Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૨]. પ્રભુને દીક્ષાભિષેક
[ પર્વ ૪ થું ત્યાં અતિપાંડુકબલા નામની શિલા ઉપર ઉલ્લંગમાં પ્રભુને રાખી સિંહાસન પર તે બેઠે. પછી અશ્રુત વિગેરે ત્રેસઠ ઈંદ્રો ત્યાં આવ્યા, અને તીર્થ જળ મંગાવીએ અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી જાણે પ્રભુના ભારને વહન કરવાને માટે શ્રમ લાગ્યું હોય તેમ શકે ઇ મોટા સારવાળા એ પ્રભુને ઈશાન ઇદ્રના ઉસંગમાં બેસાર્યા, અને પિતે સફાટિકના ચાર વૃષભને વિકુવ, તેમના શૃંગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી દેવદૂષ્ય વસ્ત્રવડે પ્રભુના અંગને લૂછી, ચંદનાદિકથી વિલેપન અર્ચન કરી અને આરાત્રિક ઉતારી સૌધર્મપતિએ નીચે પ્રમાણે સ્તુતિ કરી.
“હે નાથ! જે તમારી આગળ ભૂમિપર આળોટી પૃથ્વીના રજથી વ્યાપ્ત થાય છે “તેઓને ગોશીષચંદનને અંગરાગ દુર્લભ નથી. જેઓ ભક્તિ વડે એક પુષ્પ પણ તમારા “મસ્તક પર ચડાવે છે તેઓ મસ્તક પર છત્ર ધારણ કરીને નિરંતર વિચરે છે. તમારા “અંગ ઉપર જેઓએ એકવાર પણ અંગરાગ કર્યો હોય તેઓ દેવદૂષ્ય વસ્ત્રને ધારણ કરનારા થાય તેમાં કાંઈ પણ શંકા નથી. જેઓ તમારા કંઠઉપર એકવાર પણ પુષ્પમાળા ધરે છે તેઓના કંઠ ઉપર દેવતાની સ્ત્રીઓની ભુજલતાએ વીંટાઈ વળે છે. જેમાં તમારા અતિ નિર્મળ ગુણનું એકવાર પણ વર્ણન કરે તેએ આ લેકમાં અતિશયવાન થઈ દેવતાઓની “ીઓથી ગવાય છે. જેમાં ચાર ચતુરાઈથી તમારી આગળ નૃત્યાદિક ચેષ્ટા કરે છે તે
એને ઐરાવત હાથીના કંધ ઉપર આસન મળવું દુર્લભ નથી. હે દેવ! જેઓ રાત્રીદિવસ “તમારા પરમાત્માસ્વરૂપનું ધ્યાન કરે છે તેઓ હમેશાં આ લેકમાં સર્વને ધ્યાન કરવા યોગ્ય “થાય છે. હે પ્રભુ! તમને નાવ, અંગરાગ, નેપથ્ય ને આભૂષણ વિગેરે ધારણ કરાવવામાં “તમારા પ્રસાદથી હમેશાં મારે અધિકાર રહો.”
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ સુયશ દેવીની પાસે આવી તેમના પડખામાં જેમ હતા તેમ ઈંઢે મૂક્યા. પછી નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અહતની પ્રતિમાને અઠ્ઠાઈઉત્સવ કરી, શક તથા બીજા ઇંદ્રો પોતપોતાને સ્થાને ગયા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનંત બળને જીત્યું હતું, તેથી તે પ્રભુનું અનંતજીવ એવું નામ પાડયું. યોગી જેમ ધ્યાનામૃતનું પાન કરે તેમ સ્તનપાન નહીં કરનારા પ્રભુ પિતાના અંગુઠામાંથી અમૃતનું પાન કરતા મોટા થવા લાગ્યા. અનુક્રમે ચંદ્રની પેઠે બાલ્યવય ઉલ્લંઘન કરી, પચાશ ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. માર્ગના વિશ્રામસ્થાન) વટેમાર્ગ જેમ ત્યાગબુદ્ધિએ અંગીકાર કરે તેમ ત્યાજ્યપણાને નિશ્ચય કરી અનંતના પિતાની આજ્ઞાથી સ્ત્રીને પરિગ્રહ (પાણિગ્રહણ) સ્વીકાર્યો, અને સાડાસાત લાખ વર્ષો વીત્યા પછી પિતાના ઘણા આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. પછી પંદર લાખ વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યા બાદ સિંહસેનના કુમાર અનંતનાથના મનમાં દીક્ષા લેવાને વિચાર ઉત્પન્ન થયે. તત્કાળ સારસ્વતાદિક કાંતિક દેવતાઓએ બ્રહ્મદેવલેકમાંથી આવી “હે નાથ! તીર્થ પ્રવર્તા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org