Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૦ ] સનકુમારને ચક્રીપણાને અભિષેક
[પર્વ ૪ થું તેમની પર છત્ર ધરતા હતા, કોઈ ચામર ઢળતા હતા, કેઈ પાદુકા ઉપાડતા હતા કેઈએ પંખા લીધા હતા, કોઈએ છડી ગ્રહી હતી, કેઈએ તાંબૂલ કરંડ હાથમાં રાખ્યા હતા, કેઈ માર્ગ બતાવતા હતા, કેઈ વિનોદ કરાવતા હતા, કેઈ ગુણસ્તુતિ કરતા હતા, કેઈ તેમની આસપાસ હાથી ઉપર બેસીને ચાલતા હતા, કેઈ અશ્વારૂઢ થઈ ફરતા હતા, કઈ રથ ઉપર ચડ્યા હતા અને કઈ પગે ચાલતા હતા. આ પ્રમાણે સર્વ પરિવાર લઈ શત્રરૂપી પર્વતને વજી સમાન એવા સનકુમાર સ્ત્રીઓ અને મિત્રો સહિત હસ્તીનાપુર આવ્યા. ગ્રીષ્મના તાપથી પીડિતને મેઘની જેમ સનકુમારે પિતાના દર્શનથી દુઃખારૂં માતાપિતાને અને નગરજનોને આનંદિત કર્યા. તેજ વખતે મનમાં પ્રસન્ન થયેલા અશ્વસેન રાજાએ પોતાના રાજય ઉપર સનકુમારને અને તેના સેનાપતિ તરીકે મહેંદ્રસિંહને સ્થાપિત કર્યા અને પછી શ્રી ધર્મનાથ તીર્થકરના તીર્થના કેઈ સ્થવિર મુનિની પાસે દીક્ષા લઈને અશ્વસેન રાજાએ પોતાને સ્વાર્થ સાધ્ય.
૨ાજયને નીતિથી પાલન કરતા સનસ્કુમારને અનુક્રમે ચક્ર વિગેરે ચૌદ મહારને પ્રાપ્ત થયા. પછી તેણે ચક્રના માર્ગને અનુસરીને ષખંડ ભરતક્ષેત્ર અને નિસર્પ વિગેરે નવ નિધિ સાધ્યા; અને એક હજાર વર્ષે ભરતક્ષેત્રને સાધીને હસ્તીરત્નપર આરૂઢ થઈ હસ્તીનાપુરમાં પ્રવેશ કર્યો. નગરમાં પેસતાં એ મહાત્માને અવધિજ્ઞાનવડે સૌધર્મ ઈંદ્ર સૌહદપાવડે જાણે સાક્ષાત્ પિતેજ હોય તેમ જોયા. ‘પૂર્વ જન્મમાં આ સૌધર્મેદ્ર હતા, તેથી તે મારા બંધુ છે” એવું વિચારી ઈંદ્ર નેહવશ થઈને કુબેરને આ પ્રમાણે આજ્ઞા કરી કે “કુરૂવંશરૂપી સાગરમાં ચંદ્રરૂપ અને અશ્વસેન રાજાના પુત્ર આ સનકુમાર ચક્રવર્તે છે તે મહાત્મા મારે બંધુવતું છે. તે વખંડ ભરતને સાધી આજે પિતાના નગરમાં પ્રવેશ કરે છે, માટે તમે જાઓ અને તેમને ચક્રીપણાને અભિષેક કરે.” આ પ્રમાણે કહી ઈંદ્ર સનકુમારને માટે હાર, ચંદ્રમાળા, છત્ર, બે ચામર, મુગટ, બે કુંડળ, બે દેવ દૂષ્ય અને પ્રકાશમાન સિંહાસન, બે પાદુકા અને પાદપીઠ કુબેરને અર્પણ કર્યા તથા તિલોત્તમા, ઉર્વશી, મેના, રંભા તુંબરૂ અને નારદને તથા તે સિવાય બીજાઓને ઇદ્ર ચક્રવતીના અભિષેક મહોત્સવમાં જવા માટે આજ્ઞા કરી. આ પ્રમાણે આજ્ઞા થતાં તરતજ કુબેર તેઓની સાથે હસ્તીનાપુરમાં આવ્યા અને ઇંદ્રને સંદેશે સનસ્કુમારને કહ્યો. પછી સનસ્કુમારની આજ્ઞા લઈને કુબેરે એક ક્ષણમાં રેહણગિરિના તટ જેવી એક
જનના વિસ્તારવાળી માણિજ્યમય પીઠ વિકુવીં, તેની ઉપર દિવ્ય મંડપ રચીને તેના મધ્યમાં મણિપીઠ બાંધી અને તેની ઉપર એક સિંહાસન રચ્યું; કુબેરના આદેશથી દેવતાઓ ક્ષીરસમુદ્રનું જલ લાવ્યા, અને સર્વ રાજાઓ અમૂલ્ય ગંધમાલ્યાદિ લાવ્યા. પછી કુબેરે વિજ્ઞપ્તિ કરીને ચક્રવર્તીને તે ઉત્તમ સિંહાસન પર બેસાર્યા અને ઇ આપેલી ભેટે અર્પણ કરી. ઇંદ્રના સામાનિક દેવે વિગેરે પરિવારની જેમ સનકુમારને સામંતાદિ પરિવાર મણિપીઠની ઉપર યોગ્ય સ્થાને બેઠે. પછી દેવતાઓએ નારિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનની જેમ સનકુમારને પવિત્ર જળવડે ચક્રવર્તી પણાને અભિષેક કર્યો. તે વખતે તુંબરૂ પ્રમુખ ગાયકએ મંગલ ગીત આરંભ્યાં, દેવતાઓએ પહાદિક વાજિંત્રો વગાડડ્યાં, રંભા ઉર્વશી વિગેરે નર્તકીઓએ નૃત્ય કર્યું અને ગંધર્વોએ વિચિત્ર પ્રકારનાં નાટક ભજવી બતાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org