Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭ મ] સનકુમારનું રૂપ જેવાને બે દેવતાઓનું પૃથ્વી પર આગમન [૨૦૧
આ પ્રમાણે સનકુમારને અભિષેક કરીને દેવતાઓએ દિવ્ય વસ, અંગરાગ, નેપથ્ય અને માલાવડે તેમને અલંકૃત કર્યા. પછી હર્ષ પામેલા કુબેરે તેમને મદાંધી ગજરત્ન ઉપર બેસારી હસ્તીનાપુરમાં પ્રવેશ કરાવ્યું અને પિતાની અલકાનગરીની જેમ હસ્તીનાપુરને સમુદ્ધિથી પૂર્ણ કર્યું. ત્યારપછી ચક્રવર્તી એ વિદાય કરેલા કુબેર વિગેરે પિતાને સ્થાનકે ગયા. દેવકૃત અભિષેક થઈ રહ્યા પછી બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓએ તથા બીજા સામંતાદિકોએ પિતાની સંપત્તિરૂ૫ વલ્લીમાં નીક રૂપ ચક્રીપણાને અભિષેક કર્યો. તે અભિષેકના બાર વર્ષ પર્યત ઉત્સવથી આખું હસ્તીનાપુર બાર વર્ષ સુધી દંડ, દાણ અને રાજસુભટેના પ્રવેશથી રહિત થયું. કર વિગેરેથી જરાપણ નહીં પીડતા એવા અને અદ્ધિમાં ઇંદ્ર સમાન એવા સન. કુમારે પોતાની પ્રજાનું પિતાની જેમ પાલન કર્યું. આ ત્રણ જગતમાં તેના જેવો પ્રતાપવાન અને અપ્રતિમ રૂપવંત કઈ બીજે થયે નથી.
એક વખત સુધર્મા સભમાં રત્નમય સિંહાસન પર બેસી શદ ઇદ્ર સૌદામની નામે નાટક કરાવતો હતો. તે વખતે સર્વના રૂપને પરાભવ કરનારા એવા પિતાના નિર્દોષ રૂપથી ૫ર્ષદામાં બેઠેલા દેવતાઓને વિસ્મય કરતા અને દેહની પ્રભાથી તે વર્ગના વાસી સર્વ દેના તેજને ઢાંકી દેતે સંગમ નામે કઈ દેવ ઈશાન કહ૫થી કાંઈ કાર્ય પ્રસં. ત્યાં આવ્યું. ક્ષણવારે તેના ગયા પછી દેવતાઓએ શક્ર ઇદ્રને પૂછ્યું-“આ દેવને આવું કેત્તર તેજ અને આવું અનુપમ રૂપ કેમ પ્રાપ્ત થયું હશે? શકેંદ્ર બેલ્યા–“તેણે પૂર્વ જન્મમાં અચાન્સ વદ્ધમાન તપ કરેલું છે, તેથી તેને આવું રૂપ અને તે જ પ્રાપ્ત થયું છે.” દેવતાઓએ ફરીવાર પૂછયું
આના જે કઈ બીજે પુરૂષ આ જગતમાં હશે?' સૌધર્મપતિ બાલ્યા–“કુરૂવંશમાં શિરોમણિ સનકુમાર ચક્રવર્તીનું જેવું રૂપ છે તેવું રૂપ કઈ બીજે ઠેકાણે દેવમાં કે મનુષ્યમાં નથી” તે સાંભળી વિજય અને વિજયંત નામના બે દેવતાને તે રૂપની પ્રશંસાપર શ્રદ્ધા નહીં આવવાથી તેઓ પૃથ્વી પર આવ્યા અને તેમનું રૂપ જેવાને માટે તેઓ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજદ્વારમાં આવી દ્વારપાલની પાસે ઉભા રહ્યા. તે વખતે સનકુમાર સર્વ વેશ ઉતારી અંગપર અભંગ કરાવી સ્નાન કરવાનો આરંભ કરતા હતા. તે સમયે દ્વારપાલે આવી દ્વાર ઉપર રહેલા તે બે બ્રાહ્મણની ખબર આપી. એટલે ન્યાયવતી ચક્રવતીએ તે વખતે પણ તેમને પ્રવેશ કરવાની આજ્ઞા આપી. તેઓ ત્યાં આવી રાજાને જોઈ મનમાં વિસ્મય પામી મસ્તકને ધુણાવી ચિંતવવા લાગ્યા–“અહો ! શું સુંદર સ્વરૂપ છે? આનું લલાટ તે અષ્ટમીના ચંદ્રને તિરસકાર કરે છે. નીલકમલની કાંતિને જીતનારાં નેત્રો કાન સુધી વિશ્રાંત થયાં છે. અક્ષર પાકેલા વિંબલની કાંતિને પરાભવ કરે છે. કાન છીપની શેભાને લજાવે છે. કંઠ પાંચજન્ય શંખને જીતે છે. ભુજાઓ હસ્તીની સુંઢને તિરસ્કાર કરે છે. ઉરસ્થળ સુવર્ણગિરિની શિલાની લક્ષ્મીને લુટે છે. મધ્ય કટાભાગ કેશરીસિંહના કુમારના ઉદર જેવો છે. વિશેષ શું કહેવું! એના સર્વ અંગની શેભા વાણીથી અગોચર છે. અહા! લાવયસરિતાનું પૂર કેવું ઊછળે છે B - 26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org