Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪૪] , શશિસૌમ્ય રાજાના સુભટ પાસેથી વાસુદેવે હરણ કરેલ દ્રવ્યાદિ [પવું ૪ થું કે તેમના ચરણના ઘાતથી તે પર્વતે પણ પડી જતા હતા. શ્યામ અને પતિ અને ધરનારા તથા તાલ અને ગરૂડના ચિન્હવાળા એ બંને ભાઈએ જ્યારે ક્રીડા કરતા ચાલતા ત્યારે પૃથ્વી પણ ચળાયમાન થતી હતી. વિશેષ શોભા આપનારૂં ભુજવીર્યનું અને બુદ્ધિનું જાણે ‘તારૂણ્ય હોય તેમ સર્વ શસ્ત્રમાં અને શાસ્ત્રમાં તેમને અભ્યાસ પ્રવર્તાવા લાગ્યા.
એક વખતે નગરીની બહાર તેઓ કીડા કરતા હતા તેવામાં ઘણા હાથી ઘોડા અને દ્રવ્ય સમૂહવાળી તથા ઘણુ રક્ષક સહિત એક છાવણું પડેલી તેઓના જોવામાં આવી. બલભદ્ર પ્રધાનપુત્રને પૂછ્યું-“આ સર્વ સૈન્ય કેવું છે? કોઈ મિત્રે મોકલેલું છે કે શત્રનું મોકલેલું છે?” સચિવપુત્રને કહ્યું-“શશિસૌમ્ય નામને રાજા જીવિતની ઈચ્છાથી મેરક નામના પ્રતિવાસુદેવને પિતાના દંડની બદલીમાં આ સર્વ ભેટ તરીકે કલાવે છે.” આવાં વચન સાંભળી વાસુદેવે કેપથી કહ્યું-“શું અમારી નજરે તેને દંડ મેકલાવાય? આપણે અહીં વિદ્યમાન છતાં એ વરાક મેરક કેણું માત્ર છે કે જે આ પાર્થિવેને પણ દંડે છે? આપણે તેનું પરાક્રમ અવશ્ય જોવું જોઈએ.” આ પ્રમાણે કહી વાસુદેવે હાથ ઉંચે કરી પિતાના સુભટોને કહ્યું-“આ છાવણીમાં જે પ્રત્યાદિ છે તે સર્વ બળાત્કારે ખેંચી લે.” આવી આજ્ઞા થવાથી તેના સુભટે ગદા, મુગર અને દંડાદિકવડે શશિસૌમ્યરાજાના સિનિકને ફળેલાં વૃક્ષની જેમ એકાએક તાડન કરવા લાગ્યા. જેમ અજાણ્યા પકડનારા આવે તેમ તે સુભટેના અકસ્માત્ આવી પડવાથી તેમના મારને નહીં સહન કરતા શશિસૌમ્ય રાજાના સુભટે કાગડાની જેમ પ્રાણ લઈને નાસી ગયા. પછી હાથી ઘોડા અને દ્રવ્ય વિગેરે સર્વ વાસુદેવે લઈ લીધું. બળાત્કારે પારકી લક્ષ્મીનું હરણ કરવું એ ક્ષત્રિયોને સ્વભાવજ છે.
હવે શશિસૌમ્ય રાજાના માણસો પિકાર કરતા કરતા મેરકની પાસે આવ્યા અને એ હસ્તી અશ્વ વિગેરે હરણ કર્યાની વાર્તા તેને નિવેદન કરી. એ સાંભળી યમરાજની પેઠે અમર્યાદ ક્રોધ પામતે મરક ભયંકર ભ્રકુટી ચડાવી સભા વચ્ચે બે–“પિંડ ખાઈને ઉન્મત્ત થયેલે ગધેડે હાથીને જેમ મારે, કૌટુંબિકની સ્ત્રીને જેમ ખેડુ માણસ મારવા દોડે અને નાને દેડકો જેમ સર્ષને ચપેટે મારે, તેમ પોતાના સ્વરૂપને નહીં જાણનારા આ રૂદ્રરાજાના કુમારે પિતાનાજ મૃત્યુને માટે આ કામ કરેલું છે. જેમ કડીઓને પાંખે આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેમ જ્યારે પુરૂષોને દૈવ પરામુખ થાય ત્યારેજ વિપરીત બુદ્ધિ થાય છે. ચેરની પેઠે મારી ભેટને હરણ કરનાર એ નવા ભત્રિજાને પિતા બ્રાતા સહિત હું મારી નાખીશ.” મેરક આ પ્રમાણે કહી રહ્યા એટલે એક સચિવે કહ્યું-“હે સ્વામી! તે છોકરાએ તે બાળક છે, તેથી તેમણે આમ કર્યું છે, પણ રૂદ્રરાજા આપની ચિરકાળથી સેવા કરે છે, માટે આપે તેની ઉપર કેપ કર યુક્ત નથી. હું ધારું છું કે આ કાર્યમાં રૂદ્રરાજાની સંમતિ હશે નહીં, કેમકે આપની તરફ તેની આરાધના કરવાની જ ઈચ્છા વર્તે છે. સવામીના થતા કેપમાં અને નદીના પૂરમાં કેણ વચ્ચે પડે એવી શંકાથીજ રૂદ્રરાજા આ સંબંધમાં વિલંબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org