Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૧૪૩
સર્ગ ૩ ]
બલભદ્રને જન્મ દેશનારૂપ અમૃતનું પાન કર્યું. તે દેશનાથી પ્રતિબંધ પામી તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી પાળી, પણ પિતાને થયેલા અપમાનને ભૂલી ગયે નહીં. છેવટે તેણે નિયાણું કર્યું કે “મારા તપચારિત્રના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધુ કરનાર થાઉં.” આવું નિયાણું બાંધી અનશનકર્મથી મૃત્યુ પામીને તે બારમાં અશ્રુત કલ્પમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયે.
બળિરાજા પણ યતિલિંગ ધારણ કરી કેટલેક કાળે મૃત્યુ પામીને દેવલેકમાં મહદ્ધિક દેવતા થયે, ત્યાંથી ચ્યવીને તે ભરતક્ષેત્રમાં આવેલા નંદનપુર નામના નગરમાં સમરકેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષિથકી પુત્રરૂપે ઉત્પન્ન થયે, સ્નિગ્ધ અંજન જેવી કાંતિવાળે, સાઠ ધનુષ્ય ઉંચા શરીરવાળે, અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળે તે અદ્ભુત પરાક્રમી થયે. એ પ્રતાપી કુમારે વૈતાઢ્ય પર્વત સુધી ભરતાદ્ધને સાધી લીધું, અને અદ્ધચક્રધારી મેર નામે પ્રતિવાસુદેવ થયે. વાયુની સામે જેમ બીજો વિશેષ વેગવાન ન હોય અને સૂર્યની સામે જેમ બીજે વિશેષ તેજસ્વી ન હોય તેમ તેની સામે બીજે કે રાજા સ્પર્ધા કરનાર પ્રતિમલ જે હતો નહિ. દૈવની જેમ તેની આજ્ઞાને પણ કોઈ ઉલ્લંઘન કરી શકતું નહિ, માત્ર રક્ષાના શિખાબંધની જેમ તેની આજ્ઞાને સર્વે મસ્તક ઉપર ધારણ કરતા હતા.
આ ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીને વિષે સમુદ્રના જેવો ગંભીર રૂદ્ર નામે એક રાજા થયે. તેને જાણે સાક્ષાત લક્ષ્મી અને પૃથ્વી હોય તેવી સુપ્રભા અને પૃથ્વી નામે રૂપ તથા ગુણની શોભાથી મને હર એવી બે કાંતા હતી. તેમાંની સુપ્રભાદેવીના ઉદરમાં નંદિસુમિત્રને જીવ અનુત્તર વિમાનથી ચવીને અવતર્યો. સુતેલા સુપ્રભાદેવીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહા સ્વપ્ન રાત્રીના શેષ ભાગમાં અવલેયાં. અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસ ગયા, એટલે સુપ્રભાદેવીએ કાંતિથી ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપે. રૂદ્રરાજાએ તેનું ભદ્ર એવું નામ પાડ્યું અને કુળની ભદ્રલક્ષમી સહિત તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
ધનમિત્રને જીવ પણ અશ્રુત કલ્પમાંથી ચવીને સરોવરમાં કમલની જેમ પૃથિવી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. સુખે સુતેલા એ દેવીએ રાત્રીના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા સ્વપ્નને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. સંપૂર્ણ સમય થતાં વિદુર પર્વતની ભૂમિ જેમ વૈર્યમણિને પ્રસવે તેમ શ્યામ અંગવાળા અનિ પ્રકાશમાન પુત્રને તે દેવીએ જન્મ આવે. રૂદ્રરાજાએ હર્ષ પામી મોટા ઉત્સવવડે તે પુત્રનું સ્વયંભૂ એવું નામ પાડયું. પાંચ સમિતિવડે જેમ મુનિનું નિર્દોષ તપ વધે, તેમ પાંચ ધાત્રીઓએ પાલન કરાતે એ કુમાર નિત્ય વધવા લાગ્યો. વેત અને શ્યામ વર્ણવાળા ભદ્ર અને સ્વયંભૂ એ બને કુમાર વેત તથા શ્યામ ગંગા અને યમુનાના પ્રવાહની જેમ હમેશાં પ્રીતિથી સાથે રહેવા લાગ્યા. તેમની સાથે ક્રીડા કરતા બીજા રાજકુમારે તેમના ચરણઘાતને પણ સહન કરી શકતા નહીં; કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org