Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮૪] ત્રીજા ચક્રવતીને દિગવિજય
[ ૪ થું ધારણ કરતા હતા. અનુત્તર સુખને આપનારા અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને દયામયી ધર્મનું મંત્રાક્ષરની પેઠે તે દયાન ધરતો હતો. એકદા બુદ્ધિમાન અને મોટા આશયવાળા એ રાજાએ રાજ્યને રોગની જેમ તજી દઈને વિશ્વને અભય આપનારી દીક્ષા ગ્રહણ કરી પાંચ સમિતિ વડે વિજય પ્રાપ્ત કરી તથા ત્રણ ગુપ્તિનું રક્ષણ કરવામાં તત્પર થઈ એ રાજમુનિએ રાજ્યની પિઠે ઘણુ કાળ પર્યત વિધિયુક્ત દીક્ષાનું પ્રતિપાલન કર્યું. દિવ્ય રત્નાલંકારની જેમ નિર્દોષ મૂળગુણ અને ઉત્તરગુણવડે તે અધિકપણે શોભવા લાગ્યા. ચિરકાળ વ્રત પાળી, પ્રાંત કાળધર્મ પામીને એ મહાત્મા મધ્યમ વેયકમાં અહમિંદ્ર દેવતા થયા.
અહીં જબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ શ્રાવસ્તી નામે નગરી હતી. અસંખ્ય ગુણરૂપ રવડે મૂર્તિમાન સમુદ્ર હોય તેવે સમુદ્રવિજય નામે ત્યાં વિજયી રાજા હતા. હમેશાં આનંદદાયકપણાથી મિત્ર અને અમિત્રના હદયથી તે કદિ પણ દૂર થત નહિ. સંગ્રામને વિષે ખેંચેલા નિર્મળ ખગરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયેલે તે બળવાન રાજાને આત્મા હમેશાં સન્મુખ જ રહેતા હતા. બળાત્કારે સર્વ દિશાઓને વશ કરીને પછી તેમને કાયમ વશ રાખવાને માટે તેણે પોતાને યશરૂપ અલંકાર આપ્યું હતું. ગાયનું ગોવાળ રક્ષણ કરે તેમ યથાવિધિ પૃથ્વીનું પાલન કરી ચગ્ય સમયે દૂધની જેમ કાંઈ પણ પીડા કર્યા વગર તે કર લેતે હતે. પવિત્ર લાવણ્યથી ભદ્ર અંગવાળી અને સર્વ ભદ્રના સ્થાન રૂપ ભદ્રા નામે તેને ધર્મચારિણી સ્ત્રી હતી. ધર્મની અબાધાએ તેની સાથે વિષયસુખ ભેગવતા સમુદ્રવિજય રાજાએ કેટલેક કાળ નિર્ગમન કર્યો. અનુક્રમે રૈવેયક દેવકમાં જે નરપતિ રાજાને જીવ હતું, તે ત્યાંનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરું કરીને ભદ્રાદેવીની કુક્ષિમાં અવતર્યો. સુખે સૂતેલા ભદ્રાદેવીએ ચક્રવર્તીના જન્મને સૂચવનારા ચૌદ સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગર્ભ સમય પૂર્ણ થતાં ઉત્તમ લક્ષણવાળા, સુવર્ણની જેવા વર્ણથી શોભતા અને સાડીબેંતાલીશ ધનુષ્યના શરીરવાળા પુત્રને તેણે જન્મ આપે. આ પુત્ર પૃથ્વીમાં મઘવા (ઇંદ્ર) જે થશે એવું ધારીને સમુદ્રવિજયે તેનું મઘવા એવું નામ પાડયું.
સૂર્યની પછવાડે ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ સમુદ્રવિજયની પછવાડે તેણે પૃથ્વીને અલંકૃત કરવા માંડી. એકદા મેઘમાં જ્યોતિની જેમ શસ્ત્રાગારમાં તેજથી દેદીપ્યમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. અનુક્રમે પુરહિત વિગેરે બીજા સર્વ રત્નો પણ સૌ સૌના યોગ્ય સ્થાનમાં ઉત્પન્ન થયાં અને ક્રમ પ્રમાણે તેમને આવીને મળ્યાં. પછી ચકરત્ન ચાલ્યું, એટલે તેની પાછળ દિગ્વિજય કરવાની ઈચ્છાએ મઘવાચક્રી પ્રથમ પૂર્વસમુદ્રના આભૂષણરૂપ માગધતીથે ગયા. જાણે દૂત આવ્યા હોય તેમ તેમના નામથી અંક્તિ એવું બાણ જોઈને માગધપતિએ ત્યાં આવી તેમની સેવાને આશ્રય કર્યો. પછી માગધપતિની જેમ દક્ષિણમાં વરદામવને અને પશ્ચિમમાં પ્રભાસપતિને જીતી લીધા. ત્યાંથી સમુદ્રના દક્ષિણ તટે જઈને સિંધુદેવીને સાધી. ત્યાંથી વૈતાવ્ય પર્વતે આવી વૈતાવ્યકુમારદેવને સવાધીન કરી, તેની ભેટ લઈ તમિશ્રા ગુફા પાસે આવ્યા. તે ગુફામાં દ્વારપાળની પેઠે રહેલા કૃતમાળ નામના દેવને વિધિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org