Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ ] પ્રભુએ આપેલ ધર્મદેશના
[ ૧૪૭, મણિની જેમ હવે ગયેલું જોતાં છતાં પણ હજુ હું કેને આધારે ઊભો રહ્યો છે? માટે અહીંથી સત્વર ચાલ્યું જા, રણભૂમિમાંથી નાસી જતાં શત્રઓને આ સ્વયંભૂ હણશે નહીં.” મેરકે કહ્યું-“તું પણ એ ચક્રને છેડી તેનું બળ જોઈ લે, કેમકે જે આ પિતાના સાચા પતિની થઈ નહીં, તે સ્ત્રી ઉપપતિ (જાર)ની શી રીતે થશે?” આ પ્રમાણે મેરકે કહ્યું, એટલે વાસુદેવે તે ચક્ર આકાશમાં ભમાડીને તેની ઉપર મૂકયું; તેણે તત્કાળ મેરકના મસ્તકને લીલામાત્રમાં છેદી નાંખ્યું. તે વખતે સ્વયંભૂના ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પડી, અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડયું, મેરકને આશ્રય કરી રહેલા રાજાઓએ તત્કાળ સ્વયંભૂ પાસે આવીને તેને આશ્રય લીધે. એ યુદ્ધયાત્રા એક બીજા વરદાનરૂપ થઈ પડી. પછી દિશાઓના ચક્રને વિજય કરનારૂં એ ચક્ર દક્ષિણ ભુજામાં ધારણ કરીને સ્વયંભૂ વાસુદેવે દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. જયલક્ષમીના થાન થઈને તેઓ દિયાત્રામાંથી પાછા ફર્યા. નવેઢા સમાન ભરતાદ્ધની લક્ષમી સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા સ્વયંભૂ કુમારે માર્ગમાં ચાલતાં મગધદેશમાં એક મોટી શિલા જોઈ એ શિલા કેટી પુરૂષોએ ઉપાડવા ગ્ય અને પૃથ્વીને જાણે કપાલપુટ હોય તેવી દેખાતી હતી. સર્પરાજ જેમ પૃથ્વીને ઉપાડે તેમ વાસુદેવે વામબાહથી તેને છાતી સુધી ઉંચી કરી અને પરાક્રમી પુરૂને આશ્રર્ય પમાડી પાછી તે શિલા ત્યાંજ મૂકી. ત્યાંથી કેટલેક દિવસે તે દ્વારકામાં આવ્યા. ત્યાં રૂદ્રરાજાએ, ભદ્રબલદેવે અને બીજા રાજાઓએ મળીને સ્વયંભૂ કુમારને ઉત્સવ રહિત અદ્ધચકીપણાને અભિષેક કર્યો.
હવે બે વર્ષ પર્યત છવાસ્થપણે વિહાર કરી વિમળનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના દીક્ષાઉધાનમાં ફરીવાર આવ્યા. ત્યાં જંબૂવૃક્ષ નીચે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા પ્રભુના ઘાતકર્મ નાશ પામ્યાં, જેથી પિષ માસની શુકલ પછીને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપ યુક્ત પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ રચેલા સમવસરણમાં બેસી પ્રભુએ દેશના આપી. મંદર વિગેરે સત્તાવન તેમને ગણધરો થયા. તેમના તીર્થમાં મયૂરના વાહનવાળે, ઉજવળ વર્ણવાળા, દક્ષિણ તરફની છ ભુજાઓમાં ફલ, ચક, ઈપુ, ખગ, પાશ અને અક્ષસૂત્ર અને વામબાજુની છ ભુજાઓમાં નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભયને ધારણ કરનારે ષણમુખ નામે યક્ષ શાસનદેવતા થયે, તથા હરિતાળના જેવા વર્ણ વાળી, પા ઉપર બેઠેલી, દક્ષિણ ભુજામાં બાણ અને પાશને ધરનારી અને વામ ભુજામાં કેદ તથા નાગને રાખનારી વિદિતા નામે શ્રી વિમલનાથ પ્રભુની શાસનદેવી થઈ
તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપે રહેલા છે એવા જગદ્ગુરૂ વિહાર કરતા કરતા એકદા દ્વારકા નગરીના પરિસર ભાગમાં પધાર્યા. ઇંદ્રાદિક દેવેએ ત્યાં સાતસો ને વશ ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષ યુક્ત સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારવડે તેમાં પ્રવેશ કરી આર્વતી સ્થિતિને પાળતાં તે ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, અને તેરમા ધર્મચક્રી વિમલનાથે “તીથી નમ.” એમ કહી પૂર્વ દિશાની સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. પછી સાધુઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org