Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ થે] પ્રભુને દીક્ષાભિષેક
[ ૧૫૩ એમ કહ્યું. પછી ઇદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતાઓએ પૂરેલા ધનવડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. તે દાનને અંતે સંસારને અંત કરવાને ઈચ્છતા પ્રભુને સુર, અસુર અને રાજાઓએ આવી દીક્ષાભિષેક કર્યો. પછી વિચિત્ર વેશે, વસ્ત્ર તથા માળાને ધારણ કરી જગત્પતિ સાગરદના નામે ઉત્તમ શિબિકામાં આરૂઢ થયા. શક્રાદિક ઇદ્રોએ જેમની ઉપર છત્ર, ચામર અને પંખા ધારણ કર્યા છે એવા પ્રભુ તે શિબિકાવડે સહસ્ત્રાભ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા.
તે ઉધાન જાણે જતી આવતા બેચરની સ્ત્રી હોય તેવી હિંચકા ખાવામાં આસક્ત થયેલી નગરની ચતુર સ્ત્રીઓથી આકુળવ્યાકુળ થઈ રહ્યું હતું. તેમાં નવીન પદ્વવથી રાતા થઈ ગયેલા અને ભ્રમરરૂપ કેશને ઉછાળતા અશોકવૃક્ષે જાણે મધુપાનવડે મત્ત થઈ ઘુમતા હોય તેમ જણાતા હતા. ક્રીડાથી ઢાંત થયેલી નગરસ્ત્રીઓના સર્વ શ્રમને હરણ કરતા અને ઉંચા પલ્લવને ફેરવતા આમ્રવૃક્ષે જાણે પંખે લઈને વીંજતા હોય તેમ દેખાતા હતા. જાણે વસંતલક્ષ્મીની કર્ણિકાઓ હોય તેવા કણિકારનાં પુષ્પથી અને જાણે સુવર્ણનાં તિલક હોય તેવાં કાંચનવર્ણ તિલક વૃક્ષવડે એ ઉઘાન ઘણું સુંદર લાગતું હતું. કોકિલાના અવાજથી જાણે પ્રભુને સ્વાગત આપતું હોય તેવા એ ઉદ્યાનમાં ઉત્સુક થઈને જેમ જગના મનમાં પ્રવેશ કરે તેમ જગત્પતિ પ્રભુએ પ્રવેશ કર્યો. પછી ઇંદ્રના હાથના ટેકાવડે સાગરદત્તા નામની શિબિકામાંથી ઉતરી પ્રભુએ અલંકાર વિગેરેને ત્યાગ કર્યો અને વૈશાખ માસની કૃષ્ણ ચતુ દંશીએ રેવતી નક્ષત્રમાં અપરાહનકાળે છડૂતપ કરી એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. પછી સર્વ ઇંદ્રાદિક દેવતાઓ પ્રભુને વંદના કરી કૃતકાર્ય થઈ પોતપોતાને સ્થાનકે ગયા.
બીજે દિવસે વદ્ધમાન નગરમાં વિજયરાજાના મંદિરને વિષે ચૌદમા અહંતે પરમ અન્નવડે પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય કર્યા, અને પ્રભુના ચરણન્યાસને ઠેકાણે વિજયરાજાએ એક રત્નમય પીઠ કરાવી. પછી કપટ રહિત એવા છઘસ્થ પ્રભુ તે સ્થાનથી નીકળી પરિષહ સહન કરતા કરતા વિહાર કરવાને પ્રવર્યા.
આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે પરમ આનંદની જન્મભૂમિ રૂપ નંદપુરી નામે એક સુંદર પુરી છે. તેમાં શત્રુઓની સ્ત્રીઓને શોક આપનાર અને અશોક વૃક્ષની જેમ પોતાના કુળરૂપી ઉદ્યાનમાં આભૂષણરૂપ મહાબલ નામે રાજા હતો. નગરને ચતુર માણસ જેમ ગામડામાં વસવાને વિરક્ત થાય તેમ મોટા મનવાળે એ રાજા અનુક્રમે સંસારવાસથી વિરક્ત થશે. તેથી તે રાજાએ ત્રષભ મુનિના ચરણકમળમાં જઈ પાંચ મુષ્ટિવડે કેશને લેચ કર્યો અને ચારિત્ર અંગીકાર કર્યું. ઉદ્યાનની જેમ મોટા ફળને આપનારા ચારિત્રધર્મને પાળી, મૃત્યુ પામીને તે રાજા સહસ્ત્રાર દેવલેકમાં દેવતા થયો.
તે સમયમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે ઇંદ્રપુરીની જેવી નગરી હતી. તે નગરીમાં શત્રુઓના તેજને મુદ્રાંકિત કરનાર અને સમુદ્રની જે ગંભીર સમુદ્રદત્ત નામે રાજા B - 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org