Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
બ્રહ્મરાજાની પાસે તારકરાજાએ મોકલેલ દૂત
[૧૩૧ ક્ષીરસમુદ્ર અને લવણસમુદ્ર હોય તેવા જણાતા હતા. નીલાં અને પીળાં વસ્ત્રોને ધારણ કરનાર તથા તાડ અને ગરૂડના ચિન્હવાળા એ બન્ને કુમારે બાળક હતા તે પણ તારક પ્રતિવાસુદેવની આજ્ઞાને જરાપણ માન્ય કરતા નહતા.
તેઓને આજ્ઞાને અતિક્રમ, ભુજવીર્ય અને અઘધ્યપણું વિગેરે જોઈને તેને બાતમી. દાએ જઈ તારકને આ પ્રમાણે કહ્યું-“હે દેવ! દ્વારકામાં બ્રહ્મરાજાને ઘેર સાથે મળેલા વાયુ અને અગ્નિની જેવા બે અતિદુર્મદ કુમારે ઉત્પન્ન થયેલા છે, તેઓ તમારી આજ્ઞાને માનતા નથી. સર્વ શાસ્ત્રોની અંદર કુશળતા અને વિદ્યાની સિદ્ધિઓ તેઓના ભુજદંડના બળને અહંકારરૂપ થયેલી છે. તેથી હે દેવ! તમારા સંબંધમાં આ શુભ હોય તેમ જણાતું નથી, માટે તમને જેમ એગ્ય લાગે તેમ કરે, અમે તે તમારા સેવકે છીએ.” આવાં વચને સાંભળીને તારકરાજાનાં નેત્રો કેપથી ચપળ થઈને ફરકવા લાગ્યાં. તરત જ મોટા પરાક્રમવાળા પિતાના સેનાપતિને બેલાવીને તેણે આજ્ઞા કરી કે-“અરે સેનાપતિ! એકદમ સર્વ રીતે તૈયાર થઈ જાઓ અને સામતરાજાઓને બોલાવવામાં પ્રતિકારૂપ ભંભાને વગાડો. કેમકે વક્ર બુદ્ધિવાળા એ બ્રહ્મરાજને પુત્રો સહિત મારી નાખે છે. ઉપેક્ષા કરેલે શત્રુ વ્યાધિની પેઠે પરિણામે વિષરૂપ થાય છે.” રાજાની આજ્ઞા સાંભળી મંત્રીએ કહ્યું“મહારાજા ! આ બાબતમાં સારી રીતે ધ્યાન આપે આજ સુધી બ્રહ્મરાજા તમારે એક પત્તિરૂપ સામંત તરીકે વર્યો છે, તે કાંઈ પણ મિષ વગર તેની ઉપર ચડાઈ કરવી એ યોગ્ય નથી. કારણકે તેમ કરવાથી બીજા અમાત્યને શંકા ઉત્પન્ન થશે, જ્યારે શંકા થઈ ત્યારે તેવા શંકાવાળાને વિશ્વાસ કરવો એગ્ય નહીં, વિશ્વાસ વગર તેના વિચાર કે હુકમ શા કામના? અને
જ્યારે વિચાર કે હુકમ વ્યર્થ થાય તે પછી સ્વામીપણું શા કામનું ? તેથી કાંઈપણ મિષ કરી તેની ઉપર અપરાધને આરોપ કરે; પિતાના બે કુમારના બળથી ગવ પામેલા તે રાજા ઉપર અપરાધ લાવ સહેલે છે, તેથી એક સંદેશ લઈ જનાર સેવકને મોકલી તેની પાસે પ્રાણથી પણ વહાલા એવા ઘેડા, હાથી અને રત્નની માગણી કરે. જે તમને તે ન આપે તે પછી એજ અપરાધ મૂકીને તેને મારી નાખવે, કેમકે અપરાધીને નિગ્રહ કરનારની ઉપર લેકાવાદ આવતું નથી. જે કદિ આપણી માગણી પ્રમાણે તે આપે તે પછી વળી કાંઈ બીજું છળ શોધવું. જ્યારે છળ ગોતવા માંડે ત્યારે સર્વ જન અપરાધી થાય છે,”
આ પ્રમાણે મંત્રીને વિચાર સાંભળી તારક રાજાએ તેને સાબાશી આપી; અને પછી એક સેવકને એકાંતમાં સમજાવીને બ્રહ્મરાજાની પાસે મોકલ્ય; તત્કાળ તે દૂત દ્વારકાનગરીમાં વિજય અને દ્વિપૂણકુમારની સાથે સભામાં બેઠેલા બ્રહ્મરાજાની પાસે જઈ પહેશે. રાજાએ ઘણું માનથી તેને પાસે બેસાડી, ચિરકાળ સુધી પ્રેમસહિત બોલાવી પછી આવવાનું કારણ પૂછયું. તે કહ્યું-“હે દ્વારકાપતિ ! શત્રુઓના બાહગર્વને હરનારા આપણા સ્વામી તારકરાજા તમને આજ્ઞા કરે છે કે તમારા રાજયમાં જે કંઈ ઉત્તમ હાથી, ઘોડા અને રને હેય તે અમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org