Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૯૨]
રાજાએ દૂતના કેપની કરેલ શાંતિ
[પર્વ ૪ થું તું જાણે પૃથ્વી ફાડીને નીકળ્યું હોય તેમ અકસ્માત સભામાં કેમ આવ્યો? જે કે સરલ સ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારૂં અવિનીતપણું છતાં તારો સત્કાર કર્યો, પણ તે ફેગટ કર્યો છે. હે દુષ્ટ ! જે શક્તિથી તું દુર્વિનીત થયેલો છે તે તારી શક્તિ હવે પ્રકાશ કર; નહી તે આ તારા અન્યાયરૂપ વૃક્ષનું ફળ તો હું તને હમણાં જ બતાવું છું.” આ પ્રમાણે કહીને ત્રિપૃષ્ણકુમાર મુષ્ટિ ઉગામી તેને મારવા જાય છે, તેવામાં સમીપ રહેલા અચલકુમારે (બલદેવે) નજીક આવી તેને અટકાવીને આ પ્રમાણે કહ્યું-“હે કુમાર ! બસ કરો, એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહીં. આક્રોશ કરનારા પણ શિયાળીઆની ઉપર કેશરીસિંહ પ્રહાર કરે નહીં. દૂત કદિ અવળું આચરણ કરે તે પણ એ વધ કરવાને યોગ્ય નથી. વળી વિરૂપ બોલનારે પણ બ્રાહ્મણ તેની બ્રાહ્મણ્યતાને લીધે વધ કરવા ગ્ય નથી. તેથી આ કઠેર પુરૂષની ઉપરથી ક્રોધનું સંહરણ કરે હસ્તીના દંતઘાતનું સ્થાન એરંડનું વૃક્ષ નથી.” આ પ્રમાણે અચલકુમારે કહ્યું. એટલે ત્રિપૃષ્ટ હાથી જેમ પોતાની સુંઢને સંકોચે તેમ ઉગામેલી મુષ્ટિને પાછી સંકોચી પિતાના સુભટોને આજ્ઞા કરી કે
સંગીતના રંગનો ભંગ કરનાર આ પાપી દૂતનું જીવિત વિના બીજું બધું હરી લે.” પછી કુમારની આજ્ઞાથી ઘરમાં પડેલા શ્વાનની જેમ સુભટેએ યષ્ટિ મુષ્ટિ વિગેરેથી તેને ઘણે માર માર્યો અને પછી વધસ્થનિ ઉપર લઈ ગયેલા વધ્ય પુરૂષની પાસેથી જેમ આરક્ષકો સર્વ લઈ લે તેમ તેનું સર્વ અલંકારાદિક લઈ લીધું. પછી તે દૂત હાથીની સાથે સાઠમારી કરનાર પુરૂષની જેમ તેઓના પ્રહારને પ્રાણની રક્ષા માટે વંચના કરતો પૃથ્વી ઉપર આળોટવા લાગ્યું. તેની એવી સ્થિતિ જોઈને તેને સર્વ પરિવાર હથિયારાદિક મૂકી, ભક્ષ્ય છેડીને જેમ કાગડાઓ નાસે તેમ જીવ લઈને નાસી ગયે. પછી તે દૂતને ગધેડાની જેમ માર મારી, ચકલાની જેમ લુંટી લઈ અને વિટ પુરૂષની જેમ નચાવીને બને કુમારો પોતાના ઘર તરફ ચાલ્યા ગયા.
આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજાએ લોકોના મુખેથી સાંભળ્યો ત્યારે ચિત્તમાં શલ્ય પેઠું હોય તેમ ચિંતવવા લાગ્યો કે “અહે મારા કુમારોએ આ યુક્ત કર્યું નથી, પણ પિતાને ઘેડે પાડી નાખ્યો હોય તે વાત બીજા કોની આગળ જઈને કહેવાય? આ ચંડવેગ દૂત ઉપર જે ધસારો કર્યો છે તે કાંઈ તેનાં ઉપર કર્યો નથી પણ અશ્વગ્રીવ રાજાની ઉપરજ એ ધસારો કર્યો છે, કારણ કે દૂત છે તે સ્વામીના પ્રતિનિધિ થઈનેજ સંચરે છે, તેથી જ્યાં સુધી ચંડવેગ અગ્રીવ પાસે ગયે નથી, ત્યાં સુધીમાં જ એને પાછો બોલાવીને તેને અનુનય કરે સારો છે, જ્યાંથી અગ્નિ ઉઠયો હોય ત્યાં જ તેને બુઝાવી દેવો યુક્ત છે.” આ પ્રમાણે વિચારી પ્રજાપતિ રાજાએ પિતાના પ્રધાન દ્વારા પ્રેમથી કોમળ એવાં મીઠાં વચનેથી તેની પણિપાત કરાવીને તેને પાછા બોલાવ્યો અને અંજલિ જોડી પિતાના કુમારએ કરેલી કલુષતાને જોવામાં જળના પ્રવાહરૂપ વિશેષ બરદાસ કરી. કપ પામેલા હસ્તીના કેપની શાંતિને માટે જેમ શીતોપચાર કરે તેમ તેના કોપની શાંતિને માટે મોટા મૂલ્યવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org