Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ થે ] અનંતનાથ ભગવંતને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન
[૧૫૯ ગજેદ્રનું બળ વખણાતું નથી. આ તારો માટે ભાઈ બળભદ્ર પિતાને માટે સુભટ ધારીને મારી સામે ઉભે રહ્યો છે, પણ કદી હાથી મોટે હોય તે પણ પર્વતની આગળ તે તે ના જ છે.”
આવાં મધુનાં વચન સાંભળી પુરૂષોત્તમકુમારે સ્મિત હાસ્ય કરી કહ્યું-“અરે મૂર્ખ ! સૂર્ય નાનું છે તો પણ મહા મોટા અંધકારને હણે છે, અને અગ્નિને ના તણખો પણ ઘાસની મોટી ગંજીને બાળી નાંખે છે, તેથી વીર પુરૂનું પ્રમાણ તેજમાંજ છે, તેજસ્વીની કાંઈ વય જોવાતી નથી, માટે નિઃશંક થઈને ચક છોડ, વિલંબ કર નહીં, કેમકે સપ પણ ઝેર છેડવા સિવાય શમતો નથી.” વાસુદેવનાં આવાં વચન સાંભળીને બાળક જેમ ઉંબાડિયાને ફેરવે, તેમ અંગુલિમાં મુદ્રિકા જેવું કરીને મધુએ લીલાથી ચક્ર ફેરવવા માંડયું. પછી તેણે છોડેલું તે ચક ઉગ્ર તેજને દર્શાવતું આવ્યું, અને પિતાના અગ્રભાગથી વાસુદેવના વક્ષસ્થળ ઉપર પ્રહાર કર્યો. તે પ્રહારથી વાસુદેવ મૂચ્છ પામી રથમાં પડયા; એટલે બલભદ્ર છલંગ મારી, તે રથમાં આવીને તેમને પિતાના ઉત્સંગમાં લઈ લીધા. અમૃતના સ્નાન જેવા પોતાના ભાઈના અંગના સંગથી વાસુદેવને તરતજ સંજ્ઞા આવી, એટલે પછી મધુના પ્રાણની જેમ તે ચક્ર તેમણે હાથમાં ગ્રહણ કર્યું, અને મધુ પ્રત્યે કહ્યું-“અરે મધુ! હવે તું પણ મારી જેમ અહીં રહે નહીં, સત્વર ચાલ્યું જા, કેમકે શ્વાનને સિંહની સાથે સ્પર્ધા કરવી ઘટે નહીં.” મધુએ કહ્યું-“અરે વાસુદેવ! તું પણ ચક્ર છેડ. શરઋતુના મેઘની જેમ ફેકટ ગર્જના કરીને શામાટે પિતાની બડાઈ મારે છે? આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વાસુદેવે તે ચક્ર છેડી તેનું મસ્તક તાડના ફળની જેમ પૃથ્વી ઉપર પાડી નાખ્યું. તે સમયે દેવતાઓએ પુરૂષોત્તમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને “સાધુ, સાધુ” શબ્દ વદી વાસુદેવની સ્તુતિ કરી. તેમજ “હા નાથ!
ક્યાં ગયા? એવાં વચનથી મધુરાજાના સ્વજનેએ મધુને શેક કર્યો. મધુના ભાઈ મહા સુભટ કૈટભને પણ હરિના સેનાપતિએ મારી નાખે, એટણે બીજા અવશેષ રહેલા મધુપક્ષના સર્વ રાજાએ તરત શ્રીપતિ વાસુદેવના આશ્રય નીચે આવ્યા.
ત્યાંથી ચાલીને વાસુદેવે માગધ, વરદામ અને પ્રભાસના અધિપતિ દેવને સાધ્યા અને દક્ષિણાર્ધ ભરતક્ષેત્રની સમૃદ્ધિ સંપાદન કરી. પાછા વળતાં મગધ દેશમાં કેટી પુરૂષોથી ઉપાડાય એવી એક મોટી શિલા લીલાથી ઉપાડી આનંદી વાસુદેવે ઢાંકણાની પેઠે પાછી મૂકી. સમુદ્ર તરંગરૂપી હાથવડે જેને અર્થ આપે છે એવા પુરૂષોત્તમ વાસુદેવ ત્યાંથી પિતાની દ્વારાવતી નગરીમાં આવ્યા. ત્યાં સોમરાજા, બલભદ્ર અને બીજા રાજાઓએ મળીને પરમ હર્ષથી વાસુદેવને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો.
- હવે ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી અનંતનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે રહી ધ્યાન કરતા એવા ભગવંતના, સંસારના જાણે મર્મ હોય તેવાં ઘાતકર્મો નાશ પામ્યાં, એટલે વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને રહેલા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દિવ્ય સમવસરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org