Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ ]. મધુરાજાને થયેલ ક્રોધ
[ ૧૫૭ તેના પુત્ર તરફ વિદાય કર્યો. તત્કાળ તે વેગવાળ દૂત દ્વારકાએ પહોંચી પુત્ર સહિત સભામાં બેઠેલા સેમરાજાની પાસે આવ્યો, અને પરાક્રમપૂર્વક કહેવા લાગ્યો. “દત કદિ પરાક્રમ રહિત હાય, તે પણ પિતાના સ્વામીના પરાક્રમથી પરાક્રમવાળો થાય છે.” દૂતે કહ્યું-“ગવિંટને ગર્વ હરનાર, વિનીત ઉપર વાસલ્ય રાખનાર, પ્રચંડ ભૂજાબળથી સર્વને વિજય કરનાર, ક્ષત્રિયવ્રત રૂપ મહાજનવાળા, દક્ષિણ ભરતાદ્ધિમાં રહેલા કુલીન રાજાએરૂ૫ રાજહંસ જેના ચરણરૂપ કમળની દાસની પેઠે સેવા કરે છે, વૈતાઢ્ય ગિરિની દક્ષિણ એશિ પર રહેનારા વિદ્યાધરોના રાજાઓ જેને દંડ આપે છે, અને જાણે બીજે ઇંદ્ર હોય તેમ પ્રચંડ આજ્ઞાને પ્રવર્તાવી રહ્યો છે એ, અદ્ધ ભરતક્ષેત્રરૂપ ઉદ્યાનમાં મધુ (વસંત) સામાન અદ્ધિચક્રી મધુ નામે રાજા છે. તેણે તમને શિક્ષા આપવા માટે મને મોકલ્યા છે, તે સાવધાન થઈને સાંભળે. તેમણે કહ્યું છે કે તમે પૂર્વે અમારી અત્યંત ભક્તિના કરનારા હતા, તે અમારા જાણવામાં છે; પણ અત્યારે પુત્રના પરાક્રમથી બદલાઈ ગયા છે એવું લેકના મુખથી અમે સાંભળ્યું છે, પણ કદિ જે તમે પૂર્વની જેવાજ છે, તમારા ભક્તિભાવમાં કાંઈ પણ ફારફેર થયા ન હોય તો કુંચીની મર્યાદા કરીને તમારી પાસે જે સાર સાર હોય તે સ્વામીને દંડ તરીકે મોકલાવે. કારણકે સ્વામીના પ્રસાદથી તમને વળી બીજું ઘણું પ્રાપ્ત થશે. જુઓ સૂર્ય જેટલું જળ લે છે તે કરતાં ઘણું વધારે પાછું આપે છે, અને જો સ્વામીની અકૃપા હશે તો તમારું સર્વસ્વ વિનાશ પામી જશે, કેમકે જ્યારે સ્વામી રેષ ધરે ત્યારે જાણે ભય પામી હોય તેમ લક્ષ્મી ચાલી જાય છે. વળી જે તમે પોતાના સ્વામીની સાથે વિરોધ કરશે તો સંપત્તિ તો દૂર રહે, પણ સ્ત્રી, પુત્ર, મિત્રાદિ અને તમારૂં જીવિત પણ રહેશે નહીં. માટે હે રાજા ! આપણા સ્વામીની આજ્ઞા માની દેશને મર્યાદા વડે પાલન કરે, અને શ્વાન જેવા તમારા પિશુન (ચાડીઆ) લકોની વાણી નિષ્ફળ થાઓ.”
આવાં ડૂતનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે રોષ ભરેલાં કઠેર વચને કહ્યું-“હે દત! તું દૂત હોવાથી અવધ્ય છે, તેથી આવાં કડવાં વચને બેલે છે, પણ આવાં વચન બેલનાર તું અને તે પ્રમાણે બેલાવનાર તારો સ્વામી શું ઉન્મત્ત છે? મત્ત છે? પ્રમત્ત છે? કે પિશાચે ગ્રહેલે છે? જેમ બાળકે ક્રીડામાં સ્વેચ્છાએ રાજા થઈને રમે છે, તેવી રીતે જ તારે મૂઢ સ્વામી સર્વને સ્વામી થવા પ્રવર્તે છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે કયારે પણ સ્વીકારેલ નથી. તેમ છતાં જે પિતાનું ઈચ્છિત, વચન પ્રમાણે થતું હોય તો તે પોતાની મેળે ઈંદ્ર કેમ થતો નથી? પિતાના મોટા રાજ્યના બળથી તે અજ્ઞ રાજા જે અમારી ઉપર ચઢી આવશે તે સમુદ્રની વેળાની વખતે કાંઠા ઉપર રહેલા મત્યેની જેમ અવશ્ય મૃત્યુ પામશે. હે દૂત! જા દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવાને માટે અહીં મોકલ, જેથી તેના પ્રાણુની સાથે દાસીની જેમ તેની રાજ્યલક્ષ્મીને હું બળાત્કારે ગ્રહણ કરી લઈશ.”
આ પ્રમાણેનાં પુરૂષોત્તમ વાસુદેવનાં વચનેથી તે દૂત રોષ પામીને ત્યાંથી ચાલી નીકળે અને પિતાના સ્વામીને દુઃખે કહેવા ગ્ય તે સર્વ વચને આવીને કહ્યાં. એ વાસુદેવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org