Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૬] સનસ્કુમારનું વૃત્તાંત
[પર્વ ૪ થું હાવભાવ કરતી સ્વયંવર માળાની જેવી મદાલસ દષ્ટિએ તેમના પર નાખવા લાગી; તેથી વક્તાઓમાં મુખ્ય એવા આર્ય પુત્ર તેમને ભાવ પ્રગટ કરવાની ઈચ્છાથી તેમની પાસે જઈને અમૃત જેવી મધુર વાણી વડે બેલ્યા- “તમે કયા મહાત્માની કુલભૂષણ પુત્રીઓ છે? અને શા હેતુવડે તમે આ અરયને અલંકૃત કરેલું છે ?” તેમણે કહ્યું-“હે મહાભાગ! વિદ્યાધરોના રાજા શ્રીમાન ભાનુવેગની અમે આઠ કન્યાએ છીએ અને અહીંથી નજીક અમારા પિતાની ઉત્તમ નગરી છે, માટે કમલિનીમાં રાજહંસની જેમ તમે વિશ્રાંતિ લેવાને માટે તેને અલંકૃત કરો.” આવાં તેમનાં નમ્ર વચનથી તમારા મિત્ર તે નગરીમાં આવ્યા. તે વખતે જાણે સંધ્યાવિધિ કરવા જતો હોય તેમ સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં મગ્ન થઈ ગયે. તે આઠ કન્યાઓને માટે વર શેધવાની ચિંતારૂપ શલ્યથી પિડાતાં તેમના પિતાને વિશલ્ય કરવાની ઔષધિરૂપ તમારા મિત્રને તે કન્યાઓએ અંતઃપુરના પુરૂષની સાથે તેમના પિતાની સમીપે મોકલ્યા. તેમને જોઈ ભાનુવેગ વિદ્યાધરે ઉભા થઈ આદર આપીને કહ્યું- “બહુ સારું થયું અને આજે અમારૂં ગૃહ પવિત્ર થયું, કે જેથી તમારા જેવા પુણ્યરાશિ પુરૂષ તમારા ભાગ્યવડે અહીં સ્વયમેવ પધાર્યા. તએ આકૃતિથીજ કઈ મેટા વંશમાં ઉત્પન્ન થયેલા વીર પુરૂષ છે તેમ જણાઓ છે. કેમકે ક્ષીરસાગરમાંથીજ ચંદ્રનો જન્મ હોવો જોઈએ એવું તેની મૂર્તિથીજ અનુમાન કરાય છે. આ કન્યાઓના તમે ગ્ય વર છે, તેથી હું પ્રાર્થના કરું છું કે આ મારી આઠ કન્યાઓનું તમે પાણિગ્રહણ કરે. કારણકે સુવર્ણમાં જ રત્ન જડાય છે.”
આ પ્રમાણેની ભાનુવેગની પ્રાર્થનાથી આર્યપુત્ર આઠ દિશાઓની લમીની જેવી તે આઠ કન્યાઓને વિધિપૂર્વક પરણ્યા, પછી તેઓની સાથે રતિગૃહમાં જઈને કંકણબંધ સહિત રત્નપલંગ પર નિદ્રાસુખ અનુભવવા લાગ્યા. તેવામાં તેમને નિદ્રાથી પરાજિત થયેલા જોઈ અસિતાક્ષ યક્ષે આવી ત્યાંથી ક્ષણવારમાં ઉપાડીને બીજા સ્થાને ફેંકી દીધા, બલવાથી પણ છળ ઘણું બળવાન છે. જાગ્રત થયા પછી કંકણ સહિત પોતાના શરીરને અરણ્યમાં એકાકી ભૂમિપર પડેલું જોયું એટલે આ “શું થયું !” એમ તમારા મિત્ર આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યા. પછી એકાકી પણ અટવીમાં પૂર્વવત્ અટન કરતા સાત માળને અને આકાશ સુધી ઉચે એક પ્રાસાદ તેમના જેવામાં આવ્યું. શું આ કોઈ માયાવીને માયાવિલાસ હશે! એમ વિચાર કરતાં આર્યપુત્ર તે પ્રાસાદની નજીક આવ્યા. ત્યાં ટીટેડીની જેમ કરૂણ સ્વરે વનને પણુ રૂદન કરાવતું કેઈ સ્ત્રીનું રૂદન તેમના સાંભળવામાં આવ્યું. તે સાંભળી દયાવીર આર્ય પુત્ર નક્ષત્રના વિમાનની ભ્રાંતિ આપતી એ પ્રાસાદની સાતમી ભૂમિકા સુધી ચડ્યા. ત્યાં “હે કુરુવંશી સનસ્કુમાર ! જન્માંતરમાં પણ તમે જ મારા ભર્તા થજે.” આ પ્રમાણે વારંવાર કહેતી અને નેત્રમાં અણુ લાવી નીચું મુખ કરી રહેલી એક લાવણ્યવતી કન્યા તમારા મિત્રના જોવામાં આવી. પિતાનું નામ સાંભળી મારી સાથે સંબંધ ધરાવનાર આ કેણ હશે” એમ શંકા કરતા તે આર્યપુત્ર પ્રત્યક્ષ ઈષ્ટદેવતા હોય તેમ તે સ્ત્રીની આગળ આવીને બેલ્યા “હે ભદ્ર! તું કોણ છે? તે સનસ્કુમાર કોણ છે? તું અહીં કેમ આ શી છે? અને તારે શું દુઃખ આવી પડ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org