Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૦ ]
[ પ ૪થું
ચૌદમા અહંતને જન્મ જયમાં અને એગણસાઠ લાખ પંચોતેર હજાર નવસો ને દશ વર્ષ રાજ્યમાં, એમ સર્વ મળી સાઠલાખ વર્ષનું તેમનું આયુષ્ય પૂર્ણ થયું હતું.
પિતાના બંધુના મૃત્યુ સંબંધી વિપત્તિના શેકથી વિરક્ત થયેલા ભદ્ર બલદેવ મુનિચંદ્ર મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, પાંસઠલાખ વર્ષનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, કાળધર્મ પામીને પરમપદને પ્રાપ્ત થયા.
इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये
चतुर्ये पर्वणि श्रीविमलनाथस्वयंभूभद्रमेरकचरित्र
વર્ગને નામ તીઃ સર્ગઃ II ૨ ||
| સર્ગ ૪ થે.
શ્રી અનંતનાથ ચરિત્ર
આ સંસારમાં પણ મેક્ષની પેઠે પ્રાણુઓને અનંત સુખ આપનારા તેમજ જેમણે અનંત ચતુષ્ટયને સિદ્ધ કરેલા છે એવા શ્રી અનંતનાથ ભગવાન તમારી રક્ષા કરો. અપાર સંસારરૂપ સમુદ્રને તરવામાં વહાણની જેવું તે શ્રી અનંતનાથ ભગવંતનું ચરિત્ર હવે કહેવામાં આવે છે.
ધાતકીખંડ દ્વીપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયને વિષે અરિષ્ટા નામે એક મોટી નગરી છે. તેમાં શત્રુઓના રથવાળા સિન્યના રથભૂહને સ્કૂલના કરવામાં ગિરિ સમાન પવરથ નામે મહારથી રાજા રાજ્ય કરતા હતા. તેમણે શવ શત્રુઓને વિજય કરી બધી ઋદ્ધિ સાધી હતી, તથાપિ મોક્ષલક્ષમીને સાધવામાં ઉત્સુક થવાથી તે સર્વને તૃણસમાન ગણવા લાગ્યા. તેઓ ઉધાનમાં વિહારલીલા, વાપિએમાં જલક્રીડા, ગાંધર્વોના સંગીતનું અવલેકિન, હાથીડા વિગેરે વાહનોની વિચિત્ર ગતિનું દર્શન, વસંતના તથા કૌમુદીના મહત્ય જેવા ક્રીડાઉત્સવનું નિરીક્ષણ, નાટકાદિક દશ રૂપકના અભિનયને ઉત્સવ, સ્વર્ગના વિમાન જેવા મહેલમાં નિવાસ અને વિચિત્ર વરુના વેષ, અંગરાગ અને આભૂષણનું ધારણુ-એ સર્વ માત્ર કરીતિને અનુસરીને અનુભવતા હતા, પણ રાગપૂર્વક કાંઈ પણ અનુભવતા નહોતા.
આ પ્રમાણે કેટલાએક કાળ ઉલ્લંઘન કરી છેવટે એ વિવેકી રાજાએ ચિત્તરક્ષ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org