Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ જે. 8 DRIÖRDUDDIDDODIR
શ્રી વિમળનાથ ચરિત્ર.. નિષ્કર્મપણથી નિર્મળ સ્વરૂપવાળા અને ઉજજવળ ધર્મવ્યાખ્યારૂપી ગંગાનદીના ઉ૫ત્તિસ્થાન હિમાચળ પર્વતરૂપ શ્રી વિમળનાથ ભગવાનને નમસ્કાર છે. નિર્મળ તીર્થ જળની પેઠે જગતને પવિત્ર કરનારૂં તેરમાં તીર્થકર શ્રી વિમળપ્રભુનું ચરિત્ર હવે કહેવામાં આવશે.
ધાતકીખંડ દ્વિીપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રને વિષે ભરત નામની વિજયમાં મહાપુરી નામે એક રત્ન સમાન નગરી છે. તેમાં સમુદ્રની જેમ ધારી શકાય નહીં તે અને ગુવડે જ પાસે જવા લાયક લક્ષમીના સ્થાનરૂપ પવન નામે રાજા હતા. બળવાન અને વિવેકી જનોમાં અગ્રેસર એવા એ રાજાએ પૃથ્વીમાં પિતાના શાસનની જેમ પિતાના ચિત્તમાં જૈન શાસનને અખંડ પ્રસારવાળું કરી દીધું હતું. નઠારા ઘરમાં રહેનાર જેમ ખેદયુક્ત રહ્યા કરે તેમ આ સંસારમાં ખેદયુક્ત નિવાસ કરતે તે રાજા અધિક વૈરાગ્ય ધારણ કરતા હતા. પરિણામે માર્ગમાં બેદ પામેલ વટેમાર્ગુ જેમ ઉત્તમ વૃક્ષની પાસે જાય તેમ સંસારથી અત્યંત નિર્વેદ પામીને તે રાજા સર્વગુપ્ત નામના આચાર્યની પાસે ગયે, અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી નિર્ધન પુરૂષ જેમ ધન પામીને અને અપુત્રીઓ જેમ પુત્ર પામીને તેનું સમ્યક પ્રકારે રક્ષણ પાલન કરે તેમ તેણે સમ્યક્ પ્રકારે ચારિત્રનું પ્રતિપાલન કર્યું. અનુક્રમે વિધિપૂર્વક અહંદુ ભક્તિ વિગેરે સ્થાનકોને સેવવાથી તેમણે આત્મપરાક્રમવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. પછી ચિરકાળ પર્યત તીવ્ર તપ તપી અંતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલેકમાં મહદ્ધિક દેવતા થયા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ અને જાણે પડી ગયેલે સ્વર્ગને એક ખંડ હેય તેવું કાંપિયપુર નામે નગર છે ત્યાં આવેલાં સુંદર ચિત્યે રાત્રીએ ચંદ્રકાંત મણિની પુતળીઓમાંથી ઝરતા જળવડે કરીને યંત્રમય ધારાગૃહોની શોભા ધારણ કરે છે, ત્યાં હવેલીએની ઉપલી ભૂમિ પર રહેલા સુવર્ણના કુંભે લક્ષમીને સદા નિવાસ કરવાને માટે જાણે સુવ
નાં કમળો મૂક્યાં હોય તેવાં શેભે છે. વિચિત્ર હવેલીઓ અને પ્રાસાદેની શ્રેણિઓ જેમાં આવેલી છે એવા એ નગરને વિધાતાએ સ્વર્ગપુરી રચવા પૂર્વે નમુનારૂપ આળેખ્યું હોય તેવું દિસતું હતું. દેવે પણ પરાભવ કરવાથી શરણ અર્થે આવેલા પુરૂષનું જાણે વજીમય બખ્તર હેય તે કૃતવર્મા નામે રાજા ત્યાં રાજ્ય કરતે હતે. ગંગાજળ અને તે રાજાને યશ પરસ્પર સ્પર્ધા કરી ચેતરફ પૃથ્વીને પ્રસન્ન કરતાં સમુદ્ર પર્યત પહોંચ્યાં હતાં. યાચકની જેમ શત્રુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org