Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૮ ]
સનકુમારનુ વૃત્તાંત
[ પ ૪ થું
શ્વસુર પક્ષના સબંધી હાવાથી તમને સહાય કરવાને અહીં આવ્યા છીએ. અમારા પિતાએ
આ ઇંદ્રસ્થ જેવા રથ અને કવચ મેાકલાવ્યાં છે, તે લઈને શત્રુના સૈન્યના વિજય કરા. અમારાં પિતા ચદ્રવેગ અને ભાનુવેગ પણ પવન સરખા વેગવાળા વાહનેમાં એસી સેના સહિત હમણાંજ સહાય કરવા માવશે તેમ જાણજો; અને અમને બંનેને તેમની બીજી મૂત્તિ આજ છીએ એમ સમજો.” આમ વાત કરે છે તેવામાં તે જાણે પૂર્વ અને પશ્ચિમનાં એ સમ્રુદ્ધ હાય તેમ ચદ્રવેગ અને ભાનુવેગ મેટી સેના લઈ ને ત્યાં આવી પહેાંચ્યા. તે વખતે આકાશમાર્ગે આવતા શનિવેગના સૈન્યના પુરાવત્ત' મેઘની જેવા મેટા કાલાહલ થઈ રહ્યો. તે સમયે વંધ્યાવળીએ આયપુત્રને પ્રજ્ઞપ્તિ નામે વિદ્યા આપી. કારણકે સ્રી ભત્તારને વશ હોય છે. આ પુત્ર પણ તૈયાર થઇ તે રથ ઉપર બેસીને રણ કરવાને ઉત્કંઠિત થઈ ઉભા રહ્યા. કેમકે ક્ષત્રિયાને રણુસંગ્રામ પ્રિય હોય છે. શત્રુએના યશરૂપ ચદ્રને રાહુરૂપ એવા ચ'દ્રવેગ અને ભાનુવેગ વિગેરે વિદ્યાધરે પાતપેાતાના સૈન્યથી આય પુત્રની ક્રૂરતા ફરી વળ્યા એટલામાં તે। ‘ પકડો, પક્ડો, માર, મારે’ એમ એકલતા ખેલતા અનેિવેગના સૈનિક અતિવેગથી ત્યાં આવી પહોંચ્યા; તરતજ દીનતા રહિત બ ંનેના સૈનિકા યુદ્ધ કરવા લાગ્યા અને કુકડાની જેમ ક્રોધથી ઉછળીને પ્રહાર કરવા લાગ્યા. તે વખતે તેમના સિંહનાદા શિવાય ખીજું કાંઈ પણ સાંભળવામાં આવતું નહતું અને પ્રદિપ્ત એવા આ યુદ્ધ શિવાય બીજું કાંઈ જોવામાં પણ આવતું નહતું. યુદ્ધકળાને જાણનારા તે વીરા હસ્તીની જેમ સામા આવી, પાછા ખસી, વારવાર પ્રહાર કરતા હતા અને પ્રહારાને ઝીલતા હતા. એ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરીને જ્યારે ખનેના સૈનિક ભગ્ન થઈ ગયા, ત્યારે અનિવેગ પવનવેગી રથમાં બેસીને સામા આવ્યે ‘ અરે ! યમદ્વારને નવીન અતિથિ અને મારાં પુત્ર વવેગના શત્રુ કયાં છે? આ પ્રમાણે આક્ષેપ કરીને ખેલતાં તેણે ધનુષ્ય ઊપર પહુચ ચઢાવી, તેજ વખતે ‘યમરાજના દ્વારના નવા અતિથિ અને તારા પુત્ર વાવેગના શત્રુ હું આ રહ્યો' આ પ્રમાણે કહીને આ પુત્ર પણ ધનુષ્યને પચ સહિત કર્યું. પ્રથમ મોટા પરાક્રમવાળા તે બન્ને વીરાનુ સૂર્યના કિરણેાને આચ્છાદન કરનારૂં. ભાયુદ્ધ ચાલ્યુ. પછી તે આ પુત્ર અને વિદ્યાધરપતિએ પરસ્પર મારવામાં તત્પર થઈ ગઠ્ઠા વિંગેરે શસ્રોથી યુદ્ધ કર્યું. પણ પરસ્પર પરાજય પામ્યાં નહીં. પછી તેએ સપને ગારૂડ, આગ્નેય અને વાણુ વિગેરે એક બીજાને ખાધ કરનારાં દ્વિવ્ય અઓવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્યનું આલ્ફાલન કરી ખાણુને છેડતા વિદ્યાધરપતિના ધનુષ્યની જીવા ( પણુછ ) ને જીવની જેમ આ પુત્ર એક બાણુથી છેદી નાખી, પછી મંડલાગ્રને આકષી ને દોડતા એવા અનિવેગની અધ (એક) ભુજાને અશ્વસેનના પુત્રે અધ યશની જેમ છેદી નાખી, તે છતાં પણ જેનો એક દાંત ભંગ થયેા હાય તેવા હાથીની જેમ અને એક દાઢે ભગ્ન થયેલા સિ'હુની જેમ એક ભુજદડ જેનો છેદાયા છે એવો તે ક્રોધથી આ પુત્ર ઉપર દોડયો. તેથી દાત વડે અધરને ડંશીને પ્રહાર કરવાને દોડચા આવતા તે અશનિવેગના મસ્તકને અમારા પતિએ તેજ વખતે વિદ્યાએ અપેલા ચક્રવડે છેદી નાખ્યું.
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org