Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મે
સનત્કૃમારનું વૃત્તાન
| ૧૯૭
જેથી તું તેનુ સ્મરણ કરતી રૂદન કરે છે?’ આવાં તેમના વચનથી તે ખાલિકા તત્કાળ હ પામી અને જાણે અમૃત વર્ષાવતી હોય તેવી મધુર વાણીએ મેલી. ‘ સાકેતપુર નગરના અધિપતિ સુરાષ્ટ્રરાજા અને દેવી ચંદ્રયશાની સુનંદા નામે હું પુત્રી છું અને કુરૂવંશ રૂપી આકાશમાં સૂર્ય સમાન તેમજ રૂપથી કામદેવને તિરસ્કાર કરનાર સનત્કુમાર નામે અશ્વસેનરાજાના પુત્ર છે. એ મહાભુજ મનેરથ માત્ર વડેજ મારા ભત્તુર થયા છે. અને મારા માતાપિતાએ પણ જળ મૂકીને મને તેમનેજ આપી છે. મારે વિવાહ થયા પછી કાઈ એક વિદ્યાધર પરદ્રવ્યનું' ચાર હરણ કરે તેમ મને મારા સ્થાનમાંથી ઉપાડીને અહીં લઈ આન્યા છે. અહીં આવી આ પ્રસાદ વિષુવી, મને અહીં મૂકીને તે વિદ્યાધર કોઈ ઠેકાણે ચાલ્યેા ગયેા છે. હવે આગળ શુ થશે તે હુ' જાણતી નથી. ” આ પુત્રે કહ્યુ “ અરે ભીલેચના ! હવે તું ખીહીશ નહીં; જેનુ' તુ' સ્મરણ કરે છે તેજ હુ કુરૂવ ́શી સનકુમાર છું.” તે ખેલી - હે દેવ ! તમે ચિરકાળે દૃષ્ટિમાગે આવ્યા છે. દૈવે મને આજે સુરસ્વપ્નની જેમ તમારૂ દર્શન કરાવ્યુ છે.”
આ પ્રમાણે તે અને વાર્તાલાપ કરતા હતા, તેવામાં ક્રોધથી રાતા નેત્રવાળે વાવેગ નામે વિદ્યાધર વાની જેવા વેગથી ત્યાં આવી પહેાંચ્યા. તત્કાળ તે વિદ્યાધરે આય પુત્રને ઉપાડી ઉછળતા ખેચરના ભ્રમને આપે તેવી રીતે આકાશમાં ઉછળ્યા, તે વખતે હા નાથ! ધ્રુવે મને મારી નાખી ” એમ ખેલતી તે ખાળા સડી ગયેલા પાંદડા પેઠે પૃથ્વીપર પડી ગઈ; તેવામાં તેા તત્કાળ આ પુત્રે ક્રોધ કરી વાજેવા પરાક્રમથી મસ્તકની ઉપર મુષ્ટિ મારે તેમ મુષ્ટિપ્રહારવર્ડ તે દુરાશય વવેગને મારી નાખ્યું; અને ચંદ્રની જેમ નેત્રરૂપ કુમુદને આનંદ આપતા આ પુત્ર કિંચિત્ પણ અંગભંગ વગર તે બાળાની પાસે આવ્યા. પછી તેને આશ્વાસન આપી એ બુદ્ધિમાન વારે તરતજ તેની સાથે પાણિગ્રહણ કર્યુ. તે વખતે નિમિત્તીમએએ
6
આ સ્રી રત્ન થશે' એવી સૂચના કરી.
તેવામાં વાવેગની વધ્યાવળી નામે એક સહાદર એન પેાતાનાં ભાઈના વધથી કેપ કરીને ત્યાં આવી, ‘ પણ જે તારા ભાઈના વધ કરશે તે તારેા ભર્તા થશે.' એવું જ્ઞાનીઓનું વચન સ્મરણ કરીને તે ક્ષણવારમાં શાંત થઇ ગઈ. “ પેાતાના લાભ કયા કાર્યાંથી ન વધે ? બધાથી વધી પડે.” પછી જાણે ખીજી જયલક્ષ્મી હેાય તેમ સ્વય'વર-પરાયણ એવી તે કુમારિકા આ પુત્રને પતિ કરવાની ઈચ્છાએ ત્યાં ઉભી રહી. તેથી આનંદ પામીને સુનંદાએ આ`પુત્રને કહ્યુ', એટલે તમારા મિત્ર એ રાગી બાળાને ગાંધČવિવાહથી ત્યાં તરતજ પરણ્યા. તે વખતેજ ત્યાં કઈ એ વિદ્યાધરાએ આવી અશ્વસેનના કુમારને અખ્તર સહિત મહારથ આપીને કહ્યુ` કે “ સપને ગરૂડ મારે તેમ તમે વાવેગને મારી નાખ્યા, તે ખખર સાંભળીને તેને પિતા અશનિવેગ કે જે દિગ્ગજના જેવા પરાક્રમવાળે અને સર્વ વિદ્યાધરાના રાજા છે તે વિદ્યાધરાના સૈન્યથી દિશામેાને આચ્છાદન કરતા, ક્રોધ રૂપી ક્ષારજળના સાગર થઈને તમારી સાથે યુદ્ધ કરવાને માટે આવે છે, તેથી અમારા પિતા ચંદ્રવેગ અને ભાનુવેગે પ્રેરેલા અમે બન્ને તમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org