Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૬]
ચેથા મંત્રીએ બતાવેલ ઉત્તમ માર્ગ [ પર્વ ૫ મું ગિરિ ઉપર કોઈ ગુફામાં આપણા સ્વામીએ સાત દિવસ સુધી રહેવું. ત્રીજા મંત્રીએ કહ્યું કે “આ વાત મને રૂચતી નથી, કેમકે જે અવશ્ય બનાવ બનવાને તે ગમે ત્યાં પણ થશે, તેમાં ફારફેર નહીં થાય. તે ઉપર એક કથા કહું તે સાંભળે આ ભરતક્ષેત્રને વિષે વિજય નામના નગરમાં રૂ મ નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેને કાંઈ પણ સંતાન નહોતું. ઘણી માનતાઓ તથા બાધાઓ કરવાથી છેવટે જવલનશિખા નામની આથી શિખી નામે એક પુત્ર થયો. એક વખતે નઠારા દૈવયોગથી મનુષ્યના માંસપર પ્રીતિવાળે કોઈ દારૂણ રાક્ષસ તે નગરમાં આવીને વસ્યા. તે પ્રતિદિવસ ઘણા મનુષ્યને મારીને તેમનું અલપ માંસ ખાઈ બાકીનું ઠલીયાની જેમ નાખી દેતે હતે. તેની આવી ભયંકર હિંસા જોઈને રાજાએ તેને માટે વચને સમજાવીને કહ્યું “અરે! આવી રીતે થોડા માંસ માટે ઘણા મનુષ્યોને શા માટે હણે છે? વ્યાધ્રાદિક અજ્ઞ પ્રાણુ છે, તે પણ સુધાની શાંતિમાં ઔષધરૂપ માત્ર એક જંતુને જ મારે છે, માટે પ્રતિદિન તારે એક મનુષ્યનું જ ભક્ષણ કરવું અને તે મનુષ્ય નિર્ણય કરેલા વારા પ્રમાણે તારી પાસે સ્વયમેવ આવશે.” રાક્ષસે આ વાર્તા કબુલ કરી એટલે રાજાએ પોતાના નગરમાં રહેલા સર્વ મનુષ્યના વારાને માટે સર્વના નામની ગેળીઓ કરી. તે નામની ગોળીઓમાંથી જેના નામની ગેળી નીકળે તે માણસે નગરની રક્ષા માટે રાક્ષસના ભક્ષણ થવા જવું એમ ઠરાવ્યું. એમ કરતાં કરતાં એકદા દૈવગે તે રૂદ્રમા બ્રાહ્મણના પુત્રના નામની ગેળી નીકળી, અને યમરાજાએ જાણે તેના નામનું ચોપડાનું પાનું ઉઘાડયું હોય તેમ તે નામ વાંચવામાં આવ્યું. આ ખબર સાંભળી તેની માતા જવલનશિખા “હે પુત્ર! હવે શું તું મારા ઘરમાં નહીં રહે? એમ કરૂણ સ્વરે રૂદન કરતી પશુઓને પણ રેવરાવવા લાગી આવે કાને સાંભળી ન શકાય તે કરૂણામય તેની માતાને પકાર તે ઘર નજીક એક મોટા ભૂતના ઘરમાં રહેનારા ભૂતેએ સાંભ. તત્કાળ કરૂણા આવવાથી તેમણે તે માતાને કહ્યું-“હે બ્રાહ્મણી ! તું રૂદન કર નહીં, સ્વસ્થ થા, તારા પુત્રને રાક્ષસની પાસે જવા દે, અમે તેને રાક્ષસની પાસેથી પાછા લાવીશું. જેથી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન નહીં થાય અને તે મરશે પણ નહીં.” જવલનશિખા બેલી-“હે દેવતાઓ! જો તેમ થાય તો ઘણું સારૂં” આ પ્રમાણે તે કહેતી હતી, તેવામાં તે પુરરક્ષકે આવી તે પુત્રને રાક્ષસની પાસે ખેંચીને લઈ ગયા. જે રાક્ષસ દ્વિજપુત્રને ગ્રહણ કરવા આવ્યું તેવામાં પિલા ભૂતો તેને તેથી માતા પાસે હરીને લઈ ગયા. ભયને જોતી બ્રાહ્મણીએ ભય પામીને પિતાના પુત્રની રક્ષા થવાને માટે પર્વતની ગુફામાં તેને પૂરી દીધે. પરંતુ ત્યાં રહેલે કોઈ જાગતે અજગર તે પુત્રને ગળી ગયો. તેથી જે ભાવી છે તે અન્યથા થતું નથી. માટે આ વિષે તપ કરવાનેજ ઉપાય કરે. કારણ કે નિકાચિત કર્મને પણ તપથી ક્ષય થાય છે.”
પછી ચેાથ મંત્રી બે કે “આ નિમિરિઆએ પિતનપુરના રાજાની ઉપર વિત્યાત થશે એમ કહ્યું છે, કાંઈ શ્રીવિજયની ઉપર વિદ્યુત્પાત થશે એમ કહ્યું નથી. તે આજથી સાત દિવસ સુધી કઈ બીજાને આ નગરને રાજ કરો કે જેથી તેની ઉપર વિદ્યુત્પાત થાય. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org