Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૨] મહાજવાળા વિદ્યાને પ્રભાવ.
[ પ પ મું અશનિઘોષના કુમારને મારથી પીડીત કરીને લગ્ન કરી દીધા. એ પ્રમાણે જેઈને વજીના જેવી ગદા ઉપાડી પિતાના ભગ્ન થયેલા કુમારને તિરસ્કાર કરતો અને શત્રુઓને ત્રાસ પમાડતે અશનિઘોષ, વરાહ જેમ નાના સરેવરમાં અને મંદરાચલ જેમ સમુદ્રમાં પેસે તેમ વિદ્યા અને ભુજાના પરાક્રમથી પ્રકાશિત થઈ શત્રુઓના સૈન્યમાં પેઠે. તત્કાળ તેણે અમિતતેજના પુત્રોને ભગ્ન કરી દીધા. મનસ્વી અને સામસામે બદલે તત્કાળ આપે છે. સુતારાના શ્રા (ભત્રીજાઓને ભગ્ન થયેલા જોઈને શ્રીવિજય “ઉભે રહે, ઉભે રહે” એમ બેલતે પિતે અશનિઘોષની સાથે યુદ્ધ કરવા આવ્યું. બન્ને વીરે પરસ્પર ગાજતા, તિરસ્કાર કરતા પિતાની શઅશક્તિ અને વિદ્યાશક્તિ બતાવતા, અતિ ચાલાકીથી એક બીજાના પ્રહારને વંચતા અને સુરઅસુરોએ જેવાતા મોટું યુદ્ધ કરવા લાગ્યા. પછી પરાક્રમી શ્રી વિજયે ક્રોધ કરીને ખગવતી કેળની જેમ અશનિઘોષના બે કટકા કરી નાંખ્યા. એટલે તે બંને કટકામાંથી વડમાંથી વડવાઈની જેમ સિન્યને ભયંકર એવા બે અશનિષ થયા. તે બને અશનિઘોષના બે બે ભાગ કર્યા છે તેમાંથી ચાર ઉદ્ધત અશનિષ થયા. તે ચારના બે બે ભાગ કર્યા, તે તેમાંથી આઠ અશનિઘોષ થયા. એ પ્રમાણે જેમ જેમ તેના ખંડ કર્યા તેમ તેમ શાળિના છોડની જેમ હજાર અશનિઘોષ થઈ ગયા. ઘણા અશનિષથી વિંટાઈ રહેલે પતનપુરને રાજા વાદળાં વડે વીંટાઈ રહેલા વિંધ્યાદ્રિ પર્વતના જેવો દેખાવા લાગે. એવામાં અશનિષને છેદી છેદીને શ્રીવિજય શાંત થઈ ગયે, તેવામાં મહાજવાળા વિદ્યાને સાધીને અમિતતેજ ત્યાં આવ્યો. પ્રતાપી ઉગ્ર તેજવાળા અમિતતેજને આવતે જોઈ સિંહથી મૃગલાની જેમ અશનિષના સૈનિક જીવ લઈને નાઠા. “દુષ્ટ શત્રુઓને નાસવા પણ દેવા નહીં” એવું ધારી તેણે સાધેલી મહાજવાળા વિદ્યા તેમની ઉપર છે. તે મહાવિદ્યાથી સાં મોહ પામીને સર્વ શત્રુઓ અમિતતેજને શરણે આવ્યા. ગંધહસ્તીના મદની ગંધથી બીજા હાથીઓ જેમ ભાગી જાય તેમ અમિતતેજને જોતાંજ અશનિષ ઉખલ થઈ નાઠે. અમિતતેજે મહાજવાળા વિદ્યાને કહ્યું કે “આ દુરાત્માને તારે દૂરથી પણ અહીં પકડી લાવો.” તત્કાળ સર્વ વિદ્યાનો અંત કરનારી એ મહાવિદ્યા કેપ પામેલા કાળની જેમ અશનિઘષની પછવાડે દેડી. તેનાથી પલાયન થતાં અશનિઘેષને કેઈ ઠેકાણે પણ શરણ મળ્યું નહીં. છેવટ શરણની ઈચ્છાએ તે દક્ષિણ ભરતાદ્ધમાં પેઠે. તેના-સિમાંતગિરિપર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં સમોસરણને ઠેકાણે એક ગજવજ સ્થાપના કરેલ હતા, પૂર્વ સાગરને કાંઠે આવેલા તે ગિરિની ઉપર કુશલ દયાનને ધરનારા બલદેવ મુનિ એક રાત્રિની પ્રતિમા સ્વીકારીને રહ્યા હતા. તેજ રાત્રિએ ઘાતિકર્મને છેદ થવાથી તે મહામુનિને વિશ્વસંક્રમમાં દર્પણરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેમના કેવળજ્ઞાનને મહિમા કરવાની ઈચ્છાએ જાણે નીમાયેલા અધિકારી હોય તેમ સુરઅસુરે ત્યાં આવ્યા હતા અને અભિનંદન, જગનંદન, જવલનજી, વિજટી, અકઝીતિ, પુષ્પકેતુ અને વિમલમતિ વિગેરે ચારણ મુનિએ પણ ત્યાં આવી બલદેવ મુનિને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાસે બેઠા હતા. તે સમયે મહાજવાળા વિદ્યા પાછળ આવવાથી ભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org