Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૮] વાસુદેવ પુરૂષોત્તમને જય
[ પર્વ ૪ થું સંદેશ સાંભળી, મેઘની ગજેનાથી અષ્ટાપદને ક્રોધ ચડે તેમ મધુરાજાને કેપ ચડ્યો. તત્કાળ જેના નાદથી ભય પામીને બેચરની સ્ત્રીઓએ કર્ણદ્વાર ઢાંકી દીધાં છે એ ભયંકર દવનિવાળે રણયાત્રા ભેરી તેણે વગડાવ્યા, અને તરત જ મુગટબદ્ધ રાજાઓ, મહા પરાક્રમી સુભટે, સેનાપતિએ, અમા, બીજા સામત અને જાણે તેની બીજી મૂત્તિઓ હોય તેવા રણુપંડિત સિનિકને સાથે લઈ માયાસ્વરૂપી દેવની જેમ મધુરાજાએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. તે વખતે દુનિમિત્ત સૂચક અપશુકનો થવા લાગ્યાં, તથાપિ એ દુર્મદરાજા તેને નહીં ગણતો, કાળપાશથી જાણે ખેંચતો હોય તેમ તત્કાળ દેશના સીમાડા પર આવ્યું. તેને ત્યાં આવેલ જાણીને ઉત્તમ પારાવત પક્ષીની જેમ વેગથી પુરૂષોત્તમ વાસુદેવ સોમ, સુપ્રભ, સેનાપતિ અને સૈન્યના પરિવારને લઈ સામે આવ્યા. તત્કાળ બંને તરફના કેટલાક સૈનિકોએ ઊંટ ઉપર બેસી કવચ અને ધનુષ્ય ગ્રહણ કર્યા. પછી અકાળે પ્રલયકાળ કરનારા અને રૂધિર પાન કરવામાં ઉત્સુક એવાં બાણે રાક્ષકોની જેમ ઉંચે ઉડી ઉડીને ખરવા લાગ્યાં. મહાવતોએ પ્રેરેલા ચાર દાંતવાળા ગજેકો, સામા આવતા અને પાછા ફરતા છતા પિતાના દાંતીવડે યુદ્ધ કરવા લાગ્યા, એક તરફ ભાલું, બીજી તરફ મુદૂગર અને હાથમાં ખડગ ધારણ કરીને ઘોડેસ્વારે પોતાના અશ્વને ત્વરા કરાવવા લાગ્યા. અતિ ઘોર દવનિથી જગને બહેરું કરી મૂકતા રથે, ભેદ પામતા સિંધુના કાંઠાની જેમ પરસ્પર અથડાવા લાગ્યા, અને ઢાલને ધારણ કરનારા પાદચારી વિર સુભટે પરસ્પર ઢાલ અથડાવતા સામસામા ખગ ઉગામીને રહેવા લાગ્યા. થોડીવારમાં તો પ્રચંડ ઉત્પાતને પવન જેમ મોટા વનને ઉખેડીને ભાંગી નાખે તેમ મધુરાજાની સેનાએ વાસુદેવની સેનાને ભાંગી નાખી. તે વખતે જેની પછવાડે રથઉપર બેઠેલા બલભદ્ર છે એવા વાસુદેવે શત્રુઓના મૃત્યુને સૂચવનારે પંચજન્ય નામને શંખ પૂર્યો. તેના નાદથી તત્કાળ મધુના સૈનિકે માંથી કેટલાએક ત્રાસ પામ્યા, કેટલાક મૂચ્છ પામ્યા, અને કેટલાક પૃથ્વી ઉપર પડી ગયા.
આવી રીતે પોતાના સૈન્યને વિષ્ફળ બનેલું જેઈને મધુએ હાથમાં ધનુષ્ય લઈ વાસુદેવને હરીફાઈથી બોલાવ્યા. તત્કાળ વાસુદેવે પિતાના શા ધનુષ્યને નાદ કરી તેના પ્રતિ વનિથી આકાશભૂમિને ગજાવી મૂકી. જેમ વાદીલેક પરસ્પર મારવાને માટે કંડીઆમાંથી લઈ લઈને સર્પને છેડે, તેમ તે બને વીર ભાથામાંથી ખેંચી ખેંચીને તીર્ણ બાણેને વર્ષાવવા લાગ્યાં છેદનકળામાં કુશળ એવા તેઓ જયલક્ષમીના જાણે પ્રાણુ હોય તેવા એક બીજાનાં બાણેને છેદવા લાગ્યાં. એવી રીતે ઘણીવાર સુધી તેમનાં અસ્ત્રો, એક બીજાનાં અસ્ત્રોથી એક દેરીને કાપી નાખે તેમ કપાવા લાગ્યાં. સમાન પરાક્રમી વીરેનું યુદ્ધ એવું જ હોય છે. આ પ્રમાણે યુદ્ધમાં પરસ્પર સરખાપણું થવાથી મધુને અત્યંત ડ્રોપ ચડે, તેથી કાંઈક તફાવત બતાવવાની ઈચ્છાથી તેણે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાળ તે તેના હાથમાં આવીને ઉભું રહ્યું. તેના વડે તે પુરૂષોત્તમને મારવાને ઈચ્છતું હતું, તથાપિ અધરને ફરકાવીને બે -“અરે બાળક! અહીંથી ચાલ્યો જા, બાવયમાંથી વાઘણના દાંતને જોવાની ઈચ્છા શામાટે કરે છે? તારી જેવા બાળકને મારવાથી મારા બળને કાંઈ ઉત્કર્ષ થવાનું નથી કેમકે કદલીને ઉખેડવાથી ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org