધરાદેવીએ રાત્રિના શેષ ભાગે પોતાના મુખમાં પ્રવેશ કરતાં સાત સ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ કુંકુમ જેવી અરૂણ કેસર, ચંદ્રલેખા જેવા નખ અને ચમરના જેવા પંછવાળો કિશોર કેશરીસિંહ જે. પછી સુંઢમાં પૂર્ણ કુંભને ધરનારા બે હાથીએ ક્ષીર જલથી અભિષેક કરાતાં પદ્માસના લક્ષમીદેવી જોયાં. પછી મોટા અંધકારને ટાળનાર, રાત્રિને પણ દિવસ કરનાર અને પ્રચંડ તેજને પ્રસારનાર સૂર્ય અવક. પછી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જલથી પૂર્ણ મુખ ઉપર પુંડરીક કમળથી અચિંત, સુવર્ણથી ઘડે અને પુષ્પમાળાથી શુભતો પૂણ કુંભ જે. પછી વિવિધ જલચર પ્રાણીઓથી ભરપૂર, રત્નસમૂહથી પ્રકાશિત અને ગગન પર્યત ઉછળતા તરંગોવાળે સમુદ્ર અવલેક. પછી પંચવણ મણિની જાતિના પ્રસરવાથી ગગનાંગણમાં ઇદ્રધનુષ્યની શોભાને ધરતે રત્નને સંચય છે અને છેલ્લે ધૂમ્ર રહિત, જવાળાએથી આકાશને પલ્લવિત કરતે અને જોવા ગ્ય સુખદાયક પ્રકાશવાળે અગ્નિ અવલેક, આ પ્રમાણે સાત સ્વપ્ન જોઈ જાગ્રત થયેલી અનુદ્ધરા દેવીએ તે પતિની પાસે નિવેદન કર્યા. તે સાંભળી રાજાએ કહ્યું-“તમારે વાસુદેવ પુત્ર થશે.” સ્વપ્નફળ સાંભળી દેવી ખુશી થયા. સમય આવતાં આકાશ જેમ મેઘને જન્મ આપે, તેમ દેવીએ નેત્રને ઉત્સવ આપનાર અને નીલ કમળના જેવા શ્યામ વર્ણવાળા કુમારને જન્મ આપ્યો. અનુદ્ધરાના ઉદરથી ઉત્પન્ન થયેલા એ મહાવીર્યકુમારનું રાજાએ મોટા ઉત્સવથી અનંતવીર્ય એવું નામ પાડયું. હંસ જેમ એક કમલથી બીજા કમલ૫ર જાય તેમ રાત્રિ દિવસ ધાત્રીઓના ઉત્સંગમાં ફર્યા કરતો તે રાજકુમાર હળવે હળવે વૃદ્ધિ પામે. અનુક્રમે વધેલા અને રમણીઓએ જોયેલા એ રમણીય આકૃતિવાળા વાસુદેવ પોતાના મોટાભાઈની સાથે મિત્રની જેમ રમવા લાગ્યા. જાણે વર્ષાઋતુ અને શરદઋતુના મેઘ એક ઠેકાણે મળ્યા હોય તેમ ત અને શ્યામ શરીરવાળા એ બંને ભાઈએ શેભતા હતા. એગ્યવયે તેમણે લીલા માત્રમાં સર્વ શ શીખી લીધાં “તેવા પુરૂષોને પૂર્વ ભવે અભ્યાસ કરેલી વિદ્યા સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તેમણે ગુરૂની પાસે એવો અભ્યાસ કર્યો કે જેથી તેઓ ગુરૂના જ્ઞાનને જીવાડનાર થઈ પડયા. અનુક્રમે તેઓ લદ્દમીનું વાસગૃહ અને મંત્રતંત્ર વગરનું કામિનીજનને કામણુરૂપ યૌવનવય પામ્યા.
એકદા વિવિધ અતિશયવાળા સ્વયંપ્રભ નામે મુનિ ત્યાં પધાર્યા. તેમણે નગરની બહાર ૧ પૂર્ણિમાને ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org