Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે] યુદ્ધમાં વિધ્યશક્તિ રાજાએ પ્રાપ્ત કરેલ જય
[૧૨૯ પછી પર્વત રાજા સર્વ બળથી હાથમાં ધનુષ લઈ, રથ ઉપર ચડીને યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યું. તે વખતે સિન્થ ઉખેડેલી પૃથ્વીની રજવડે જેમ અંતરીક્ષ ઢંકાઈ જાય તેમ એકી સાથે કરેલી બાણવૃષ્ટિથી તેણે શત્રુના સૈન્યને ઢાંકી દીધું અને થોડીકવારમાં તે જેને વેગ રોકી શકાય નહીં એવા પર્વત રાજાએ બળવાન પવન જેમ વૃક્ષને ભાંગી નાખે તેમ વિંદયશક્તિના સૈન્યને ભાંગી નાંખ્યું. પિતાના સૈન્યનો ભંગ થયેલે જઈને ક્રોધ પામેલ મહાભુજ વિણશક્તિ રાજા જાણે કાળરાત્રીનો અનુજ બંધુ હોય તેમ શત્રુઓનો સંહાર કરવાને તૈયાર થયો. તેને આવતો જોઈ મૃગલાઓ જેમ સિંહને અને સર્પો જેમ ગરૂડને સહન કરી ન શકે તેમ પર્વત રાજાના સૈનિકો તેને સહન કરી શક્યા નહીં. પછી ધનુષ્ય અને પ્રચંડ ભુજાના બળથી ગર્વ પામેલા વિધ્યશક્તિ રાજાએ જેનું સૈન્ય પરાભવ પામેલું છે એવા પર્વત રાજાને પિતાની આગળ રણભૂમિમાં બોલાવ્યો. પછી નારાજી અને અદ્ધચંદ્ર બાણેથી પરસ્પર વધુ કરવાની ઈચ્છા કરનાર તે બને રાજાઓ વચ્ચે મોટું યુદ્ધ થયું. રથ ઉપર રહેલા તે બને રાજાઓએ એક બીજાના રથ, રથના ઘોડા અને સારથીનું મેઘની જેમ મંથન કરી નાંખ્યું. પછી બીજા રથ ઉપર બેસીને કલ્પાંત કાળમાં પર્વતની જેમ તેઓએ ફરીવાર યુદ્ધ કરવા માંડયું. થોડીવારમાં વિધ્યશક્તિએ પોતાની શક્તિથી પર્વતરાજાને સર્પને જેમ વિષ રહિત કરે તેમ અસ્ત્ર અને વીર્ય વગરને કરી દીધો. તેથી મોટા હાથીથી હાથીના બચ્ચાની જેમ વિંધ્યશક્તિ રાજાએ પરાભવ કરેલે પર્વત રાજા પાછું જોયા વગર જ ત્યાંથી પલાયન કરી ગયો. વિધ્યશક્તિએ પર્વતના નગરમાં પ્રવેશ કરી ગુણમંજરી વેશ્યા અને બીજુ હસ્તી વિગેરે સર્વસવ લઈ લીધું, કહ્યું છે કે જેનું પરકમ તેની લક્ષ્મી છે. પછી પૂર્ણ થયેલા મેઘની જેમ રણસાગરમાંથી નિવૃત્ત થઈને કૃતાર્થ થયેલે વિંધ્યશક્તિ રાજા પિતાના વિધ્યપુરમાં આવ્યા. ફાળથી ચુકેલા સિંહની જેમ અને ઠેકડે મારવાથી ચુકેલા વાનરની જેમ રણમાંથી ભગ્ન થયેલ પર્વતરાજા ત્યારથી ઘણુ કષ્ટમાં રહેવા લાગ્યો. છેવટે એવા પરાભવથી લજજા પામીને તેણે સંભવાચાર્યની પાસે દીક્ષા લીધી. દુઃખે તપી શકાય એવા મહા તપ કરતાં તેણે એવું નિયાણું કર્યું કે “આગામી ભવમાં હું વિંધ્યશક્તિને વધ કરનાર થાઉં.” જેમ ફોતરાંઓ લઈને તેના બદલામાં માણિજ્ય વેચે તેમ તેણે મોટા તપને આવું નિયાણું બાંધી વેચી દીધો. અંતે અનશન કરી મૃત્યુ પામીને તે પ્રાણત દેવલેકમાં દેવતા થયા. રાજા વિધ્યશક્તિ પણ ચિરકાળ ભવમાં ભ્રમણ કરી પ્રાંતે એક ભવમાં જિનલિંગને ધારણ કરી મૃત્યુ પામીને દેવલેકમાં દેવતા થયા.
ત્યાંથી ચવીને વિધ્યશક્તિને જીવ વિજયપુરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના ઉદરથી તારક નામે પુત્રરૂપે ઉત્પન્ન થયે. તે સીત્તેર ધનુષ્યની કાયાવાળ, કાજલના જેવા શ્યામ વર્ણવાળે, બેતેર લાખ વર્ષના આયુષ્યવાળે અને ઘણા ભુજબલવાળો થા. છેવટે તેણે ચક્ર મેળવી ભરતાદ્ધને સાધી લીધું. કારણ કે પ્રતિવાસુદેવે ભરતાના સ્વામી થાય છે.
B - 17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org