Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૯૦] અશ્વગ્રીવને થયેલ ગ્લાનિ
[ પ ૪ થું રહેવાની આજ્ઞા કરી. તે રાજાઓ અનુક્રમે શસ્ત્રદિવડે સન્નબદ્ધ થઈ ત્યાં જઈને ગોવાળ જેમ ગાયોથી ક્ષેત્રની રક્ષા કરે તેમ કેશરીસિંહથી તે શાળિ ક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા.
એક વખત પ્રતિવાસુદેવ સભામાં આવી પોતાના અમાત્ય, સેનાપતિ અને સામંત વિગેરે સભાસદો પ્રત્યે કહેવા લાગ્યો કે-“મારા સામંત રાજાઓમાં અને સેનાનીઓ વિગેરેમાં હાલ અધાધારણું પરાક્રમવાળે કોઈ મહાભુજ કુમાર છે?” તેઓએ કહ્યું- હે દેવ ! સૂર્યની આગળ કેણુ વધારે તેજસ્વી હોય, પવનની પાસે કેણ પરાક્રની હાય, ગરૂડ કરતાં કોને વેગ વધારે હોય, મેરૂ પર્વત આગળ કેની ગૌરવતા હોય, અને સમુદ્ર કરતાં કેણુ વધારે ગંભીર કહેવાય, તેમ મહા પરાક્રમી એવા આપની પાસે કે પુરૂષ વિશેષ પરાક્રમી ગણાય?” રાજાએ કહ્યું-“તમારું આ વચન ચાટુ વચન છે, વાસ્તવિક નથી. હમેશાં બળવાન્ પુરૂષોથી પણ બળવાન્ પુરૂષો રહેલા હોય છે, અને તેથી જ આ પૃથ્વી બહુરત્ના કહેવાય છે.” તેવામાં સુંદર લાચનવાળે એક મંત્રી બૃહસ્પતિની જેમ સ્કુટ અને યથાર્થ વાણીથી બોલી ઊઠયો–
હે રાજેદ્ર! આ પૃથ્વી ઉપર પ્રજાપતિ રાજાના દેવ જેવા બે કુમારે છે, તેઓ સર્વ મનુષ્યવીરેને તૃણ જેવા ગણે છે. મંત્રીનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ સભા વિસર્જન કરી, અને ચંડવેગ નામના પિતાના એક દૂતને કઈ મતલબ સમજાવી પ્રજાપતિ રાજાની પાસે મોકલ્યો. એ દૂત સારા સારા રથીઓ અને શ્રેષ્ટ ઘોડેશ્વારોને સાથે લઈને પિતાના રાજાના તેજની જેમ પોતનપુર નગરે આવી પહોંચે ત્યાં પ્રજાપતિ રાજા સર્વ અલંકારોથી વિભૂષિત થઈને જલજંતુઓ સહિત વરૂણની જેમ અચલ તથા ત્રિપૃષ્ટ કુમાર, સામંત રાજાઓ, સેનાપતિઓ, મોટા અમાત્યો અને પુરેહિત પ્રમુખ માન્ય પુરૂષો તેમજ પ્રધાન પુરૂષોની સાથે મહદ્ધિક દેવની જેમ સભા ભરીને બેઠો હતો, અને નિઃશંકપણે સંગીત કરાવતા હતા. એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહાર પૂર્વક સુંદર નૃત્ય થતું હતું. ધ્વનિ કરતા મૃદંગના ઘોષથી આકાશ તથા ગુફાનો ભાગ ગાજી રહેતો હતો, ગાયનના સ્પષ્ટ ઉદ્ગારથી મધુર વીણને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગ રાગણીને પ્રગટ કરનારી વિણ શ્રુતિએને વ્યક્ત કરતી હતી, અને તાળને અનુસરીને ગાયનને આરંભ થતો હતે. તે વખતે દ્વારપાળો જેની ગતિને અટકાવી શક્યા નહીં એ ચંડવેગ દૂત વીજળીના ઝાત્કારની જેમ તત્કાળ સંગીતસભામાં દાખલ થયા. પ્રતિવાસુદેવના દૂતને અકસ્માત આવેલો જોઈ સામંતરાજાઓ સહિત પ્રજાપતિ રાજા પણ સંભ્રમ પામ્યા, અને સ્વામીની જેમ એ સ્વામીના દૂતને પણ સંભ્રમ સહિત માન આપવાને માટે ઊભો થયો. મોટા સત્કાર સાથે તેને આસન પર બેસાર્યો. પછી રાજાએ તેના સ્વામીના સર્વ ખબર પૂછડ્યા. અવસર વગર વીજળીના જેવાથી જેમ આગમના અધ્યયનનો ભંગ થાય તેમ એ દૂતના અવસર વગર આવવાથી સંગીતને ભંગ થયો, સર્વ સંગીત કરનારાઓ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા; કારણ કે જ્યારે
૧ ખુશામતનું વચન, ૨ અકાળે વિદ્યુત થાય તે અધ્યાય પાળવો પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org