Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૪] ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ
[ પર્વ શું એજ ઉપાય કર ચોગ્ય છે. એ ચડાઈને આરંભથી જ ઉત્તમ સાધને સાથે લઈને તેણે સર્વ દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. માગધ, વરદામ અને પ્રભાસતીર્થના અધિપતિ દેવતાઓને તેણે એક સામંત રાજાની માફક લીલામાત્રમાં જીતી લીધા. દિયાત્રા કરીને પાછા વળતાં તેઓ મગધ દેશમાં આવ્યા, ત્યા કોડ પુરૂએ ઉપડી શકે એવી એક મોટી શિલા તેને જોવામાં આવી. શત્રુઓને વિપરીત એવા વાસુદેવ ગજેંદ્ર જેમ કમળને ઉપાડે તેમ લીલામાત્રમાં તે શિલાને વામણુજાવડે લલાટ સુધી ઉંચી કરી. સર્વ ભુજાધારીઓમાં અગ્રેસર એવા વિષ્ણુ તેને પાછી એગ્ય સ્થાને મૂકીને ત્યાંથી ચાલતાં કેટલાક દિવસે દ્વારકામાં આવ્યા. ત્યાં બારાજાએ, વિજયકુમારે અને સર્વ રાજાઓએ મળીને દ્વિપૃષ્ટને સિંહાસન ઉપર બેસાડી અદ્ધચક્રીપણને અભિષેક કર્યો.
તે સમયે એક માસ છઘસ્થપણામાં વિહાર કરી ત્રણ જગના પતિ વાસુપૂજ્ય પ્રભુ વિહારગૃહ નામના ઉદ્યાનમાં–જ્યાં દીક્ષા લીધી હતી તે જ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલ (ગુલાબ)ના વૃક્ષ નીચે રહેલા પ્રભુનાં શુકલ ધ્યાનને બીજે પાચે વર્તતાં, પ્રાતઃકાળે અંધકાર નાશ પામે તેમ ઘાતકર્મ નાશ પામ્યાં, એટણે માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર શતભિષા નક્ષત્રમાં આવતા ચતુર્થ તપવાળા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવેએ સમવસરણ રચ્યું. એ દિવ્ય સમવસરણમાં બીરાજીને પ્રભુએ દેશના આપી. ભગવંતને સૂક્ષ્મ વિગેરે છાસઠ ગણધર થયા. બીજી પારસીએ મુખ્ય ગણધરે પાદપીઠર બેસીને દેશના આપી. તેમના તીર્થમાં હંસના વાહનવાળે, શ્વેતવણ, બે દક્ષિણ ભુજામાં બીરું અને બાણને ધરનારે અને વામ ભુજામાં નકુલ અને ધનુષને ધરનાર કુમાર નામને યક્ષ વાસુપૂજય પ્રભુના શાસનને અધિષ્ઠાયિક દેવ થયે. તેમજ શ્યામવર્ણવાળી, અશ્વના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારી ને બે વામણુજામાં પુષ્પ અને ગદાને રાખનારી ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ
તે બંને શાસનદેવતાઓથી યુક્ત એવા વાસુપૂજ્ય ભગવાન વિહાર કરતાં કરતાં એકદા દ્વારકાની સમીપની ભૂમિએ આવીને સમવસર્યા. ત્યાં ઈંદ્રાદિક દેએ આઠ ને ચાલીશ ધનુષ્ય ઉંચું જેમાં અશોક વૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી, અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈને તીર્થય નમઃ એમ બોલતા પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન ઉપર આરૂઢ થયા. પ્રભુના પ્રભાવથી બીજી દિશાઓમાં પ્રભુની જેવાજ તેમના પ્રતિબિંબ દેવતાઓએ વિકુવ્ય. પછી ચતુર્વિધ સંધ પ્રથમ ગઢમાં ગ્ય સ્થાને બેઠે, મધ્ય પ્રમાં તિર્યો. શેઠા, અને નીચેના વપમાં સર્વનાં વાહને રહ્યાં.
તે સમયે ત્યાં રહેલા રાજપુરૂએ પ્રકુલિત નેત્રવાળા થઈને સત્વર વાસુદેવ સમીપે જઈ પ્રભુના સમવસરણના ખબર આપ્યા. દ્વિપૃષ્ટ વધામણી આપનાર પુરૂષને સાડા બાર કેટી સુવર્ણ આપ્યું. પછી વિજ્યકુમારની સાથે પિતે સમવસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org