Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૮] કપિલ મુનિનું વૃત્તાંત
[પ ૫ મું વાભાવિક સુંદર એ બાલાને તે આભૂષણે માત્ર ભારરૂપ લાગતાં હતાં. તરંગની જેવા લાવાયમય પવિત્ર અવયથી સુંદર તેના સ્વરૂપની નકલ માત્ર દર્પણમાં જણાતી હતી, બીજી કેઈ ઉપમામાં જણાતી નહીં. એ ગુણભૂષિત રમણી પિતે એક છતાં અનેકરૂપ હોય તેમ માતૃકુલ, પિતૃકુલ અને શ્વસુરકુલ એ ત્રણે કુલને શોભાવતી હતી. તે શ્રીષેણ રાજાને મેઘમાળાની જેમ હૃદયરૂપ મયૂરને આનંદ આપનારી શિખિન દિતા નામે એક બીજી રાણી પણ હતી. પતિની સાથે અખંડ વિષયસુખને અનુભવ કરતી અભિનંદિતાને કેટલેક કાળે ગર્ભ રહ્યો, તે વખતે તેણે સ્વપ્નમાં પિતાના ઉત્સંગમાં રહેલા સૂર્યચંદ્રને જોયા, તે સાંભળીને તમારે બે ઉત્કૃષ્ટ પુત્ર થશે” એમ રાજાએ કહ્યું. ગર્ભરિથતિ સંપૂર્ણ થતાં તેજ વડે સૂર્ય ચંદ્રની જેવા બે કુમારને અભિનંદિતાએ જન્મ આપ્યું. શ્રીયું રાજાએ મોટા ઉત્સવથી અણુ અને બિંણુ એવાં તેમનાં નામ પડ્યાં. ધાત્રી માતાએ પુષ્પની જેમ અતિ યત્નથી લાલનપાલન કરેલા તે બન્ને ભાઈએ જાણે રાજાની બે ભુજા હેય તેમ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. યોગ્ય વય થતાં રાજાએ ઉપાધ્યાયની પાસે પિતાના નામની જેમ વ્યાકરણાદિક શાસ્ત્રો તેમને ભણાવ્યાં. તેઓ શાસ, શસ્ત્ર અને બીજી કળાઓમાં પારંગત થયા તેમજ બૃહમાં પ્રવેશ કરવામાં અને તેમાંથી નીકળવામાં પણ કુશળ થયા. અનુક્રમે કામવિકારરૂપ સૂર્યના પ્રકાશમાં પ્રાતઃ કાળરૂપ પવિત્ર યવનવયને તેઓ પ્રાપ્ત થયા.
આ ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે મોટી સમૃદ્ધિથી સર્વ ગામમાં મુખ્ય અચલગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં સાંગ ચતુર્વેદ જાણનાર અને સર્વ ઢિમાં શિરોમણિ ધરણીજટ નામે એક પૃથ્વીતળમાં વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતે. વિહાર કરતી ગૃહલક્ષમી હોય તેવી, કુલીન અને પવિત્ર ભક્તિવાળી યશેભદ્રા નામે એક તેને પત્ની હતી, તેનાથી અનુક્રમે નંદિતિ અને શિવભૂતિ નામે બે કુલદીપક પુત્રો થયા, તેમાં નંદિભૂતિ જોઇ હતે. તે ધરણીજના ઘરમાં કપિલા નામે એક દાસી હતી. તેની સાથે પણ તે બ્રાહ્મણ ઘણા કાળથી રતિક્રીડા કરતો હતે. કારણકે જગતમાં વિષ જય છે. સ્વચ્છ ક્રીડા કરતાં તે દુષ્ટ દ્વિજને કેમ કરીને તે કપિલા દાસીથી કપિલ નામે એક પુત્ર થશે.
ધરણીજટે નમ્રતાથી શોભતા એવા યશોભદ્રાના ઉદરથી થયેલા બંને પુત્રોને રહસ્ય સહિત સાંગવેદ ભણાવ્યા. અતિ બુદ્ધિમાન કપિલ માત્ર મૌનપણે સાંભળી સાંભળીને વેદસાગરને પારગામી થો. કેમકે બુદ્ધિને શું અગોચર છે?
વિદ્વાન થયેલે કપિલ પિતૃગૃહમાંથી નીકળીને દેશાંતરે ચાલ્ય, અને કંઠમાં બે યજ્ઞોપવીત ધારણ કરી હું ઉત્તમ બ્રાહ્મણ છું એવું ડિડિમ વગાડતે દેશાંતરમાં ફરવા લાગ્યા. વિદ્વાનને કેઈ પરદેશજ નથી એ પ્રમાણે મતે અનુક્રમે રત્નપુર નગરમાં આવ્યું. ત્યાં વર્ષાઋતુના મેઘની જેમ પિતાનું પાંડિત્ય બતાવીને ગર્જના કરવા લાગ્યું. તે નગરમાં સર્વ નગરજનને ઉપાધ્યાય, કળાને ભંડાર અને ઘણા બુદ્ધિમાન વિદ્યાથીઓથી શોભિત સત્યકિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org