Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૮] અશનિઘોષે કરેલ સુતારાનું હરણ
[પર્વ ૫ મું કીડા કરતે એક નેત્રનું હરણ કરે તે મનહર સુવણને મૃગ વિકર્યો. જાણે ઇંદ્રનીલમણિની હાય તેવી ખરીઓ અને શીંગડાથી અને નીલકમળના જેવા વિલાસ કરતાં બે લેચનથી તે શેભતા હતા, દેહની પીળી કાંતિથી જાણે સૂવર્ણમય હોય તે લાગતું હતું, અને ફાળ ભરવાથી આકાશને તથા ચરણપાતથી ભૂમિળને મંડિત કરતા હતા. તે સુંદર મૃગને જોઈ દેવી સુતારાએ પોતાના પતિને કહ્યું-“સ્વામી! આ મૃગ લાવે, તે મારે કીડા કરવાને ચગ્ય છે.” કાંતાના કહેવાથી જાણે વાયુનું જુદું પડેલું વાહન હોય તેમ તે પવનવેગી મૃગની પાછળ રાજા વેગથી ડો. સરિતાના પ્રવાહની પેઠે કઈ ઠેકાણે વક્ર અને કઈ ઠેકાણે સરલ થઈને ચાલતે તે મૃગ જરાપણ ખલના પામ્યા વગર રાજાને હર લઈ ગયો. ક્ષણવારે દશ્ય, ક્ષણવારે અદશ્ય, કેઈવાર પૃથ્વીપર, અને કઈવાર આકાશમાં ચલાતે તે મૃગ દેવકૃત માયાની જેમ પકડવાને અશક્ય થઈ પડયો, શ્રીવિજ્ય કર ગયે. એટલે અશનિષ હળવે હળવે આવીને વનદેવીની પેઠે એકલી રહેલી સુતારાને હરી ગયા.
૫છી પ્રસારણી વિદ્યાના પ્રભાવે એ દુરાત્માએ બીજું સુતારાનું રૂપ કરીને “મને કુકકુટ સપે ડશી” એ કૃત્રિમ પોકાર કર્યો. તે પોકાર સાંભળતાંજ રાજા હરિને છોડી પાછા વળે. વિદ્વાને શ્રેમ હોય તે છતાં ચાગને માટે તત્કાળ તત્પર થાય છે. પૃથ્વી પર આળોટતી અને શરીરે પીડાતી સુતારાને જોઈને રાજાએ મણિ મંત્ર અને ઔષધીના અનેક ઉપચાર કર્યા. જેઓની પ્રથમ પ્રતીતિ જોયેલી હતી, તેવા પણ તે સર્વ ઉપચાર દુર્જન પુરૂષમાં ઉપકારની જેમ નિષ્ફળ થઈ ગયા. જેના નેત્રકમળ બીડાઈ ગયાં હતાં, વદનછબી વિવર્ણ થઈ ગઈ હતી, ઉરૂયુગળ અને સ્તનયુગળ કંપતા હતા, અને જેનાં સર્વ અંગઉપાંગના સંધિ અને અસ્થિબંધન શિથિલ થયા હતા–એવી સુતારા રાજાના જોતા જોતામાં કાળધર્મ પામી. પિતાની પ્રિયાને ગતપ્રાણા જઈ રાજા પણ ગતપ્રાણ થયે હેય તેમ નિ:સં થઈ મૂછ પામીને પૃથ્વી પર પડયો. ચંદનને રસ મસ્તકપર સિંચતાં પુનઃ ચૈતન્યને પ્રાપ્ત થયેલ તે આ પ્રકારે ઉંચે સ્વરે વિલાપ કરવા લાગ્ય-“અરે! હે મનેરમા! તને લઈ જનારા દેવે મને લુંટી લીધે. હે પ્રિયા! તારા પ્રાણથીજ મારું જીવિત હતું. હાલી ! કાંતા તારા વિના હવે આ માણસ શોકના ભારથી આધારભૂત સ્તંભ વગરના જીણું ગૃહની જેમ તત્કાળ પડી જશે. અરે! મારી વલ્લભાને લેભાવનારા સુવર્ણ મૃગે વલ્લભાની આજ્ઞા પાળવામાં તત્પર આ જડ પુરૂષને ઠગી લીધે. મારી પ્રિયાને પ્રત્યક્ષ જેવાને તક્ષક નાગ પણ સમર્થ નથી; તે આ કુકટ સર્પની. શી બિશાત! પરંતુ અહા! દેવ બળવાન છે. તે હવે દયિતાની પછવાડે જવા માટે અગ્નિમાં બળી મરી પ્રાણ છેડીને આ પ્રસરતા દેવનું કાંઈ ઉણું હોય તે હું પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિલાપ કર્યા પછી રાજાએ એક ચિતા રચી, અને રતિમંદિરની શય્યાની પેઠે એ ધીર વીરે સુતારાની સાથે પિતે બેસીને તેને અલંકૃત કરી. પછી જેવો તેમાં અગ્નિ પ્રજવલિત કરીને બળવાને આરંભ કરે છે તેવામાં બે વિદ્યારે ત્યાં આવ્યા. તેમાંથી એક જણે અભિમંત્રિત જળવડે ચિતાનું સિંચન કર્યુંત્યાં તે તેમાંથી અટ્ટહાસ્ય કરતી પ્રતારણી વિઘા જે સુતારાનું રૂપ કરીને રહી હતી તે પલાયન કરી ગઈ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org