Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૮] પર્વત પાસેથી વિંધ્યશક્તિ રાજાએ ગુણમંજરી વેશ્યાની કરેલ યાચના [પર્વ ૪ થું
જાણે વેગથી આકાશને તરી જતા હોય તેવા વેગી વાહનથી તે મંત્રી સ્વલ્પ કાળમાં સાકેતપુર નગરે જઈ પહોંચ્યો, અને પર્વતરાજાની સભામાં જઈ તેને કહેવા લા–“રાજા વિધ્યશક્તિ તમારાથી જુદા નથી અને તમે તેનાથી જુદા નથી. સમુદ્ર અને તરંગજળની પેઠે તમે બંને રાજાઓમાં અભેદપણું છે. તમારા બંનેને આત્મા એકજ છે, ફક્ત શરીરજ જુદાં છે, જે તેમનું તે તમારૂં છે અને જે તમારૂં તે તેમનું છે. તમારી પાસે ગુણમંજરી નામે એક સુંદર વેશ્યા છે એમ સંભળાય છે, તેને અમારા રાજા વિધ્યશક્તિ કૌતુકને માટે પિતાની પાસે મંગાવે છે. તેથી તમારા બંધુ અને તમારા જેવા તે રાજાને માગણી કરવાથી એ વેશ્યા આપે; કારણ કે વેશ્યા સ્ત્રીઓને આપવામાં અને ગ્રહણ કરવામાં કોઈ પણ નિંદા જેવું નથી.” આ પ્રમાણેનાં મંત્રીનાં વચનથી યષ્ટિવડે સ્પર્શ કરેલા સર્પની પેઠે કોપથી પિતાના હેઠને કંપાવતે પર્વત રાજા બોલ્યો-“અરે ! સેવક! એ દુષ્ટ હદયવાળે વિંધ્યશક્તિ રાજા મારા બંધુ છે એ પ્રમાણે તું કેમ કહે છે? કારણ કે એ પ્રાણથી પણ વહાલી એવી ગુણમંજરીની મારી પાસે યાચના કરે છે. જેના વિના હું એક મુહૂર્ત માત્ર પણ રહેવા સમર્થ નથી તેને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારા તારા રાજાએ મારા પ્રાણ લેવાની ઈચ્છા કરી છે. એક દાસીને પણ હું આવું નહીં તે ગુણમંજરીને શી રીતે જ આપીશ? માટે ભલે વિયશક્તિ રાજા પિતાની શક્તિથી મારો મિત્ર થાય વા શત્રુ થાય. અરે મંત્રી! તું અહીંથી ઊઠીને જા, તારે રાજાને આ પ્રમાણે યથાર્થ કહેજે; કારણકે તે યથાર્થ કહેનારા હોય છે.”
આવાં પર્વતરાજાનાં વચન સાંભળી વાંકાં નેત્ર કરતે મંત્રી ઊઠ્યો, અને વાહન ઉપર ચડીને સત્વર વિંધ્યશક્તિની પાસે આવી તેને સર્વ વૃત્તાંત કહ્યું. ને સાંભળી આહતિના હેમથી જેમ અગ્નિ પ્રદિપ્ત થાય તેમ તે ક્રોધથી પ્રજવલિત થયો. પછી સમુદ્ર જેમ મર્યાદા છોડીને જાય તેમ લાંબા કાળની મિત્રતા છેડીને ગર્વના પર્વત જે વિંધ્યશક્તિરાજા પર્વતરાજાની ઉપર લશ્કર લઈને ચાલે. એ ખબર સાંભળી પર્વતરાજા પણ સૈન્યવાહન સાથે સન્મુખ આવ્યું. શૂરવીર પુરૂષ મિત્રની અને શત્રની બંનેની સામે આવે છે. પછી લાંબા કાળથી પ્રચંડ ભુજાઓ પર આવી રહેલી ખુજલી સમાવવાને ઔષધ જેવું તેમના અગ્ર સૈનિકેની વચ્ચે મહાયુદ્ધ પ્રવત્યું. સામસામા લડાઈ કરતાં હાથીઓની જેમ બંને સૈન્યના સુભટે પરસ્પર સામા આવતા હતા અને પાછા હઠતા હતા. ભાલાથી વીંધાયા છતાં પણ હુંકાર કરતે કઈ વીર પુરૂષ તંતુમાં પરોવાયેલા મણિની જેમ શોભતે શત્રુની સામે ધસી આવતું હતું. કુશળ ધનુષધારીઓએ ઘાટા બાણના મારવડે સુભટ વિનાની કરી મૂકેલી યુદ્ધભૂમિ લણે લીધેલા શરકટવડે જેમ અરણ્યની ભૂમિ લાગે તેવી લાગતી હતી. સર્પોની જેમ પરના પ્રાણેને હરનારા પરિઘ, શલ્ય, ગદા અને મુદ્ગર વિગેરેના પડવાથી સર્વ દિશાઓ વ્યાપી રહી હતી, અને શુકલ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રિકાના તેજની જેમ બંને સૈન્યને ક્ષણે ક્ષણે સરખી રીતે જય પરાજય થતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org