Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૪] ધર્મિલનું વૃત્તાંત
[પર્વ ૫ મું ચંદ્રને પણ કલંક છે, પરંતુ આ સુતારામાં જરા પણ નથી. મેં કદિ પણ તેની પાસે કાંઈ કુવચન કર્યું નથી. તે હે ભગવન ! તેની ઉપર મને આટલે બધે સનેહ થવાનું શું કારણ છે? તે આપ કહો.” પછી ભગવતે સત્યભામા અને કપિલની તથા શ્રી અને શિખિનંદિતા તથા અભિનંદિતાની કથા કહી બતાવી. પછી એ મુનીશ્વરે કહ્યું કે “શ્રીણ, અભિનંદિતા, શિખિનંદિતા અને સત્યભામાં મૃત્યુ પામીને યુગલીઓ થયા હતા. ત્યાંથી મૃત્યુ પામી તે ચારે સૌધર્મ દેવલોકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચ્યવીને શ્રીષેણને જીવ આ અમિતતેજ થે. શિખિન દિતાનો જીવ તેની પત્ની જાતિ પ્રભા થયા. અભિનંદિતાને જીવ શ્રીવિજય થયેલ છે અને સત્યભામાને જીવ આ સુતારા થયે છે. કપિલ આર્તધ્યાને મૃત્યુ પામી અનેક નિઓમાં ભમ્યા અને આર્તધ્યાનથી બાંધેલું કર્મ અકામ નિજાવડે તિયચ નિ અને નારકીમાં ઉત્પન્ન થઈને ખપાવ્યું. પછી ભૂતરત્ન નામની અટવીમાં ઐરાવતી નદીના કાંઠા ઉપર તાપસના અગ્રેસર જટિલ કૌશિક નામના તપસ્વીની પવનવેગ નામની પત્નીથી એ કપિલને જીવ શમિલાયુગના ન્યાયે ધર્મિલ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. આંગણુનાં વૃક્ષેની જેમ તપસ્વીઓએ લાલનપાલન કરેલ ધમિલ અનુક્રમે મેટો થયે એટલે માથે જટા રાખી પિતાના પિતાની પાસે તાપસી દીક્ષા લઈ તેણે બાલતપ કરવાનો આરંભ કર્યો. કેમકે તે કાર્ય તેના પિતુ પરંપરાએ ચાલ્યું આવેલું હતું. હેમંતઋતુમાં પર્વતના પથ્થરો જેમ ઝરણાને સહન કરે, તેમ હિમવડે ભયંકર એવી રાત્રીમાં પડતા શીતળ જળના સંપાતને તે સહન કરવા લાગે. ગ્રીષ્મઋતુમાં મધ્યાહુને માથે સૂર્ય અને આસપાસ પ્રજ્વલિત ધૂણીએ કરીને તે પંચાગ્નિના તાપ સહન કરવા લાગ્યા, જેમાસામાં મેઘની વૃષ્ટિવડે પૂરાયેલી ખીણ અને સરોવરમાં કંઠ સુધી જલમાં રહી અઘાર મંત્રને જપવા લાગ્યા. અપકાય અને પૃથ્વીકાય વેને પીડા કરવામાં ઉછખલ થયેલા ધમિલે વાપી, ફૂપ અને સરોવરો ખાવા અને ખેડાવ્યા. બાલકની પેઠે અલ્પ બુદ્ધિવાળા તેણે દાતરડા ને કુહાડા લઈ કૃષિકારની જેમ પોતાની મેળે ઘણું સમિધ અને દર્ભ છેદી નાખ્યા. વળી ધુણ જાતના જીના દાહથી અને પતંગના પડવાથી થતા પાપમાં નિર્ભય થઈ તેણે ધર્મની સઘડીએ કરી અને માર્ગમાં દીપદાન કરવા માંડ્યાં. ભેજનની પહેલાં અતિથિની જેમ કાગડા વિગેરે દુષ્ટ તિર્યંચને તેણે પિંડદાન આપ્યાં. વડ, પિપળા અને અરિઠા વિગેરે વૃક્ષોને તેણે દેવીની પેઠે પૂજ્યા અને વાંધા. ગાની પૂજા કરી, પૂરા સહિત જલવડે વૃક્ષોનું સિંચન કર્યું, અને સ્થાને સ્થાને જલની પરબે બાંધી. આ પ્રમાણે એ મુગ્ધબુદ્ધિ ધમિલે પૂર્વોક્ત સર્વ કાર્ય ધર્મબુદ્ધિથી કરતાં કરતાં ઘણું કાલ નિર્ગમન કર્યો અને તેથી પ્રયાસ માત્ર ફળ મેળવ્યું. એક વખતે મહદ્ધિકની જેમ વિમાનપર બેસીને આકાશમાર્ગે જતે એક વિદ્યાધર તેને જોવામાં આવ્યું તેને જોઈ “આ તપના ફલથી હું ભવાંતરે આવો થાઉં” એવું તેણે નિયાણું કર્યું અને અનુક્રમે મૃત્યુ પામ્યા. ત્યાંથી ચમચંચા નગરીમાં વિદ્યાધરના રાજા ઇંદ્રાશનિની આસુરી નામની પત્નીથી તું પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વ જન્મના સંબંધથી સુતારાની ઉપર તને ગાઢ સનેહ ઉત્પન્ન થયે. કેમકે પૂર્વ જન્મના સંસ્કાર સેંકડે જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org