Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૧૩૩
સગ ૨ ] દ્વિપકુમારને અદ્ધચક્રીપણાને અભિષેક બાણને ભાથામાંથી ખેંચી કાઢીને તેની સાથે સંધાડ્યું. અને તે વાસુદેવ ઉપર છોડયું, એટલે વાસુદેવે તેને આવતાં જ પિતાના બાવડે છેદી નાંખ્યું. આ પ્રમાણે તે બનેની તરફથી વારંવાર બાણના મેક્ષ અને છેદ થયા. ત્યાર પછી ગદા, મુદ્ર અને દંડ વિગેરે બીજા જે જે આયુ તારક રાજાએ મૂકયાં તે બધાં વાસુદેવે પ્રતિઅોથી ભાંગી નાખ્યાં. પછી સંગ્રામરૂપ સમુદ્રના કર ઝુંડ% જેવું ચક્ર તારકરાજાએ હાથમાં ગ્રહણ કર્યું, અને કેપ તથા હાસ્યથી હોઠને કંપાવતે દ્વિપૃષ્ણકુમાર પ્રત્યે બે-“અરે બાળક! તું દુર્વિનીત છે, તથાપિ મારા લાંબા કાળના સેવકને પુત્ર છે અને બાલ્યાવસ્થાવાળે છે, તેથી અનુકંપાવડે હું તને મારવા ઈચ્છતું નથી.” તે સાંભળી વિજયકુમારના અનુજ બંધુ દ્વિપૃષ્ણકુમારે હાસ્યથી અધરને ફરકાવીને કહ્યું–“અરે મૂર્ખ ! જેના હાથમાં શાગ ધનુષ્ય છે એવા મારી ઉપર અનુકંપા કરતે કેમ લજજા પામતે નથી? જે કે તું મારો શત્રુ છે તથાપિ તારી ઉપર હું ક્ષમા કરૂં છું. કારણ કે જરાવસ્થાથી જેનું મૃત્યુ નજીક આવેલ છે એવા તારી ઉપર મરેલાને માર્યા જેવું કેણ કરે? આ ચકથી જે તારે વિજયની ઈચ્છા હોય તે તેને છોડી દે, તે જ્યારે વ્યર્થ થશે ત્યારે તું ગર્વથી મુક્ત થઈશ.” આવાં દ્વિપૃષ્ણનાં વચનથી જળવડે જેમ તપાવેલા તેલમાંથી અગ્નિ પ્રદીપ્ત થાય તેમ તારકરાજા કેપવડે પ્રદીપ્ત થયે, અને ચકને મસ્તક ઉપર ભમાડવા માંડ્યું. પછી કલ્પાંતકાળને મેઘ જેમ વિદ્યુતને છેડે તેમ જાજવલ્યમાન ચક્રને આકાશમાં જમાડીને દ્વિપૃષ્ટિની ઉપર છેડયું. તે તુંબડાના અગ્રભાગની જેવા પ્રહારથી વાસુદેવના હૃદય સાથે અથડાયું, તે વખતે તે ચઢે રૂપાંતર પામેલા કૌસ્તુભ મણિની શેભાને ધારણ કરી. તેના પ્રહારથી ક્ષણવાર મૂછ પામીને દ્વિપૃષ્ણકુમાર રથ ઉપર પડ્યો. તે વખતે વસ્ત્રના છેડાનો પંખ કરીને વિજયકુમાર પવન નાખવા લાગે. ક્ષણવારે સંજ્ઞા પામી વાસુદેવે પાસે રહેલા શત્રુના ચક્રને ખુટવેલા મંત્રીની જેમ ગ્રહણ કરી તારકને આ પ્રમાણે કહ્યું-“હે તારક! આ ચક્ર તારાં સર્વ અસ્ત્રોનું સર્વસ્વ હતું. તેની શક્તિ પણ તારા જોવામાં આવી ગઈ છે, તે હવે તું જીવ લઈને અહીંથી ચાલ્યા જાકેમકે જીવતે નર ભદ્ર પામે છે. તારકે કહ્યું -એ ચક્ર મેં છેડી દીધેલું છે તે હવે માટીના ઢેફાની જેવું તે હાથમાં લઈને તું શું ભસે છે? તું એને મારી ઉપર છેડી દે, હું એના કાચી માટીને ઢેફાની પેઠે મુષ્ટિથી તાડન કરી ચૂરેચૂરા કરી નાખીશ.” વાસુદેવે તેનાં આવાં ગવયુક્ત વચને સાંભળીને ભમતા સૂર્યના ભ્રમને આપનારા અને ખેચરને ત્રાસ પમાડનારા તે ચકને ભમાવીને પ્રતિવાસુદેવની ઉપર મૂક્યું. તેણે કમળના નાળવાની પેઠે લીલામાત્રમાં તારકરાજાનું મસ્તક છેદી નાખ્યું અને પાછું વાસુદેવના હાથમાં આવીને ઊભું રહ્યું, તે વખતે દ્વિપૃષ્ટની ઉપર આકાશમાંથી પૃષ્પવૃષ્ટિ થઈ, અને તારક રાજાની ઉપર તેના અંતઃપુરની સ્ત્રીઓનાં નેત્રોમાંથી અશ્રુજળની વૃષ્ટિ થઈ
તારકના પક્ષના જે રાજાઓ હતા તેઓએ વેતસ નામના વૃક્ષની જેવી વૃત્તિ ધારણ કરીને દ્વિપૃષ્ટ રાજા પાસે આવી પિતાના આત્માનું રક્ષણ કર્યું. કારણ કે શક્તિવાનની પાસે
* જળચર-ભયંકર પ્રાણીવિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org