Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ] શ્રી વિજયને થયેલે બચાવ
[૨૧૭ કરવાથી આપણું દુરિત નાશ પામે.” આ વિચાર સાંભળી હર્ષ પામેલા નિમિત્તિએ તે મંત્રીની પ્રશંસા કરી કે “મારા નિમિત્તજ્ઞાનથી પણ તમારૂ મતિજ્ઞાન અધિક છે, માટે આ અનર્થને પરિહાર કરવાને આ કાર્ય શીઘ્રતાથી કરે; અને આજથી સાત દિવસ સુધી રાજા ચૈત્યમાં શ્રી જિનપૂજામાં તત્પર થઈને રહે.” તે સમયે હું બે -“જે કોઈ પુરૂષને આ રાજ્ય ઉપર અભિષેક કરશું તે નિરપરાધી પુરૂષને પ્રાણ નાશ થશે, તે તે પણ ચિંતનીય છે, કારણ કે ઇંદ્રથી માંડીને કીડી સુધી સર્વ પ્રાણીઓને પ્રાણ તજવા બહુ મુશ્કેલ છે. તે મારા જોતાં છતાં બીચારો કેઈ રાંક પુરૂષ મૃત્યુ પામે તે કેવા ખેદની વાત છે! અમે બીજાના પ્રાણનું રક્ષણ કરવાનું જ વ્રત લઈને બેઠા છીએ, તે અમેજ પિતાના જીવિતને માટે બીજાને ઘાત કેમ કરી શકીએ?” રાજાનું આવું કથન સાંભળી મંત્રીઓ બોલ્યા–“હે દેવ! આપણે બે કાર્ય કરવાનાં છે કે આપની ઉપર આવી પડેલ આ અનર્થ દૂર થાય અને કેઈ પ્રાણીને વધ પણ ન થાય તે તેને ઉથાય એ છે કે વૈશ્રવણની પ્રતિમાને રાજ્ય ઉપર અભિષેક કરે, તમારી પેઠે સર્વ જન સાત દિવસ તેની સેવા કરશે, દિવ્ય શક્તિથી કદિ તેની ઉપર કાંઈ પણ ઉપસર્ગ ન થાય તે વધારે સારું છે અને કદિ થાય છે તેથી પ્રાણવધનું પાપ લાગશે નહીં.” આ વિચાર મને ઘટિત લાગવાથી હું જિનમંદિરમાં જઈ પૌષધ વ્રત ગ્રહણ કરીને દર્ભના સંતારક ઉપર બેઠે. પછી સર્વ મંત્રીઓ વૈશ્રવણની પ્રતિમાને રાજ્યાભિષેક કરી રાજાની જેમ તેની પાસે વર્તવા લાગ્યા. સ્વામીના હિતને માટે બુદ્ધિવંતજને બીજા સાથે પણ સ્વામીની જેમ વર્તે છે. અનુક્રમે સાતમો દિવસ આવ્યું, ત્યારે મધ્યાહૂન કાળે આકાશમાં ગજના કરતા પ્રલયકાળના જે દારૂણ મેઘ ચડી આવ્યું. થોડીવારમાં તે ઘેર મેઘમાંથી બ્રહ્માંડને ફેડે તે શબ્દ કરતે વિધાત રાજયપર બેસાલી પેલી યક્ષપ્રતિમાની ઉપર પડ્યો. જે વખતે યક્ષ ઊપર વિદ્યુત્પાત થયે, તેજ વખતે નિમિત્તિઓની ઉપર અંતઃપુરના લેકેએ કરેલી રત્નાદિકની વૃષ્ટિ થઈ. મેં પણ અખંડ સમૃદ્ધિવાણું પધિનીખંડ નગર આપીને તે નિમિત્તિઓને વિદાય કર્યો. અને તે યક્ષની મૂતિ દિવ્ય રત્નમય નવીન બનાવી આપી. કારણ કે તે મારી વિપત્તિમાં બંધરૂપ થઈ હતી. મારા વિઘની શાંતિ થવાથી આજે નગર જન અને અમાત્ય હર્ષથી સત્સવ શિરોમણિ આ મહોત્સવ કરે છે.”
આ વૃત્તાંત સાંભળી અમિતતેજે હર્ષથી પિતાની બેન સુતારાની વસ્ત્રાલંકારના દાનવડે પૂજા કરી. સુતારા અને શ્રીવિજયની પાસે કેટલેક કાળ રહીને અમિતતેજ પિતાના નગરમાં ગયે. એક વખતે શ્રી વિજય રાજા કીડા કરવાના કૌતુકથી સુતારાને લઈને તિર્વન નામના વનમાં ગયે. તે વખતે કપિલને જીવ અશનિષ વિપ્રતાર વિદ્યા સાધીને આકાશમા આવ્યું. ત્યાં પતિની સાથે ક્રીડા કરતી પિતાની પૂર્વ જન્મની સ્ત્રી સુલેચના સુતારા તેના જેવામાં આવી. પૂર્વ જન્મના સંસ્કારથી સંબંધને નહીં જાણતાં છતાં પણ અશનિઘેશે. પિતાની સ્ત્રીની જેમ તે સુતારાની ઉપર જાગેલા અનુરાગથી તેને મેળવવાની ઉત્કંઠા કરી. પછી વિદ્યાના બલથી તે ક્રીડા કરતા સ્ત્રી પુરૂષની આગળ તેણે દિવ્ય કંદુકની જેમ છલૈંગ મારીને B - 28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org