Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૨ ] પ્રતિવાસુદેવના દૂતનું આગમન
[ પર્વ ૪ થું ઉપરાઉપર પડતા દુઃખવડે જેનું અંગ શિથિળ થઈ ગયું છે એવા વાસુદેવ ત્યાંથી સરખી ભૂમિમાં પણ પગલે પગલે ખલના પામતા પિતાની પાસે આવ્યા. પિતાની માતાને સંભારતા અને પિતાને આતુર જેતા વાસુદેવ દુઃખને સહન ન કરી શકવાથી પોતાના આત્માને નપુંસક જે માની પૃથ્વી પર ઢળી પડ્યા. પુત્રની આવી સ્થિતિ જોઈને શિવરાજા દાહજવરથી પીડિત હતા તે પણ ધૈર્ય ધરીને બેલ્યા–“હે વત્સ! આપણા કુળને અનુચિત એવી કાયરતા તમે કેમ ધરે છે? હે વત્સ! આ પૃથ્વી તમારી ભુજાના આધારવાળી છે, તો ઘેય છેડીને તેના પર પડતાં તમને લજજા કેમ આવતી નથી! હે પુત્ર! તું જ્યારે ધૈર્યને છોડી દઈશ ત્યારે તારું
પુરૂષસિંહ” એવું નામ પાડનાર મારામાં અજ્ઞાનકારીપણું પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આશ્વાસન આપી પવિત્ર હદયવાળા શિવરાજા કાળધર્મ પામી ગયા. કાળને જીતવાને કે સમર્થ છે? પિતાના મરણના ખબર સાંભળવાથી વાયુથી વૃક્ષની જેમ અને વાયુરાગીની જેમ તેના શેકવડે વાસુદેવ ફરીને પૃથ્વી પર ઢળી પડયા. થોડીકવારે જળકુંભવડે જળ છાંટતાં તેમણે સંજ્ઞા પ્રાપ્ત કરી. “હે તાત! હે તાત !” એમ આક્રંદ કરતા બેઠા થયા, અને બેલવા લાગ્યા“હે પિતા! આ તમારું શરીર આજે ઉષ્ણ જણાતું નથી, તે ક્યા ઔષધને ગુણ છે? તમને કયા વૈદ્યની પ્રતીતિ થઈ છે? અથવા આજે કેમ સુખનિદ્રા કરી છે તે પ્રસાદ કરીને મને કહે.” આ પ્રમાણે નેહમાં મેહતપણુથી કહી કહીને વાસુદેવે વિલાપ કરવા માંડયો. પછી ગઝવૃદ્ધ તરૂના સમજાવવાથી બૈર્ય ધરી વાસુદેવે અગર ચંદનના કાણવડે પિતાના અંગને અગ્નિસંસ્કાર કર્યો. પછી જલાંજલિ આપવા વિગેરે ઉત્તરક્રિયા કરી સભામાં આવીને બલભદ્ર ઉપર પિતાના મૃત્યુને સૂચવનારે પત્ર લખી મેકલા. તે લેખ વાંચી ગર્વિષ્ટ એવા સીમાડાના રાજાને સાધી બલભદ્ર દુઃખી થઈને સત્વર ત્યાંથી ચાલી નીકળ્યા. પિતાને નગર આવી બંને ભાઈઓ પરસ્પર કઠે વળગી છુટે કંઠે રૂદન કરતા સર્વ સભાને પણ રોવરાવવા લાગ્યા. પછી આપ્તજનેએ બધ કરવાથી તેઓ માંડમાંડ બૈર્ય પામ્યા, અને ધીમે ધીમે પિતાના નેહને ભૂલવા લાગ્યા. તે પણ ઉભા રહેતાં, બોલતાં ચાલતાં અને મૌન ધરતાં તેઓ પિતાની દષ્ટિની આગળ ધ્યેય વસ્તુની પેઠે પિતાને જ જોતા હતા.
આ પ્રમાણે તેઓ પિતાના શેકથી આકુળવ્યાકુળ રહેતા હતા, તેવામાં ત્યાં નિશુંભ પ્રતિવાસુદેવને દૂત આવ્યા. દ્વારપાળે પ્રથમ ખબર કરી અને આજ્ઞા મેળવીને પ્રવેશ કરાવ્યો. એટલે તે તે નમસ્કાર કરી બલદેવ અને વાસુદેવને કહ્યું-“શિવરાજાને સ્વર્ગવાસ લોકોના મુખથી સાંભળી તમારા સ્વામી નિશુંભને ઘણે શેક થયો છે. તેથી તમારા પિતાની ભક્તિ સંભારીને એ કૃતજ્ઞ શિરોમણિ મહારાજાએ આ પ્રમાણે સંદેશો કહેવાને મને તમારી પાસે
કર્યો છે કે-અદ્યાપિ તમે બંને બાળક છે, શત્રુના પરાભવનું સ્થાન છે અને મેં અર્પણ કરેલું તમારા પિતાનું પદ મોટું છે, માટે તમે મારી પાસે આવીને નિરુપદ્રવપણે રહે, કેમકે નદીમાં રહેલાને દાવાનળ શું કરી શકે તેમ છે? વળી ઘણા લાંબા કાળ પર્યત કરેલી તમારા પિતાની ભક્તિના ઋણમાંથી મુક્ત થવાને ઈચ્છતા એવા મારે તમને લઘુ છતાં મોટા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org