Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪૨]
ધનમિત્ર અને બલિરાજા વચ્ચે ઘેતક્રીડા [ પ ૪ થું કરવાને ઇચ્છતા નગરના દંપતીઓની શીત વ્યથા બંધ પડતી હતી, ટાઢથી પીડા પામતા વાનરો ચઠીના ઢગલા કરતા, તેથી હાસ્ય કરતી નગરની સ્ત્રીઓની નિમત કાંતિના ઉમિઓને તે ઉધાન તરંગિત કરતું હતું અને પ્રકુલિત ચારોળી અને ડોલરની કળીઓથી જાણે તે હાસ્ય કરતું હોય તેમ જણાતું હતું. તેવા ઉધાનમાં વિમળપ્રભુએ પ્રવેશ કર્યો.
શિબિકા ઉપરથી ઉતરી, આભૂષણ વિગેરેને ત્યાગ કરી અને ઈ ખેલા દેવદૂષ્ય વજને કંધ ઉપર ધારણ કરી, પ્રભુએ માઘમાસની શુકલ ચતુથીને દિવસે, જન્મ નક્ષત્રમાં, પાછલે પહેરે એક સહસ્ર રાજાઓની સાથે છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. ત્રીજે દિવસે ધાન્યકુટ નગરમાં જયરાજાને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને પ્રભુના આહારસ્થાને જયરાજાએ એક રત્નપીઠ બંધાવી, પછી તે સ્થાનમાંથી બીજા ગ્રામ, આકર તથા પુર વિગેરેમાં પ્રભુએ છદ્મસ્થપણે વિહાર કર્યો.
આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે આનંદકરી નામની નગરીમાં નંદીસુમિત્ર નામે રાજા રાજ્ય કરતા હતા, એ અક્ષુવાળ છતાં વિવેકરૂપ અશ્રુથી પણ અલંકૃત હતે તેની પાસે અનેક સૈનિકે હતા, તથાપિ ખરેખર તે પિતાના ખડ઼ગવડેજ રાહાયવાન હતે. જન્મથી સંસારના સર્વ પદાર્થોને અનિત્ય, અસ્થિર જાણવાથી તેને સંસાર ઉપર ઉદ્વેગ હતું, તથાપિ કમ પાળવાને માટે તેણે પોતાના વડીલનું રાજ્ય ધારણ કર્યું હતું. એક વખતે મનથી તે પ્રથમથી જ ત્યાગ કરેલું એવું પિતાનું રાજ્ય કાયાથી પણ છેડી દઈને તેણે સુવતાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી વિવિધ અભિગ્રહ ધારણ કરી અને દુશ્ચર તપ આચરી, અંતકાળે અનશન કરી તે અનુત્તર વિમાનમાં દેવતા થયા.
આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ શ્રાવસ્તી નામની નગરીમાં ધનમિત્ર નામે એક રાજા હતું, એ ધનમિત્ર રાજાના સનેહને લીધે બળ નામે એક બીજો રાજા તેનાજ અતિથિપણે તેજ નગરીમાં આવીને વસ્યા હતા. એક વખતે રાજા ધનમિત્ર બળિરાજાની સાથે પાસાવડે છુતક્રીડા કરવા લાગ્યો. ધનમિત્રને બુદ્ધિવૈભવ ગમ અને ચરમાં અફીણ હતે. સ્ત્રીઓની જેમ સેગટીઓને મારવામાં પરસ્પર પ્રવર્તાતા એવા તે બને રાજમિત્રો સંગ્રામની જેમ ઘણું ઉત્કટ વૃત વિસ્તારવા લાગ્યા. પરસ્પર સર્વ પ્રકારે વિજય મેળવવાની ઈચ્છા કરનારા તે બન્ને રાજાઓએ છેવટ પિતાના રાજ્યને પણમાં મૂકી રમવા માંડ્યું. કહ્યું છે કે ધૂતાંધને બુદ્ધિ કયાંથી હેય? એમ રમતાં રમતાં ધનમિત્ર રાજા પિતાનું રાજ્ય હારી બેઠે અને ક્ષણવારમાં રાંકના પુત્રની જે લક્ષ્મીરહિત અને એકલે થઈ નિસ્તેજઈણે જીણું કપડાં પહેરીને જાણે ભૂત વળગ્યું હોય તેમ ભટક્ત સર્વ ઠેકાણે અપમાન પામવા લાગ્યો.
એક વખતે આમ તેમ ભટક્તા તે ધનમિત્રને સુદર્શન નામના એક મુનિ મળ્યા. તેમને નમસકાર કરીને લાંઘણુ કરતે રેગી જેમ ઔષધનું પાન કરે તેમ તેણે તે મુનિ પાસેથી
૧. આ ગમ ને ચર ધૂતકળાના ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org