Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ
૫
મ.
શ્રી ધર્મનાથ સ્વામી ચરિત્ર, ધર્મરૂપ ગંગાની ઉત્પત્તિના હિમાલય અને કુતીર્થરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્યાસમાન એવા શ્રીમાન ધર્મનાથના ચરણનું શરણ હું ગ્રહણ કરું છું. સંસારસાગરને તરવામાં મોટા સેતુબંધરૂપ-એજ તીર્થનાથનું ચરિત્ર હવે કહું છું.
ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયને વિષે ભદિલ નામે એક વિશાળ નગર છે. તેમાં દૂરથ નામે રાજા હતા. બે દાંતથી હસ્તીની જેમ બે દઢ ભુજાએથી તે શોભતે હતે. જોતિશ્ચકમાં સૂર્યની જેમ સર્વ રાજાઓના તેજ તેણે હરી લીધા હતા, અને સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર તેમ સર્વ રાજાઓના દંડનું તે પાત્ર હતું, (અર્થાત્ સર્વ રાજાને દંડ તે કરી શકતે હત). આવું મોટું સામ્રાજ્ય પ્રાપ્ત થયા છતાં એ વિવેકી રાજા ઇંદ્રની સંપત્તિને પણ આકડાના તલ જેવી ચપળ જાણીને તેને જરા પણ ગર્વ કરતો નહીં. વિષય સંબંધી સુખ તે પૂર્ણ રીતે પામ્યું હતું, તથાપિ અતિથિની જેમ સંસારવાસમાં તેને જરા પણ આસ્થા નહતી. ભેગને વિષે અત્યંત વૈરાગ્યવાન અને પિતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ એવા દરથ રાજાએ છેવટે શરીરના મળની પેઠે પિતાના રાજ્યને એકદમ છેડી દીધું, અને સાંસારિક મહા દુાખ અને રેગના વૈદ્યરૂપ વિમલવાહન નામના ગુરૂની પાસે તે ગયે. તેમની પાસેથી એ રત્નશિરોમણિ રાજાએ રૂચિરૂપી મૂલ્ય આપીને દુર્લભ એવું નિર્મળ ચારિત્રરત્ન ગ્રહણ કર્યું. ગની માતા તુલ્ય સમતાને ધારણ કરતા અને પરીષહને સહન કરતા એ રાજમુનિએ ઘણું દુસ્તપ તપ આચાર્યું. તીર્થોદક જેવા પવિત્ર શાસ્ત્રરૂપ ગંડુષ (કાગળ)નું આચમન કરીને તેણે વિષયરૂ૫ સ્વેચ્છાથી દૂષિત એવા પિતાના આત્માને પવિત્ર કર્યો. અનુક્રમે અહંત ભક્તિ વિગેરે સ્થાનકનું આરાધન કરીને બુદ્ધિવાળા તે મુનિરાજે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. પછી કાળસ્થિતિ નજીક આવતાં અનશન કરી, સમાધિથી મૃત્યુ પામી તે મુનિ વૈજયંત વિમાનમાં મહદ્ધિક દેવતા થયા.
આ જંબુદ્વીપને વિષે ભારતવર્ષમાં રત્નાકર જેવું રત્નપુર નામે એક નગર હતું. તેમાં બંને બાજુએ કરેલા રત્નમય સે પાનનાં કિરણની જાળથી જાણે વચમાં સેતુ (પાજ) બાંધી હેય તેવી ઉપવનની વાપિકાઓ શેભતી હતી. ઠેકાણે ઠેકાણે અહંતનાં સુવર્ણમય ચૈન્ય અને દર્પણવાળા ગૃહે “અહીં હમેશાં ત્રણે પુરૂષાર્થ ઉદય પામેલા છે” એમ સૂચવતા હતા. રાત્રીએ જેમાં નક્ષત્રોનાં પ્રતિબિંબ પડે છે એવી મરકતમણિબદ્ધ માગભૂમિ જાણે મોતીના સ્વસ્તિકવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org