Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૨] સાત તનું સ્વરૂપ
[ પર્વ ૪ થું “નપુંસકવેદી જ હોય છે, દેવતા સ્ત્રી અને પુરૂષ બે વેદવાળા હોય છે અને બાકીના ગર્ભજ “તિર્યંચ અને મનુષ્ય-સ્ત્રી પુરૂષ અને નપુંસકવેદી હોય છે.
સર્વ જીવ વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના હોય છે, જે અનાદિ સૂમ “નિગોદના જે છે તે અવ્યવહારી છે અને બાકીના વ્યવહારી છે.
૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ સચિત્તચિત્ત, ૪ સંવૃત, ૫ અસંવૃત, ૬ સંવૃતાસંવૃત, “શિત, ૮ ઉષ્ણુ અને ૯ શિષ્ણ એમ જીવને ઉપજવાની નિઓના નવ પ્રકાર છે.
પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુકાયની–પ્રત્યેકની સાત સાત લાખ એનિ, પ્રત્યેક “વનસ્પતિની અને અનંતકાયની અનુક્રમે દશને ચૌદ મળી ચોવીશ લાખ નિ, વિકલૅટ્રિની છ લાખ જેનિ, મનુષ્યની ચૌદ લાખ નિ અને નારકી, દેવ તથા તિર્યંચ પંચૅકિની ચાર ચાર લાખ નિ–એમ સર્વ મળીને ચોરાશી લાખ યૂનિઓ સર્વ જીવની એકંદર છે. તે “કેવળજ્ઞાનીએ જ્ઞાનવડે જોયેલી છે. '
“એકેંદ્રિય સૂક્ષ્મ ને બાદર, પંચંદ્ધિ સની અને અસની તથા બેઇદ્રિય, તે ઇન્દ્રિય “અને ચૌરંદ્રિય એ સાત પર્યાપ્ત અને સાત અપર્યાપ્ત મળીને જેના મૂળ ચૌદ ભેદે “જિનેશ્વરે કહેલા છે અને તેની માર્ગણ પણ ૧ ગતિ, ૨ ઇંદ્રિય, ૩ કાય, ૪ ગ, ૫ વેદ, “૬ જ્ઞાન, ૭ કષાય, ૮ સંયમ, ૯ આહાર, ૧૦ દષ્ટિ, ૧૧ વેશ્યા, ૧૨ ભવ્ય, ૧૩ સમ્યક્ત્વ “અને ૧૪ સંજ્ઞી, એમ ચૌદ કહેલી છે. તેમજ સર્વ ના ગુણસ્થાન પણ ૧ મિથ્યાષ્ટિ, ૨ સાસ્વાદન, ૩ સમ્યગૂ દષ્ટિ (મિશ્ર,) ૪ અવિરત સમ્યમ્ દષ્ટિ, ૫ વિરતાવિરત (દેશવિરતિ) દ પ્રમત્ત, ૭ અપ્રમત્ત, ૮ નિવૃત્તિ બાદર, ૯ અનિવૃત્તિ બાદર, ૧૦ સૂક્ષમ સંપાય, ૧૧ ઉપશાંત મેહ, ૧૨ ક્ષીણ મોહ, ૧૩ સગી અને ૧૪ અયોગી એમ ચૌદ કહેલા છે.
“૧ મિથ્યાદર્શનનો ઉદય છતે પ્રાણું મિથ્યાદષ્ટિ હોય છે, પરંતુ ભદ્રકપણાદિકની અપેક્ષાએ તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. ૨ મિથ્યાત્વના અનુદય ભાવમાં વતતાને “અનંતાનુબંધીને ઉદય છતે સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક હોય છે. તેને ઉત્કૃષ્ટ “છ આવળીને કાળ છે. ૩ સમકિત ને મિથ્યાત્વના સંયોગથી અંતમુહૂર્તાની સ્થિતિવાળું “મિશ્રદર્શન નામે ગુણસ્થાનક થાય છે. ૪ અપ્રત્યાખ્યાન કષાના ઉદયથી, પરંતુ અનંતા“નુબંધી કષાના ક્ષય, ઉપશમ કે ક્ષયે પશમથી અવિરત સમ્યગ દૃષ્ટિ નામે ગુણસ્થાનક થાય છે. ૫ પ્રત્યાખ્યાની કલાના ઉદયથી વિરતાવિરત (દેશવિરતિ) નામે ગુણસ્થાનક થાય છે ૬-૭ સંયમ (સર્વવિરતિ) ને પ્રાપ્ત કર્યા છતાં તેમાં જે પ્રમાદ કરે છે તે “પ્રમત્તસંયત નામે ગુણ સ્થાનકે છે. અને જે પ્રમાદ કરતા નથી તે અપ્રમત્તસંયત નામના “સાતમા ગુણસ્થાનકે છે, આ બંને ગુણસ્થાનક પરસ્પર પરાવૃત્તિઓ કરીને અંતમુહૂર્તની “સ્થિતિવાળા છે. ૮ જે ગુણ સ્થાનની પ્રાપ્તિ થયાથી કર્મોને સ્થિતિઘાત વિગેરે અપૂર્વ રીતે થાય “તે અપૂર્વકરણ નામે આઠમું ગુણસ્થાનક છે, તેમાં પ્રાપ્ત થયેલ મુનિ ઉપશમ શ્રેણી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org