Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લા ]
અલભદ્ર મુનિને અશનિધાષે કરેલ વિજ્ઞપ્તિ
[ ૨૨૩
પામેલા અનિર્દેષ તત્કાલ સમતારૂપ અમૃતનાદ્રરૂપ તે અચળ મુનીશ્વરને શરણે ગયા. મહાજ્વાળા અનિશ્વેષને ત્યાં બેઠેલા જોઈ પાછી વળી ગઈ. કેમકે કેવળીની સભામાં ઇંદ્રના વજ્રની પણ સ્મૃતિ થતી નથી. પેાતાના નિષ્ફળપણાથી લંજા પામેલી તે વિદ્યાએ આવી, અમિતતેજને સવ વૃત્તાંત કહી આપ્યું. તે વૃત્તાંત સાંભળી મેધધ્વનિથી મયૂરની જેમ અમિતતેજ અને શ્રીવિજય રાજા ઘણા ખુશી થયા. પછી એ નગરીમાંથી સુતારાને શીઘ્ર લઈ આવવાની મરિચિને આજ્ઞા કરી અને ઉત્કંઠાથી પૂરાયેલા હૃદયવાળા અમિતતેજ અને શ્રીવિજય સૈન્ય સહિત પવનવેગી વિમાનવી સીમાદ્રિષર સત્વર આવી પહોંચ્યા ત્યાં પ્રથમ ઋષભનાથ પ્રભુના બિંબને વાંઢીને પછી ખલદેવમુનિને વંદના કરી તેમની આગળ તે બેઠા.
અહી રિચિ ચમરચ'ચા નગરીમાં પ્રવેશ કરી અનિષેાષને ઘેર તેની માતાની પાસે આન્યા; ત્યાં હિમપીડિત નલિનીના જેવી, પંકમગ્ન કમલિનીના જેવી, દાવાનલે દુગ્ધ થયેલી લતા જેવી, પાસમાં ખંધાયેલી મૃગલી જેવી, ઝાખી પડેલી ચદ્રલેખા જેવી, કિનારાપર પડેલી માછલી જેવી, ખ'ધને પડેલી હાથણી જેવી અને મરૂદેણુમાં રહેલી હુંસલી જેવી અત્યંત દુઃખી, ઊપવાસ કરતી મને મંત્રની પેઠે પતિના નામનું સ્મરણ કરતી સુતારા તેના જોવામાં આવી. રિચિએ અનિધેાષની માતાને કહ્યું કે ‘અમિતતેજે સુતારાને લાવવાને માટે મને આજ્ઞા કરી છે.' એટલે અનિર્ધાષની માતા સુતારાને લઈને જ્યાં તેના પતિ હતા ત્યાં અચળ ખળભદ્ર કેવળીની સભામાં આવી અને જાણે થાપણુ રાખેલી હોય તેમ તે નિર્દોષ સુતારા, શ્રીવિજય અને અમિતતેજને અર્પણ કરી. પછી તે પ્રસન્ન થઈ ભગવાન મળદેવ કેવળજ્ઞાનીને વાંદી ચેાગ્ય સ્થાને બેઠી. તે વખતે અનિદ્યાષે નર અને વિધાધરના ઇંદ્ર એવા શ્રીવિજય અને અમિતતેજને મીઠાં વચનથી ખમાવ્યા.
તે સભામાં એ પ્રમાણે સવે શાંત વૈરવાળા થઈ ગયા, પછી મચલ સ્વામીએ તેમની શુદ્ધિ કરનારી દેશના આપી. દેશનાને અંતે અનિંદ્યેાષે લલાટે અંજલિ જોડીને ખલભદ્રમુનિને વિજ્ઞપ્તિ કરી—“ હે મુનિવય ! પાતાના સ્થાનમાં રહેલી આ સુતારાને હાર્થી જેમ કમલનીને હરે, તેમ મેં કાંઈ દુષ્ટ મનથી હરી નહેાતી; પરંતુ પૂર્વે એકવાર હું. ચમરચા નગરીથી ભગવાન જયંત મુનિના સ્થાનમાં ગયેા હતા અને ત્યાં નિવાસ કરીને મે' ભ્રમરની પેઠે કાંઈક ગણગણુતાં સાત ઉપવાસ કરીને ભ્રામરી વિદ્યા સાધી હતી. ત્યાંથી પાછા ફરતા જ્યેતિવ નમાં શ્રીવિજયની પાસે રહેલી આ સુતારા જોવામાં આવી, તેને જોવામાત્રથીજ તેની ઉપર ક્રાઈ હેતુવડે મને અકથ્ય સ્નેહ ઉત્પન્ન થયા. પછી મે ચિ'તળ્યું કે આ રમણી વિના હું અહીંથી જઈ શકીશ નહી', કેમકે મારૂ મન જાણે બધાઈ ગયુ` હોય તેમ તેને લઈ. જવાને ઉત્કંઠિત થાય છે. પણ શેષનાગના મસ્તક પર રહેલા મણિની જેમ આ બળવાન શ્રીવિજયની પાસેથી આ શ્રી હરી શકાય તેમ નથી. પછી પ્રતારણી વિદ્યાથી શ્રીવિજયને માહિત કરી સમળી જેમ હારલતાને હરે, તેમ મેં તેનુ હરણુ કર્યુ”, તે અનિતિ સુતારાને મેં માતાની પાસે રાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org