Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થો] અનંતનાથ પ્રભુનું નિર્વાણ
[ ૧૬૫ ચાર હજાર અને ત્રણસો અવધિજ્ઞાની, ચાર હજાર અને પાંચસો મન:પર્યવજ્ઞાની પાંચ હજાર કેવળજ્ઞાની, આઠહજાર વૈક્રિયલબ્ધિવાળા, ત્રણ હજાર ને બસો વાદલબ્ધિવાળા, બાસઠ હજાર તપસ્વી સાધવીઓ, બે લાખ ને છ હજાર શ્રાવકે અને ચાર લાખ ને ચૌદ હજાર શ્રાવિકાઓ -એ પ્રમાણે કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષ ઉણા સાડાસાત લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં પ્રભુને પરિવાર છે. પછી પિતાને મોક્ષકાલ નજીક જાણે પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા અને ત્યાં સાત હજાર સાધુઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે ચૈત્ર શુકલ પંચમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં અનંતપ્રભુ તે મુનિઓની સાથે મોક્ષે ગયા. તરતજ ઇંદ્રોએ દેવતાઓની સાથે ત્યાં આવી પ્રભુનો અને તેમના શિષ્યોને નિર્વાણ મહિમાને મહત્સવ કર્યો. કૌમારવયમાં સાડાસાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પંદર લાખ વર્ષ અને દીક્ષામાં સાડાસાત લાખ વર્ષ મળી ત્રીસ લાખ વર્ષનું અનંતપ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું. વિમળસ્વામીના નિર્વાણથી નવ સાગરોપમ અતિક્રમણ થયા પછી અનંતસ્વામીનું નિર્વાણ થયું.
પુરૂષોત્તમ વાસુદેવ ત્રીશલાખ વર્ષનું આયુષ્ય ભેગવી, ઉગ્ર પાપકર્મ કરવાને લીધે તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કુમારવયમાં સાત વર્ષ, મંડલીકપણુમાં તેર વર્ષ, દિગ્વિજયમાં એંશી વર્ષ અને રાજ્યમાં ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર નવસે અને વીશ વર્ષ એમ ત્રશલાખ વર્ષનું વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થયેલું છે. પંચાવન લાખ વર્ષના આયુવ્યવાળા સુપ્રભ બલરામ, પિતાના અનુજ ભાઈના અવસાન પછી ઘણાકાળ સુધી દુઃખિત પણે સંસારમાં રહ્યા. પછી પોતાના લઘુબંધુની વિપત્તિ (મૃત્યુ) જેવાથી વિરક્ત થયેલા સુપ્રભ બલભદ્ર મૃગાંકુશ મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી, અનંત ચતુષ્ટય મેળવીને અપુનર્ભવસ્થાન (મેક્ષ)ને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टि शलाकापुरूषचरिते महाकाव्ये - चतुर्थे पर्वणि अनंतस्वामीपुरुषोत्तमसुप्रभमधुचरित
વર્ગને નામ રાઃ ઃ | ૪ ||
૧૨ પ્રવચન સારોદ્વારમાં એક હજાર ચઉદ પૂવી અને પાંચ હજાર મન:પર્યાવજ્ઞાની કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org