Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ ] અનંતનાથ પ્રભુની દેશના
[૧૧ જેમ આ દુસ્તર સંસારરૂપ અરણ્યમાં ભટક્યા કરે છે. જીવ, અજીવ, આશ્રવ, સંવર, “નિર્જરા, બંધ અને મોક્ષ, એ સાત ત વિદ્વાને કહે છે.
“તેમાં પ્રથમ તત્વ જે જીવ છે તે મુક્ત અને સંસારી એમ બે પ્રકારે છે. તેઓ સર્વે “અનાદિનિધન અને જ્ઞાન દર્શન લક્ષણવાળા છે. તેમાં જે મુક્ત જીવ છે તે એક સ્વભાવી, “જન્માદિ કલેશથી વજિત અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય તથા અનંત “આનંદથી વ્યાપ્ત છે. સંસારી જીવ સ્થાવર અને ત્રસ એવા બે પ્રકારના છે. તે બંનેના “પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. તેમાં પર્યાપ્તપણાના કારણરૂપ પર્યાપ્તિએ છ છે. તેના આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોસ, ભાષા અને મન એવાં નામ છે. તે પર્યાપ્તિ એકે દ્રિયને ચાર, વિકલેંદ્રિયને પાંચ અને પંચંદ્રિયને છે એ પ્રમાણે અનુક્રમે હોય છે. પૃથ્વીકાય અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ એકેંદ્રિય સ્થાવર જીવ “કહેવાય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને બાદર એવા પ્રકારે છે. પાંચમા જે વનસ્પતિકાય
છે તે પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારે છે તેમાં પ્રત્યેક બાદરજ છે અને સાધારણ “સૂક્ષમ ને બાદર બે પ્રકારે છે.
ત્રસ જીવે બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય એમ ચાર પ્રકારે છે. તેમાં “પંચેન્દ્રિય સંસી અને અસંશી એવા બે પ્રકારના છે. જે શિક્ષા, ઉપદેશ અને આલાપને “જાણે અને મનપ્રાણને પ્રવર્તાવે તે સંજ્ઞી કહેવાય છે. અને તેથી વિપરીત–મન વિનાના તે “અસંશી કહેવાય છે. સ્પર્શના, રસના, નાસિકા, નેત્ર અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિય કહેવાય
છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ તેના અનુક્રમે વિષય છે. કૃમિ, શંખ, “ગંડુપદ, જલે, કેડીઓ અને છીપ વિગેરે વિવિધ છ દ્વીંદ્રિય છે. જુ, માકડ, મકડા “અને લીખ વિગેરે ત્રીદ્રિય જીવે છે અને પતંગ, મક્ષિકા, બ્રમર અને ડાંસ વિગેરે ચતુ“રિંદ્રિય જીવે છે. પંચેન્દ્રિય જીવોમાં જળ, સ્થળ અને આકાશચારી એમ ત્રણ પ્રકારના “તિર્યંચ છે, નારકી. મનુષ્ય અને દેવતાને ગણેલા છે. મને બળ, ભાષાબળ અને કાયદળ
એ ત્રણ બળ, પાંચ ઇંદ્ધિ અને શ્વાસોચ્છવાસ તથા આયુ એ દશ પ્રાણ કહેવાય છે. “કાચબળ, આયુષ્ય, ઉચ્છવાસ અને સ્પર્શેન્દ્રિય એ ચાર પ્રાણ સર્વ માં છે, વિકલે દિયમાં “ભાષા અને એકેક ઈદ્રિય વધવાથી છ, સાત ને આઠ પ્રાણ છે, અસંજ્ઞીને એક ઇન્દ્રિય “વધવાથી નવ પ્રાણ હોય છે, અને પૂર્ણ સંજ્ઞીને મન સહિત દશ પ્રાણ હોય છે. દેવતા
અને નારકી ઉપપાતપણે ઉત્પન્ન થાય છે, મનુષ્ય ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે, અને તિય “જરાયુ અને ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. બાકીના સંમૂઈિમ પંચેંદ્રી, વિકસેંદ્રિ તથા એકેદ્રિ “સંમૂર્ણિમ રીતે ઉત્પન્ન થાય છે. સર્વ સંમૂર્હિમ છે અને નારકીના પાપી છે માત્ર
૧ જેની આદિ એટલે ઉત્પત્તિ અને નિધન એટલે અંત–નથી એવા. B - 21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org