Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ] સ્વયંપ્રભાનું વૃત્તાંત
[ ૯૭ આ પશુથી પણ ચકિત થયેલ અશ્વગ્રીવને તેનો વધ સૂચવનાર આ સિંહનું ચર્મ આપજે અને કહેજે કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એવો તું હવે નિશ્ચિંત થા અને વિશ્રબ્ધ થઈને શાલિનું ભોજન કર.” આવો સંદેશે કહેવાનું કબુલ કરી તે વિદ્યાધરોના કુમારો ગયા, અને ત્રિપૃષ્ટ તથા અચલકુમાર પિતાના નગરમાં આવ્યા. બંને ભ્રાતાઓએ પિતાને પ્રણામ કર્યો, એને બલભદ્ર ત્યાં બનેલું સર્વ વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યું. રાજા પ્રજાપતિ પોતાના બે કુમાર ફરી જમ્યા હોય તેમ માનવા લાગ્યા, અને સત્ય પ્રતિજ્ઞાવાળા ત્રિપૃષ્ણકુમારની ઉપર ઘણો ખુશી થયો.
પેલા વિદ્યાધરોના કુમારએ બધું વૃત્તાંત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કર્યું, જે વૃત્તાંત તેને વાપાત જેવું લાગ્યું.
આ તરફ વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ એણિના આભૂષણ સદશ રથનૂ પુરચકવાળી નામે નગર હતું. તેમાં તેજ વડે અગ્નિ અને અસાધારણ સમૃદ્ધિવાળો જવલનજી નામે વિધાધરોનો રાજા હતા. તેને હંસીની જેવી મંદ ગતિવાળી અને પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગ નામે પટ્ટરાણી હતી. તે રાણીને સ્વપ્નમાં સૂર્યનું અવલોકન થયેલ હોવાથી જેનું નામ અકીતિ પાડેલું એવો એક પુત્ર થયો હતો, ને તે પછી સ્વપ્નમાં પિતાની પ્રભાથી સર્વ દિશાઓને ઉજવલ કરનાર ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયંપ્રભા પાડેલું હતું એવી એક પુત્રી થઈ હતી. કુમાર અકીર્તિ જ્યારે ચીવનાવસ્થા પામ્યા ત્યારે મોટી ભૂજાવાળા અને કીર્તિરૂપી ગંગાના હિમાચલરૂપ એ પુત્રને રાજાએ યુવરાજપદે આરોપણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વનસ્થળી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંતસંપત્તિને પામે તેમ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થઈ. સુખરૂપ ચંદ્રથી જાણે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશપાસરૂપ અંધકારથી જાણે શરીરધારી અમાવાસ્યા હોય તેવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા ગયેલાં ને જાણે કર્ણનાં આભૂષણકમલો હોય તેવાં જણાતાં હતાં, અને તેના કર્ણો પ્રસરતી દૃષ્ટિરૂપી બે તલાવડીના જાણે બાંધેલા કિનારા હોય તેવા જણાતા હતા. પલ્લવોની જેવા હાથ, પગ અને અધર રૂપ રક્ત પત્રોથી તે લતાની જેવી શોભતી હતી; લક્ષ્મીના જાણે બે ક્રિીડાપર્વત હોય તેવા ઊંચા સ્તનવડે તે સુંદર લાગતી હતી; તેની નાભિ લાવણ્યરૂપી સરિતાની ઘુમરીના જેવી જણાતી હતી, અને તેજ સરિતાની મધ્યમાં રહેલો કોઈ અંતરદ્વીપ હોય તેવો વિસ્તારવાળો નિતંબભાગ (શેણિતટ) દેખાતો હતો. એકંદર તેના સર્વ અંગને સૌભાગ્યભંડાર એવો ઉત્તમ હતું કે દેવતાની સ્ત્રીઓમાં, અસુરોની સ્ત્રીઓમાં અને વિદ્યાધરની સ્ત્રીઓમાં પણ તેને નમુને નમવામાં આવતો નહીં.
એક વખતે અભિનંદન અને જગનંદન નામે ચારણમુનિ આકાશમાં વિહાર કરતા તે નગરને પરિસરે ઉતર્યા. તે વખતે બીજી મૂર્તિને ધારણ કરીને જાણે લક્ષ્મીદેવી આવી B - 13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org