Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જો]
યુદ્ધમાં વિધ્યશક્તિ રાજાએ પ્રાપ્ત કરેલ જય
[ ૧૨૭
રાજા શ્રવણસિંહ નામના મુનિની પાસે વ્રત લઈ, દુષ્કર તપ તપી, મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં દેવતા થયેા.
આ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં સર્વ સંપત્તિએથી અવધ્ય એવુ વધ્યપુર નામે નગર છે. તેમાં વિંધ્યાદ્રિના જેવા બળવાન, શત્રુરૂપી તુલને ઉડાડવાને મહાવાયુ છે અને સ રાજાભૈામાં કેશરીસિંહ સમાન વિધ્યશક્તિ નામે રાજા હતા. ક્રૂર ગ્રહેાની પેઠે તે રાજાના એ ભુજાઇડ જયારે પરસ્પર અથડાતા ત્યારે સર્વ રાજાએ ક્ષેામ પામી જતા હતા. ભ્રકુટીના ભંગથી ભયકર અને અત્યંત રાતી એવી દૃષ્ટિથી જાણે ગળી જતા હાય તેવા તે રાજાને શત્રુએ નાસતાં નાસતાંજ જોઈ શકતા હતા. પેાતાને જીવવાની ઇચ્છાથી શત્રુ પણ તેના આશ્રય લેતા, અને ‘ધન આપીને પણ પ્રાણ બચાવવા’ એ નીતિથી તેને માટે દંડ આપતા હતા. એક વખતે શક્રઇંદ્ર જેમ સુધર્માં સભામાં બેસે તેમ સ* સામત તથા અમાત્ય વિગેરે પરિવારથી પરવરેલે તે રાજા સભામાં બેઠા હતા તેવામાં છડીદારે પ્રવેશ કરાવેલા એક ચરરૂષ ત્યાં આન્યા. રાજાને નમસ્કાર કરી બેસીને તેણે ધીમે ધીમે વિજ્ઞપ્તિ કરવા માંડી–“હે દેવ ! આપના જાણવામાંજ હશે કે આ દક્ષિણ ભરતાદ્ધમાં લક્ષ્મીના ભંડારતુલ્ય સાકેતપુર નામે એક માટું નગર છે. ત્યાં ઘણી સૈન્યસમૃદ્ધિથી જાણે ભરત ચક્રવત્તીના સેનાપતિ હોય તેવા પત નામે મેટી ભુજાવાળા રાજા છે. તેની પાસે પેાતાના સ્વરૂપથી ઉČશી અને રંભાનેા પરાભવ કરનારી અને કામદેવના ધનરૂપ ગુણમજરી નામે એક વેશ્યા રહે છે, એ સુંદરીના સુખને રચતાં અવશિષ્ટ રહેલાં પરમાણુએથીજ વિધાતાએ પૂર્ણિમાના ચંદ્ર બનાવ્યેા હશે એમ લાગે છે. ‘અમારાથી શું અધિક લાવણ્ય કેાઈ ઠેકાણે તમેાએ સાંભળ્યુ છે ? ' એમ પૂછવાને માટેજ જાણે તેનાં નેત્રો કાન સુધી આવ્યા હાયની ! એમ જણાય છે, અર્થાત્ તેનાં નેત્રો કણુ પર્યંત લાંબાં છે. તેની છાતી ઉપર એવાં વિશાળ અને મનેાહર સ્તને રચેલાં છે કે જેમની ઉપમા એ પેાતેજ છે, બીજુ કાંઈ ઉપમા આપવા ચેાગ્ય નથી. તેના મધ્યભાગ એવા કૃશ છે કે જાણે તેણે નિત્ય સહવાસથી ઉત્પન્ન થયેલા સ્નેહથી સ્તનરૂપી કુંભને પેાતાની વિશાળતા આપી દીધી હાય તેમ જણાય છે. તેના હાથપગ કમળના જેવા કામળ છે, અને તેમાં રહેલી રાગની સપત્તિથી તે કેલિ વૃક્ષના પલ્લવાને અનુસરતા છે. એ સુંદર રમણી ગાયનમાં કૈાકિલા જેવી છે, નૃત્યમાં ઉર્વાંશી તુલ્ય છે, અને મધુર વીણા વગાડવામાં તુંબરૂ ગધની જાણે સહેાદરા હૈાય તેવી છે. હે મહારાજા ! નારીઓમાં રત્નરૂપ એ વારાંગના તે આપ મહારાજાની પાસેજ ઘટે છે, માટે સુવણુ અને મણિની જેવા તમે બંનેના ઉચિત ચેાગ થાઓ. જેવું લવણુ વગરનું ભાજન, જેવું નેત્ર વગરનુ સુખ અને ચંદ્ર વગરની રાત્રી તેવી રીતે એ સુંદર વેશ્યા વગર તમારૂ રાજ્ય છે. ” આ પ્રમાણેનાં એ સેવકનાં વચના સાંભળીને વિધ્યશક્તિ રાજાએ એ ગુણમ'જરી વેશ્યાની યાચના કરવાને માટે પ°ત રાજાની પાસે કૂતરૂપે પેાતાના એક મંત્રીને મેકહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org