Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૪] નંદારાણી પ્રત્યે મલયપતિનું આસકતપણું તથા તેનું હરણ [૫ ૪ થું રાજ્ય કરતા હતા. તેને રૂપવડે સુરસુંદરીઓના રૂપ સંબંધી અહંકારને હરનારી અને નયનને આનંદ આપવામાં ચંદ્રિકારૂપ નંદા નામે રાણું હતી. એકદા વસંતને મલયાચળના પવનની જેમ તે સમુદ્રદત્તને મિત્ર મલયભૂમિને રાજા ચંડશાસન ત્યાં આવી ચડ્યો. તેને પોતાને ઘેર આવેલ જોઈ સમુદ્રદત્તે સગા ભાઈની જેમ પરિવાર સહિત ભોજન કરાવ્યું. તે વખતે સમુદ્રને ગંગાની જેમ તે સમુદ્રદત્તની પત્ની નંદા, કે જે નેત્રને આનંદ આપનારી હતી તે મલયપતિની નજરે ચડી તેને દેખીને તત્કાળ જાણે કામદેવના દુસહ અોએ ખીલી લીધે હેય તેમ તે સ્તબ્ધ થઈ ગયે; અને વિપ્રલંભશૃંગારરૂપ અગ્નિને તીવ્ર ધામ થયે હેય તેમ તેના શરીરને પસીને આવી ગયે. વળી જાણે પ્રેમઅંકુરિત થયેલ હોય તેમ સર્વ અંગમાં પુલકાવળી પ્રગટ થઈ તેના શરીરના ગુણથી જાણે ઝાડ વળગ્યું હોય તેમ તેને સ્વર બદલાઈ ગયે; તેને આલિંગન કરવાને જાણે ઉત્સુક થયું હોય તેમ સર્વ અંગ કંપવા લાગ્યું; તેની પ્રાપ્તિ નહીં થવાથી શેક થયા હોય તેમ શરીરને વર્ણ ફરી ગયે; જાણે કામાંધ થયા હોય તેમ અશ્રવડે નેત્ર ઝાંખાં થઈ ગયાં અને તેની પ્રાપ્તિ વગર જાણે મૃત્યુને લાવવા ઈચ્છત હોય તેમ તેનામાં લય પામી ગયો. આ પ્રમાણે સર્વ અંગઉપાંગમાં સુંદર એવી તે નંદારાણીના અવલેકનથી ચંડશાસને કઈ કઈ કામાવસ્થા ન અનુભવી? જેની બુદ્ધિ અસ્ત પામી ગઈ છે એ એ કામપીડિત રાજા સમુદ્રદત્તના મંદિરમાં સુતે પણ રોગાનંની જેમ તેને નિદ્રા આવી નહીં. હમેશાં નંદાને મેળવવાના ઉપાયો ચિંતવ ચંડશાસન મિત્રના મિષે શત્રુ થઈને કેટલેક કાળ ત્યાં રહો.
એ પ્રમાણે ઘણું રહેવાવડે સમુદ્રદત્તને વિશ્વાસ ઉપજાવીને એક દિવસે પક્ષી જેમ રત્નાવળી હાર લઈ જાય તેમ ચંડશાસન નંદાને હરી ગયો. રાક્ષસની પેઠે બળ અને છળ ધરનારા તે દુષ્ટ હરણ કરેલી રાણીને પાછી લાવવાને અસમર્થ એવા સમુદ્રદત્તના મનમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયે. હૃદયમાં રહેલા શલ્યની જેવા એ મોટા અપમાનથી પીડાતા રાજાએ શ્રેયાંસ નામના મુનિની પાસે દીક્ષા લીધી. મુનિ ૫ણામાં મોટી તપસ્યા કરી, તેના ફળે કરીને પિતાની રાણી નંદાનું હરણ કરનાર ચંડશાસનને વધ કરનાર થવાનું નિયાણું બાંધ્યું. આ પ્રમાણે નિયાણું કરવાથી અપરિમિત ફળવાળા તપને પરિમિત ફળવાળે કરી દઈને કાળગે મૃત્યુ પામી સહસ્ત્રાર દેવકમાં તે દેવતા થયો.
કાળના ક્રમથી ચંડશાસન પણ મૃત્યુ પામી સંસારસાગરની જળચક્રી જેવી અનેક પેનિએમાં ભટક. પછી ભરતક્ષેત્રમાં આવેલાં પૃથ્વીપુર નગરમાં વિલાસ રાજાની ગુણવતી રાણીના ઉદરથી મધુ નામે પુત્ર થયે. અનુક્રમે વૃદ્ધિ પામતાં ત્રીસ લાખ વર્ષના આયુષ્યવાળે, તમાલ પુષ્પના જેવી કાંતિવાળે અને પચાસ ધનુષ્ય ઉંચે જાણે જંગમ પર્વત હોય તે તે દેખાવા લાગ્યો. મેટા બાથી જાણે બે સુંઢવાળે દિગ્ગજ હોય, અને વિશાળ વક્ષસ્થળની શોભાથી જાણે જંગમ ગિરિરાજ હોય તે તે જાતે હતે. લીલાવડે પૃથ્વી ઉપર ફરતા એ બળવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org