Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મો] મહેન્દ્રસિંહને પ્રાપ્ત થયેલ મિત્રસમાગમ
[૧૯૩ - એક વખતે તે અટવીમાં કેટલેક દૂર જઈને નિમિત્તિઓની જેમ ઉંચું મુખ કરી દિશાઓને જેતે હતો, તેવામાં જલકુકડી, કૌંચ, હંસ અને સારસ પક્ષીઓને હર્ષકેળાહલ તેના સાંભળવામાં આવ્યો અને કમળની ખુશબને વહન કરતા પવનથી તેને આશ્વાસન મળ્યું; તેથી તે અનુમાન વડે “અહીં નજીકમાં કઈ સરોવર છે” એ તેને નિશ્ચય થયે. તત્કાળ આનંદનાં અશ્રુ આવવાથી મિત્રને સમાગમ થશે, એ નિશ્ચય કરી રાજહંસની પેઠે તે સરોવરની સન્મુખ ચાલ્યા. આગળ જતાં ગાંધાર રાગમાં ગવાતું ગાયન, મધુર વેણુનો નાદ અને મનહર વીણાને ઇવનિ તેના સાંભળવામાં આવ્યું. એટલે હર્ષ સહિત આગળ ચાલતાં વિચિત્ર વેષધારી રમણીઓની વચમાં રહેલા અને પ્રિય છે દર્શન જેનું એવા પિતાના મિત્ર સનકુમારને તેણે દીઠે. તત્કાળ તેના મનમાં વિચાર થયે કે “શું આ મારો પ્રિય મિત્ર સનકુમાર છે! વા શું કોઈ માયા છે! કે શું ઇંદ્રજાળ છે! અથવા શું મારા હૃદયમાંથી બહાર નીકળીને તે અહીં પ્રગટ થયું છે !” આ વિચાર કરતો હતો, તેવામાં કઈ વૈતાળિકના મુખમાંથી આ પ્રમાણે કર્ણમાં અમૃત જેવાં વાક્ય તેને સાંભળવામાં આવ્યાં-“કુરૂવંશ રૂપી સરોવરમાં હંસ સમાન, અશ્વસેન રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને સૌભાગ્યમાં કામદેવ સમાન છે સનકુમાર! તમે જય પામે. વળી વિદ્યાધરની કન્યાઓની ભુજલતાને આલિંગન કરવાનું વૃક્ષ અને વૈતાઢય ગિરિની બને શ્રેણીની જયલક્ષ્મીવડે આઢય એવા હે કુમાર ! તમે જય પામો.” આ પ્રમાણે સાંભળતાંજ ગ્રીષ્મથી તપેલે હાથી જેમ જલાશય સમીપે આવે તેમ તે સનકુમારની પાસે ગયે. અશ્રુધારાની સાથે ચરણકમળમાં પડતા મહેંદ્રસિંહને ઉભું કરીને સનકુમારે આલિંગન કર્યું. અતકિત થયેલ પરસ્પરના સમાગમથી વિસ્મય પામેલા બનને મિત્રો વર્ષાકાળના મેવની જેમ હર્ષાશ્રને વર્ષાવવા લાગ્યા. વિદ્યાધરોના કુમારેએ આશ્ચર્યથી જાયેલા બંને મિત્રો રમે રમે હર્ષિત થઈ મોટાં મૂલ્યવાળા આસન ઉપર બેઠા. દષ્ટિ અને મન બીજે નહીં રાખતાં તે બને પરસ્પર ગીની જેમ રૂપસ્થ ધ્યાનની મુદ્રામાં પરાયણ થયા. સનકુમારના યોગથી મહેન્દ્રસિંહને શ્રમ દિવ્ય ઔષધથી રોગની જેમ ઉતરી ગયે. પછી સનકુમાર પોતાના નેત્રનાં હર્ષાશ્રુ લુંછી અમૃત જેવી વાણીવડે મહેંદ્રસિંહ પ્રત્યે બે “પ્રિય મિત્ર! અહીં શી રીતે આવ્યા? એકાકી કેમ છે? હું અહીં છું તે તમે શી રીતે જાયું? આટલે વખત કયાં નિર્ગમન કર્યો? મારે વિયેગ થતાં પૂજ્ય પિતાએ શી રીતે પ્રાણ ધારણ કર્યા અને માતાપિતાએ આવા દુર્ગમ પ્રદેશમાં તમને એકલા કેમ મેકલ્યા?” આ પ્રમાણે કુમારે પૂછયું, એટલે મહેંદ્રસિંહે ગગદ્ વાણીએ પોતાનું પૂર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી આપ્યું. પછી સનસ્કુમારે ચતુર એવી વિદ્યાધરોની રમણીઓ પાસે તેને સ્નાન અને ભેજનાદિ કરાવ્યું. પછી વિસ્મયથી પ્રફુલ્લિત લેનવાળો મહેંદ્રસિંહ વિનયથી અંજલિ જેડી બે“પ્રિય મિત્ર! તે તુરંગ પછી તમને કેટલી ભૂમિ સુધી લઈ ગ? અને ત્યારથી થયેલા મારા વિયેગમાં તમને શું પ્રાપ્ત થયું? તેમજ આ સમૃદ્ધિ તમને કયાંથી પ્રાપ્ત થઈ? તે જે મારાથી
B - 25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org