Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૬]
સેમરાજા પ્રત્યે મધુરાજાએ મેકલેલ દૂત [ પર્વ ૪ થું દષ્ટિમાર્ગે આવ્યા છે. આ ભરતાદ્ધને વિષે સર્વ રાજાઓ અને માગધ, વરદામ અને પ્રભાસના અધિપ દેવતાઓ મારા સેવકે છે, તેથી હે નારદ ! જે વસ્તુથી કે દેશથી તમારે પ્રોજન હોય તે નિઃશંકપણે કહે, હું તમને આપીશ” નારદે કહ્યું “મારે કઈ વસ્તુનું પ્રયોજન નથી, તેમ કોઈ દેશ લેવાની પણ ઈચ્છા નથી. હું તે ફક્ત ક્રિીડા કરતો કરતે અહીં આવી ચડ્યો છું. પણ અરે મધુરાજા ! “હું અદ્ધ ભારતનો સ્વામી છું” એવી ખોટી બડાઈ તમે મારે છે. કેમકે બંદિજનનો સર્વ અર્થવાદ કાંઈ યથાર્થ હેય નહીં, વળી બંદિજને ધનના લેભથી જેની સ્તુતિ કરે તે જે બુદ્ધિમાન હોય તો તેણે શરમાવું જોઈએ, પણ તેમાં પ્રતીતિ રાખવી ન જોઈએ; કેમકે આ જગતમાં બળવાથી પણ બળવાન અને મોટાથી પણ મોટા અને લેવામાં આવે છે, કારણકે બહુરત્ના વસુંધરા છે.”
નારદનાં આવાં વચન સાંભળવાથી શમીવૃક્ષની અંદર અગ્નિ ઉત્પન્ન થાય તેમ મધુના હૃદયમાં કેપ ઉત્પન્ન થયે; એટલે અધરને દંશ કરતાં તેણે તત્કાળ નારદને કહ્યું –“હે નારદ ! આ ભરતાદ્ધમાં ગંગાથી મોટી નદી કઈ છે? અને વૈતાઢયથી માટે પર્વત પણ કરે છે? તેમજ મારાથી અધિક બળવાળો પણ કેણ છે? નારદ! જેને તમે મારાથી અધિક બળવાન માનતા હે તેનું નામ અને તત્કાળ કહે, કે જેથી હાથીના બચ્ચાને અષ્ટાપદ પરાક્રમ બતાવે તેમ હું તેને મારું પરાક્રમ બતાવું. અરે દ્વિજ ! શું કઈ મન્મતે અથવા પ્રમાદીએ તમારી અવજ્ઞા કરી છે કે જેને સ્તુતિ કરવાના મિષથી તમે વધ કરાવવાને ઈચ્છે છે?” નારદે કહ્યું–“હું કઈ મત્ત કે પ્રમાદી પુરૂષની પાસે જતાજ નથી, તો પછી મારી તેનાથી શી રીતે અવજ્ઞા થાય? પણ તમે તમારી સભામાં “હું અદ્ધ ભરતને સ્વામી છું' એવું આજે બેલ્યા તેમ હવે ફરીવાર બેલશે નહીં, કારણકે તેથી તમારું હાસ્ય થશે. હાલ દ્વારકા નગરીમાં સોમરાજાને ઘેર સુપ્રભ અને પુરૂષોત્તમ નામે બે પુત્રો થયા છે, તેને શું તમે કાને પણ નથી સાંભળ્યા ? મોટા બળવાળા અને પરસ્પર પ્રીતિવાળા તે બંને મહાબાહુ જાણે મૂર્તિમાન્ પવન અને અગ્નિ હાય તેવા દુસહ છે, કૌતુકથી શક અને ઈશાન ઇદ્ર જાણે સ્વર્ગમાંથી ઉતરીને અવતર્યા હોય તેવા તેઓ માત્ર એક ભુજાવડે સમુદ્ર સહિત પૃથ્વીને ઉદ્ધાર કરી શકે તેવા છે. મહાવનમાં સિંહની જેમ તેઓ જ્યાં સુધી આ ભરતક્ષેત્રમાં રહેલા છે, ત્યાં સુધી મદાંધ હસ્તીની જેમ તમે અજ્ઞાનથી ફેકટ શા માટે ગર્જના કરે છે ?”
આ પ્રમાણેનાં નારદજીનાં વચને સાંભળી કેપથી નેત્ર રાતા કરતા અને દાંતવડે દાંત ઘસતે મધુરાજા જાણે ઠંદ્વયુદ્ધ કરવા ઈચ્છતા હોય તેમ બોલી ઉઠ્યો-“તમે કહે છે તે જે સત્ય છે તો આજે તમને જેમ યુદ્ધ જેવાને તેમ યમરાજને વેચ્છાએ ક્રીડા કરવાને હું આમંત્રણ કરૂં છું, અને તેમ, સુપ્રીમ તથા પુરૂષોત્તમ વગરનું દ્વારકાનું રાજ્ય પણ કરૂં છું, તે તે અમારા યુદ્ધને તમે તટસ્થ રહીને અવકન કરજે.” આ પ્રમાણે કહી નારદમુનિને વિસર્જન કર્યા પછી તેણે પોતાના એક દૂતને એકાંતમાં બોલાવી સમજાવીને સેમરાજા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org