Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ ] મેરક પ્રતિવાસુદેવના મંત્રીનાં વચન સાંભળી સ્વયંભૂકુમારનું કથન [૧૪૫ કરતા હોય તેમ ખરેખર જણાય છે. માટે હે દેવ પ્રસન્ન થાઓ, મને આજ્ઞા આપે, અને તેને અભય આપો. હું જઈને તેણે લુંટી લીધી છે તે કરતાં વિશેષ ભેટ લઈ આવીશ.”
મેરક પ્રતિવાસુદેવે તે પ્રમાણે કબૂલ કર્યું, એટલે તે મંત્રી ઉતાવળે દ્વારકામાં આવ્યું અને ત્યાં ભદ્ર અને સ્વયંભૂ કુમાર સાથે રાજસભામાં બેઠેલા રૂદ્રરાજાની પાસે આવી તેણે કહ્યું“હે નૃપતિ! તમારા પુત્રોએ અજ્ઞાનથી આ શું કર્યું? સ્વામીના મુખની લજજાએ તેના શ્વાનને પણું મરાય નહીં. હવે તે સર્વ ભેટ પાછી અર્પણ કરી દે, જેથી તમારે માથે દેષ રહેશે નહીં. તમારા પુત્રોના દેષને તેમની અજ્ઞાનતા ઢાંકી દેશે.” મંત્રીનાં આવાં વચન સાંભળી સ્વયંભૂ કુમારે કહ્યું-“હે મંત્રી! સ્વામીભક્તિથી અને મારા પિતા તરફના પૂજ્યભાવથી તમે પવિત્ર બુદ્ધિવડે જે આ કહ્યું છે તે સત્ય અને ઉચિત છે, પણ બુદ્ધિથી નિરીક્ષણ કરશો તો તમને જણાઈ આવશે કે આ અમે ખેંચાવી લીધું છે, તેમાં તે મેરકનું કેટલું લઈ લીધું છે? પણ હવે અમે તે બધી પૃથ્વી ખેંચાવી લઈશું; કારણ કે આ ભૂમિજ વીર પુરૂષને ભેગવવા ચોગ્ય છે. વળી યમરાજાની પેઠે કપ પામેલા આર્ય બલભદ્રની અને મારી ભુજના બળને સહન કરવાને રણભૂમિમાં કોણ સમર્થ છે? માટે એ તમારા રાજાને જ મારીને હું અર્ધ ભરતને ભેગવીશ, કડાની જેવા બીજા ઘણા રાજાઓને કુટવાથી શું લાભ છે? તે મેરકે આ ભરતાદ્ધને પિતાના ભુજાબળથી તાબે કર્યું છે તે કાંઈ તેમના પિતાનું નહતું. તેવી રીતના ન્યાયથી હવે બળવાનમાં પણ બળવાન એવા તે માટે તાબે થશે.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી વિસ્મય પામેલા તથા ભય પામેલા એ સચિવે તત્કાળ ત્યાંથી નીકળી એકદમ મેરક પાસે આવી યથાર્થ પણે તે વૃત્તાંત કહી સંભળાવ્યું. તેની દુઃશ્રવાણી સાંભળીને ઉન્મત્ત હાથીની જેમ ક્રોધ પામેલા મેરકરાજાએ સૈન્યના ભારથી પૃથ્વીને કંપાવતા છતા પ્રયાણ કર્યું
આ તરફ સ્વયંભૂ વાસુદેવે પણ રૂદ્રરાજા અને ભદ્રકુમાર સહિત ગુફામાંથી કેશરીસિંહ નીકળે તેમ દ્વારકામાંથી બહાર નીકળી પ્રયાણ કર્યું. તેમાં ક્ષે ઉત્પન્ન કરતા એવા ભયંકર સવયંભૂ અને મેરક રાહુ અને વિષ્ણુની જેમ અનુક્રમે રમેક ઠેકાણે આવી મળ્યા. શાસ્ત્રના પ્રહારથી ઉઠેલા અગ્નિવડે દિગંતરને વિકરાળ કરતું તે બન્ને સૈન્ય વચ્ચે મહા ભયંકર યુદ્ધ પ્રવત્યું. પછી સ્વયંભૂએ સર્વ શત્રઓને ઉચ્ચાટન કરવાના મંત્રદવનિ જે જેને મહા વર છે એ પાંચજન્ય નામને શંખ પૂર્યો. એ પાંચજન્ય શંખને ધ્વનિ સાંભળવાથી મેરકના સર્વ સૈનિકે ત્રાસ પામી ગયા કેમકે કેસરીસિંહનો નાદ સાંભળીને હાથીઓ ટકી શક્તા નથી. પછી પિતાના સિનિને એક બાજુએ રાખી, મેકરાના પિતેજ રથમાં બેસીને કુકડાની જેમ સ્વયંભૂ કુમારની સામે યુદ્ધ કરવા આવ્યો. “આપણે સૈનિકોને વૃથા સંહાર શા માટે કરાવી એમ પરસ્પર બેલતા મહા ધનુર્ધારી તે બંને વીરે એકબીજાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. સૂર્યમંડળને આચ્છાદન કરે એવા બાણુસમૂહરૂપ વાદળને વિમુવી તેમાંથી બાણરૂપ B - 19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org