Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૬ ] પ્રભુની દેશના
[ પર્વ ૪ થું છે, અને અનાથ પુરૂષનો નાથ છે. ધર્મ પાતાળમાં રહેલ નર્કમાં પડતા પ્રાણીઓની રક્ષા “કરે છે, અને છેવટે અનુપમ સર્વજ્ઞાણાના વૈભવને પણ ધર્મજ આપે છે.
આ દશ પ્રકારને ધર્મ મિથ્યાષ્ટિએાએ તાવિક પણે બીલકુલ જોયો-જાણ્યો નથી “અને કદિ કેઈ ઠેકાણે કેઈએ કહ્યો હશે તે ફક્ત તે માત્ર વાણીનુંજ નૃત્ય છે. પ્રાયઃ સર્વની “વાણમાં તત્વાર્થ હોય છે અને કોઈકના મનમાં તત્વાર્થ હોય છે, પણ જિનમતને સ્પર્શ “કરનાર પુરૂષોની તે વાણીમાં, મનમાં અને ક્રિયામાં-સર્વેમાં તત્ત્વાર્થ હોય છે. વેદશાસ્ત્રને “પરાધીન બુદ્ધિવાળા અને કંઠમાં સૂત્ર (જનેઈ) પહેરનારા બ્રાહ્મણે તત્વથી ધર્મરત્નને “લેશ પણ જાણતા નથી. ગોમેધ, નરમેધ અને અશ્વમેધાદિક યજ્ઞ કરનારા પ્રાણઘાતક યાજ્ઞિક “બ્રાહ્મણને શી રીતે ધર્મ પ્રાપ્ત થાય? જેમાં શ્રદ્ધા થાય નહીં તેવી અછતી, પરસ્પર વિરોધી “એવી કલ્પિત વસ્તુને કહેનારા પુરાણકર્તાઓમાં પણ ક્યાંથી ધર્મ હોય? બેટી બેટી “વ્યવસ્થા વડે પરદ્રવ્યને ગ્રહણ કરવાને ઈચ્છતા એવા સ્માર્નાદિક પુરૂષમાં માત્ર માટીને પાણી “વડે કેવી રીતે શૌચ (શુદ્ધિ) પડ્યું હોય? તુકાળને વ્યતિક્રમ થતાં સ્ત્રી સેવન ન કરે તે
ગર્ભહત્યાનું પાપ લાગે એવું કહેનારા અને બ્રહ્મચર્યને નાશ કરનારા પુરૂષોમાં શી રીતે “ધર્મ સંભવે? યજમાન પાસેથી સર્વસ્વ લેવાને ઇચ્છતા અને દ્રવ્યને માટે પ્રાણ ત્યાગ “કરતા એવા બ્રાહ્મણેમાં અકિંચન (નિષ્પરિગ્રહ) પણું ક્યાંથી હોય? અલ્પમાત્ર અપરાધ
થતાં ક્ષણવારમાં શાપ આપનાર એવા લૌકિક દ્રષિઓમાં ક્ષમાનો લેશ પણ જોવામાં આવતું “નથી. જાતિ વિગેરેના મદથી અને દુરાચરણથી જેમનાં ચિત્ત નાચ્યાં કરે એવા ચોથા
આશ્રમમાં રહેનારા (સંન્યાસી) બ્રાહ્મણેમાં કમળતા (નિરભિમાનપણું) ક્યાં જોવામાં “આવે છે? અંદર દંભ રાખનારા અને બહાર બગલાભક્ત બની રહેનારા એવા પાખંડ “વ્રતવાળા દ્વિજેમાં સરલતાનો એક લેશ પણ નથી. સ્ત્રી, ગૃહ અને પુત્રાદિકના પરિગ્રહવાળા “અને લેભના તે એક કુળદરૂપ બ્રાહ્મણોની કેવી રીતે મુક્તિ થાય? અથવા તેમાં નિર્લોભતા
ધર્મ કેમ સંભવે? માટે રાંગ, દ્વેષ અને મોહથી વર્જિત તથા કેવળજ્ઞાનથી શેનારા “અહંત ભગવંતેની તેમના ઉજવળ ધર્મ ઉપરથી જ નિર્દોષતા સિદ્ધ થાય છે. રાગ, દ્વેષ “અને મેહથીજ માણસમાં અસત્યવાદીપણું આવે છે, તે તે દેષ અહંત ભગવંતમાં લેશ પણ હતા નથી, તે શી રીતે તેમનામાં અસત્યવાદીપણું આવી શકે? જેઓનાં ચિત્ત રાગાદિક દેથી કલુષિત થયેલાં હોય છે, તેના મુખમાંથી કદિપણ સત્યવાણી નીકળતી નથી. જેઓ યાગ હેમ વિગેરે ઈષ્ટ કર્મ કરે છે, વાપી, ફૂપ અને તળાવ વિગેરેમાં ન્હાવાથી “પુણ્ય માને છે, પશુને ઘાત કરીને સ્વર્ગલેકનું સુખ શોધે છે, બ્રાહ્મણોને ભેજન આપવાથી પિતૃઓને તૃપ્ત કરવાને ઈચછે છે, ધૃતનિ વિગેરે કરીને પ્રાયશ્ચિત કરે છે,
૧. ધૃતનિનું પ્રાયશ્ચિત વેદશનમાં અપાય છે. જે કોઈ પુરૂષ પસ્ત્રીસંગ કરે છે તે ધૃતની નિ પ્રાપ્ત-કરીને તેનું દાન આપવા રૂપ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org