Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૦] વાસુદેવના પિતાને દાહજવર
[પર્વ ૪ થું જાતે દાટેલા નિધાનને જેમ જઈએ ત્યારે પ્રાપ્ત કરાય, તેમ તેઓએ ઉપાધ્યાયને માત્ર સાક્ષી કરીને સર્વ કળાઓ સાવધાનપણે પ્રાપ્ત કરી લીધી. અનુક્રમે સ્વર્ગ અને ભૂમિના જાણે પ્રતિમલ્લ હોય તેવા તે બંને ભાઈએ કવચ ધારણ કરીને ભવા લાગ્યા અને પરસ્પર સનેહધારી તેઓ અશ્વિનીકુમારની જેમ સહેદરપણે રહી પિતાની ઉપર અતિ ભક્તિથી તેના પદાતિની જેમ વર્તાવા લાગ્યા.
એકદા કોઈ ગર્વિષ્ટ એવા સીમાડાના રાજાને સાધવા માટે શિવરાજાએ દિવ્ય અસ્ત્રની જેમ સુદર્શન બલભદ્રને મેકલ્યા. સનેહને લીધે તેમના બંધુ પુરૂષસિંહ વાસુદેવ પણ કેટલાક પ્રયાણ કરતા તેમની પછવાડે ગયા. પ્રેમને બંધ વજલેપને અનુસરતો છે. પણ બલભદ્ર મોટા પ્રયત્નથી વાસુદેવને સાથે આવતા રોકયા, એટલે યૂથમાંથી ભ્રષ્ટ થયેલા હસ્તીની જેમ તે રસ્તામાં જ રહ્યા. વિવિધ વિદથી ભ્રાતાના વિયેગનું દુઃખ સહન કરી વાસુદેવ ત્યાં રહ્યા હતા, તેવામાં પિતા તરફથી એક પુરૂષ ત્યાં આવ્યું, અને તેણે પિતાને લેખ તેમને આપે, એટલે વાસુદેવે તે લેખ મસ્તકપર ધારણ કર્યો. તેમાં “હે વત્સ! સત્વરે અહીં આવ” એવા અક્ષર જોવામાં આવ્યા. તરત સસંભ્રમપણે લેખહાર પુરૂષને પૂછ્યું-“હે દત! અમારા બંને માતા અને પિતા કુશળ છે? અને મને સત્વર બેલાવવાનું કારણ શું છે?” દૂતે કહ્યું
આપના પિતાના શરીરમાં મોટે દાહવર ઉત્પન્ન થયે છે, તેથી તમને સત્વર બેલાવે છે.” પિતાના દાહજવરની ખબર સાંભળવાથી જાણે સાત કટકા થાય તેવો ઘા વાગ્યો હોય તેમ વાસુદેવ વિધુર થઈ ગયા, અને ત્યાંથી ચાલી નીકળ્યા. પુરૂષને સ્વજનની પીડા કરતાં વધારે બીજુ દુઃખ હેતું નથી.
બીજે જ દિવસે વાસુદેવ પિતાની નગરીમાં આવી પહોંચ્યા. જાતિવંતને તેવું સુખ માગમાં દાવાનળ જેવું થઈ પડે છે. વાસુદેવે જવરાત્ત પિતાએ આશ્રિત એવા ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં જાતા, ખંડાતા, ઉકળાતા અને શોધાતા વિવિધ ઔષધેમાં દાસજેને વ્યગ્ર હતા, રસવાયના વિપાકને જાણનાર ઔષધનું બલબલ વિચારનારા ચતુર વૈદ્યો પિતાની આસપાસ બેઠેલા હતા, અંગરક્ષકે હાથની સંજ્ઞાથી ઘોંઘાટને અટકાવતા હતા અને દ્વારપાળે ભ્રકુટીની સંજ્ઞાથી વિઘલકને દૂર બેસવાનું સૂચવતા હતા. આવા ગૃહમાં પ્રવેશ કરી પિતાનું જાણે દુખ લેતા હોય તેમ વાસુદેવ તેમના દુઃખથી દુઃખી થઈ ગયા. પછી બે હાથવડે ચરણ સ્પર્શ કરીને પિતાને પ્રણામ કર્યો, અને નેત્રમાં અશ્રુ આવવાથી જાણે પિતાને સ્નાન કરાવતા હોય તેમ દેખાવા લાગ્યા. પુત્રના કરસ્પર્શથી શિવરાજાને જરા આશ્વાસન મળ્યું. ઈષ્ટના દર્શનથી સુખ થાય છે, તે સ્પર્શથી થાય તેમાં શું આશ્ચર્ય! પછી શિવરાજા વારંવાર કરવડે પુત્રને સ્પર્શ કરવા લાગ્યા, અને તેથી જાણે શીતળતા થઈ હેય તેમ અધિક રોમાંચવાળા થયા. થોડીવારે રાજાએ પૂછ્યું-“હે વત્સ ! દાવાનળથી વૃક્ષની જેમ તમારૂં ઉદર દુર્બળ કેમ થઈ ગયું છે અને અધરપલવ ફીકકા કેમ પડ્યા છે?' તે વખતે વાસુદેવને અનુચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org