Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મ ] પખંડ ભારતને સાધી સનકુમારનો હસ્તીનાપુરમાં પ્રવેશ [૧૯ તત્કાળ અશનિવેગની રાજયલક્ષ્મી અમારા પતિને પ્રાપ્ત થઈ. કારણકે પરાક્રમી પુરૂષાજ લક્ષ્મીનું સ્થાન છે. પછી અશ્વસેનના કુમાર, ચંદ્રવેગાદિક વિદ્યાધરના સ્વામીએ સાથે નિ:શંકપણે વૈતાઢય ગિરિએ ગયા. ત્યાં સેવપણાને પ્રાપ્ત થયેલા વિદ્યાધરપતિઓએ તમારા મિત્રને સર્વ વિદ્યાધરના મહારાજાપણાનો અભિષેક કર્યો અને નંદીશ્વર દ્વીપે ઇદ્ર કરે તેમ તેણે શાશ્વત અહંતપ્રતિમાઓનો અતુલ સમૃદ્ધિથી ત્યાં અષ્ટાહુનિકેત્સવ કર્યો.
એક વખતે વિદ્યાધરશિરોમણિ મારા પિતા ચંદ્રવેગે આર્યપુત્રને વિધિપૂર્વક કહ્યું કે પૂર્વે એક સમયે જ્ઞાનના સમુદ્ર અને અપૂર્વ મહિમાવાળા એક ઉત્તમ મુનિ મારા જેવામાં આવતાં મેં તેમને પૂછ્યું હતું કે આ મારી પુત્રીઓનો સ્વામી કેશુ થશે?” એટલે તેઓ બોલ્યા કે “આ બકુલમતિ વિગેરે તમારી સો કન્યાઓને સનસ્કુમાર નામના ચેથા ચક્રવર્તિ પરણશે.” ત્યારથી “આ કન્યાઓ આપવાને તેની પાસે કેમ જવાય અને પ્રાર્થના પણ શી રીતે કરાય? એ પ્રકારે હું ચિંતા કર્યા કરતો હતો, તેવામાં તો મારા ભાગ્ય તમે અહીં જ આવ્યા છે, તેથી હે સ્વામી! હવે પ્રસન્ન થાએ અને આ કન્યાઓને પરણે.” મોટા પુરૂની યાચના અને મહર્ષિનું વચન સફળ જ થાય છે. આ પ્રમાણે મારા પિતાએ પ્રાર્થના કરવાથી અથી જનને ચિંતામણિરૂપ તમારા મિત્ર હું વિગેરે સે કન્યાઓને પરણ્યા. ત્યારથી કઈવાર મધુર સંગીતથી, કોઈવાર ઉત્તમ નાટક જેવાથી, કેઈવાર શ્રેષ્ઠ આખ્યાને સાંભળવાથી, કેઈવાર સુંદર ચિત્ર જેવાથી, કોઈવાર દિવ્ય વાપીકાઓમાં જલક્રિડાના મહત્સવથી, કઈવાર ઉદ્યાનમાં પુષ્પ ચુંટવાની ગમ્મતથી અને કોઈવાર તેવી બીજી કઈ ક્રીડાઓ કરતાં, વિધાધરીઓથી વીંટાઈને તમારા મિત્ર સુખે કાળ નિગમન કરવા લાગ્યા. આજે કીડા કરવાને માટે તમારા મિત્ર હમણાજ અહીં આવેલ છે તેવામાં તો તમે આવી મળ્યાથી દુર્દેવનો મનોરથ વિનાશ પામ્ય અને તમારા મિત્ર હર્ષ પામ્યા.”
આ પ્રમાણે બકુલમતિ કહેતી હતી, તેવામાં જલન કહમાંથી જેમ હસ્તી નીકળે, તેમ સનકુમાર રતિગૃહમાંથી બહાર નીકળ્યા. વિદ્યાધરોથી વીંટયેલા તે મહેંદ્રસિંહની સાથે મેરૂઉપર ઇંદ્ર જાય તેમ વૈતાઢય ગિરિઉપર ગયા. ત્યાં મોટી સમૃદ્ધિવડે કેટલેક કાળ નિગમન કર્યા પછી એક વખતે મહેંદ્રસિંહે આ પ્રમાણે એગ્ય વિજ્ઞપ્તિ. કરી–“હે સ્વામી! તમારી આ સમૃદ્ધિ જોઈને મારું મન ઘણું હર્ષ પામે છે પણ તમારા વિયેગથી પીડિત માતાપિતા જ્યારે સાંભરે છે, ત્યારે તે વિશેષ ખેદ પામે છે. હું ધારું છું કે તે પુત્રવત્સલ માતાપિતા “આ સનસ્કુમાર, આ મહેદ્ર, એવી રીતે સર્વ વિશ્વને તન્મય રૂપે જ જોતા હશે. માટે હવે પ્રસન્ન થઈને હસ્તીનાપુર ચાલે અને સમુદ્રને જેમ ચંદ્ર આનંદ પમાડે તેમ તમે પિતૃજનને આનંદ પમાડે.”
મહેંદ્રસિંહનાં આવાં વચન સાંભળી તે તત્કાળ પિતા પાસે જવાને ઉત્કંઠિત થયા. એટલે સેના સહિત સેંકડો વિદ્યાધરપતિઓથી વીંટાયેલા અને પ્રકાશમાન વિમાનેથી આકાશને સેંકડે સૂર્યવાળું કરતા સનસ્કુમાર હસ્તીનાપુર તરફ ચાલ્યા. તે વખતે કેટલાક વિદ્યાધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org