Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લ] પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું વૃત્તાંત
[ ૮૯ જણાતું હતું. મેટા રાજાઓ હદયમાં પિસીને પણ એ પ્રતિવાસુદેવ આપણને વિરોધી જાણી હણે નહીં એવા ભયથી મનથી પણ તેની અભક્તિ ચિંતવી શકતા નહતા. ચોગી પુરૂષ જેમ પરમાત્માને ભૂલે નહીં તેમ સર્વ રાજાઓ કોઈ દિવસ પણ તેને પોતાના હૃદયમાંથી ભૂલી જતા નહોતા. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવે પિતાના પરાક્રમથી જેમાં વૈતાઢય પર્વત આઘાટ શિલામય સ્તંભરૂપ છે એવા આ ભરતક્ષેત્રના ત્રણ ખંડ સ્વાધીન કરી લીધા. તેમજ વિદ્યાધરમાં પણ ઉત્તમ એવા એ પ્રતિવાસુદેવે જાણે વૈતાઢય પર્વતની બે ભુજાઓ હોય તેવી વિદ્યાધરોની બે શ્રેણિઓ વિદ્યા અને પરાક્રમથી પરાજીત કરી લીધી. માગધ, પ્રભાસ અને વરદામ તીર્થોના અધિપતિઓએ પોતાના રાજા હોય તેમ ભેટે ધરીને તેનું અર્ચન કર્યું સોળહજાર મુગટબદ્ધ રાજાએ તેના ઉગ્ર શાસનને મુગટની જેમ પોતાના મસ્તક પર ધારણ કરવા લાગ્યા.
આવી રીતે એ મોટી ભુજવાળો પ્રતિવાસુદેવ એકછત્ર સામ્રાજ્યને ભગવત અને કાળનો નિર્વાહ કરતે પૃથ્વીમાં ઇંદ્રની જેમ રહેવા લાગ્યો. એક દિવસે સ્વેચ્છાએ કીડા કરતા અશ્વગ્રીવ રાજાને અકાળે આકાશમાં ઉત્પાતકારી મેઘ ઉત્પન્ન થાય તેમ હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ કે “દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં જે કોઈ રાજાઓ છે તે તે સર્વે સમુદ્રમાં પર્વતની જેમ મારી ભુજાના બળમાં મગ્ન થઈ ગયેલા છે; તથાપિ પૃથ્વીમાં એક મલ્લ જેવો, મને મારનાર, મૃગોમાં કેશરીસિંહની જે, કોઈ રાજાને પુત્ર ઉત્પન થશે ખરો? આ જાણવું જો કે અશક્ય છે તે પણ મારે જાણવું જોઈએ.” આ નિશ્ચય કરી તેણે અશ્વબિંદુ નામના એક નિમિત્તિયાને દ્વારપાલદ્વારાએ બોલાવ્યો. રાજાએ પોતાનો વિચાર તેને પૂછો, એટલે તે બોલ્યો-“હે રાજન્ ! પાપ શાંત થાઓ. આ અમાંગળિક વચનજ વિનાશ પામે. આ સર્વ જગતને વિજય કરનારા એવા તમારે અંત લાવવાને યમરાજ પણ સમર્થ નથી તે મનુષ્યોમાં એ બીજે કયો પામર તમારો વધ કરનાર થઈ શકે ?” ફરીથી અધિગ્રીવે કહ્યું-“અરે નિમિત્તજ્ઞઅર્થવાદ છેડી દઈને જે યથાર્થ હોય તે કહે, આપ્ત પુરૂષે ચાટુ વચન બોલતા નથી.” આ પ્રમાણે પ્રતિવાસુદેવે જ્યારે ઘણું આગ્રહથી પૂછ્યું ત્યારે તે મુખ્ય નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને સ્કુટાક્ષરે કહ્યું-“હે રાજન ! તમારા ચંડવેગ નામના દૂતનો જે પરાભવ કરશે અને પશ્ચિમ દિશાના અંત ઉપર રહેલા સિંહને જે મારશે તે તમારો પણ વધ કરનાર થશે.” નિમિત્તિયાની આવી વાર્તા સાંભળીને મેઘની ગજેનાથી પ્રવાસીની જેમ અશ્વગ્રીવ રાજા ગ્લાનિ પામી ગયો, પણ ઉપરથી કૃત્રિમ પૂજા કરી તે નિમિત્તિયાને શત્રુના દૂતની જેમ વિદાય કર્યો. તેવા અવસરે એક યુવાન કેશરીસિંહે પશ્ચિમ દેશને ઉજજડ કર્યાના ખબર આવ્યા, એટલે રાજાએ તે સિંહના વધ કરનાર પુરૂષને જાણવા માટે તે પ્રદેશમાં શાળિના છોડ વવરાવ્યા, અને તે શાળિની રક્ષાને માટે સોળહજાર રાજાઓને B - 12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org